બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Assembly election 2023 / Politics / Gujarats richest candidate Jayanti Patel

ગુજ'રાજ' 2022 / 100 રૂપિયાની નોકરીથી લઈને 662 કરોડના માલિક બનવાની સફર, ગુજરાતના સૌથી ધનવાન ઉમેદવારની કહાની

Vaidehi

Last Updated: 07:14 PM, 21 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

10મું ધોરણ પાસ અને 64 વર્ષીય એવા જે.એસ.પટેલ વ્યવસાયથી ખેડૂત અને બિલ્ડર છે. જે.એસ.પટેલે બીજેપીમાં અનેક પ્રકારની જવાબદારીઓ સંભાળી છે.

  • જે.એસ.પટેલ છે અરબોપતિ
  • ખેડૂતપૂત્રની સાથે બિલ્ડરનો પણ કરે છે વ્યવસાય
  • સામાજિક કાર્યોમાં પણ કરી રહ્યાં છે સેવા

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને રાજનૈતિક દળો પોતાની દાવેદારી જનતા સમક્ષ રજૂ કરી ચૂક્યાં છે. રાજ્યમાં ઉમેદવારોની લિસ્ટ સ્પષ્ટ થઇ ચૂકી છે અને સાથે જ આ ઉમેદવારોની તમામ માહિતી પણ પ્રાપ્ત થઇ ચૂકી છે. દરવખતની જેમ આ વખતે પણ ચૂંટણીનાં મેદાનમાં ઘણાં એવા ઉમેદવારો છે જે અતિ ધનીક છે. જેમાં ગાંધીનગરનાં માણસા સીટથી બીજેપીનાં ઉમેદવાર જયંતિભાઇ પટેલ એટલે કે જે.એસ.પટેલ છે. 

100રૂપિયા પ્રતિમાહની હતી કમાણી
એક રિપોર્ટ અનુસાર જે.એસ.પટેલનાં જીવનમાં ઘણાં ઉતાર-ચઢાવ રહ્યાં છે. 10મું ધોરણ પાસ અને 64 વર્ષિય જે.એસ. પટેલ વ્યવસાયથી ખેડૂત અને બિલ્ડર છે. તેઓ ભાજપા તરફથી લોકસભા ચૂંટણી અને અનેક સ્થાનીક ચૂંટણીઓમાં પોતાની જવાબદારી નિભાવી ચૂક્યાં છે. તેમણે બીજેપીને કોબામાં એક જમીન આપી હતી જેના પર આજે પાર્ટીનું ક્ષેત્રિય કાર્યાલય છે.

6 અરબ સંપત્તિનાં છે માલિક 
માણસાનાં અજોલ ગામમાં નિવાસી જે.એસ.પટેલ હવે 6 અરબ સંપત્તિનાં માલિક છે પરંતુ તેમનું જીવન ખુબ સંઘર્ષમય રહ્યું છે.  એક ખેડૂતનાં રૂપે ખેતરમાં કામ શરૂ કર્યું ત્યારે તેમની આવક માત્ર 100 રૂપિયા પ્રતિ માહ હતી. તેમણે કહ્યું કે અમે ખેડૂતનાં દીકરા હતાં તેથી અમને જીવનમાં મહેનત જ કરવાની હતી. જો કે આગળ વધવાની કામના મને અમદાવાદ ખેંચી આવી જ્યાં મેં અનેક નાના-મોટાં કામો કર્યાં. છેલ્લે હું કન્સ્ટ્રક્શન લાઇનમાં ઘૂસ્યો.

1977માં આવ્યાં અમદાવાદ
વર્ષ 1977-78માં તેઓ અમદાવાદમાં એક નોકરી પર લાગ્યાં જ્યાં તેમને 100 રૂપિયા પ્રતિ માહ મળતાં હતાં. ત્યાં તેઓએ લગભગ 5 મહિના કામ કર્યું અને ત્યારબાદ નોકરી મૂક્યા બાદ તેમણે લોખંડનો ધંધો શરૂ કર્યો. મિલોમાં તેમણે અનેક પ્રકારનાં કામો કર્યાં અને પછી કન્સ્ટ્રક્શન લાઇનમાં આવ્યાં. હાલમાં તેઓ રિયલ એસ્ટેટનાં વ્યવસાયમાં છે.

પીએમ મોદી સાથે પણ કર્યું છે કામ
જે.એસ.પટેલ કહે છે કે હું બીજેપીમાં કેવળ કાર્યકર્તા જ રહ્યો છું. પાર્ટીએ મને જે જવાબદારી સોંપી છે તે મે પૂરી કરી છે. મેં જિલ્લા અને ક્ષેત્રિય કાર્યકરણીમાં પણ કામ કર્યુ છે. નરેન્દ્ર  મોદી જ્યારે સીએમ હતાં ત્યારે તેમનો સદભાવના ઉપવાસ હોય , પ્રોટોકોલનો કામ હોય તે સંગઠનની કોઇ પણ જવાબદારી હોય મેં આ તમામ જવાબદારી વ્યવસ્થિત ધોરણે નિભાવી છે. 

છેલ્લા 25 વર્ષથી સામાજિક કાર્યો કરી રહ્યાં છે
જે.એસ. પટેલે કહ્યું કે હું છેલ્લા 25 વર્ષોથી સમર્પિત ધોરણે સામાજિક કાર્યો કરી રહ્યો છું. તેઓ અનેક સંસ્થાનોનાં અધ્યક્ષ છે. તેમાંની એક છે મનસા ગાયત્રી શક્તિપીઠ જ્યાં દરરોજ લોકસેવાનાં કાર્યો કરવામાં આવે છે. જ્યાં પ્રત્યેક જાતિનાં 450થી 500 વિવાહ દરવર્ષે કરાવવામાં આવે છે. અહીં જાતપાતનું કોઇ બંધન નથી. આ સિવાય ગાયત્રી શક્તિપીઠમાં દરરોજ 800-1000 લોકો ભોજન કરે છે. પટેલે એક શાળા પણ બનાવડાવી છે જેમાં લગભગ 850 બાળકો ભણી રહ્યાં છે. ડાકોરમાં પણ તેમણે એક ધર્મશાળા બનાવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ