બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Gujarat's Global Look at G-20 Summit, Bharat Mandapam Decorated Like a Bride, Modi Kurta, Modi Jacket, Patan Patola, These Items Are the Center of Attraction

G-20 સમિટ / G-20 સમિટમાં ગુજરાતનો ગ્લોબલ લૂક, ભારત મંડપમને દુલ્હનની જેમ સજાવાયું, મોદી કુર્તા, મોદી જેકેટ, પાટણના પટોળા સહિત આ વસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર

Vishal Khamar

Last Updated: 12:03 AM, 9 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

G-20 સમિટમાં ગુજરાતનો ગ્લોબલ લૂક જોવા મળ્યો છે. ત્યારે વિદેશી મહેમાનોને આકર્ષવા માટે મોદી કુર્તા તેમજ મોદી જેકેટની હાલ ડિમાન્ડ છે. તેમજ વધુમાં પાટણનાં પટોળા, ઘરચોળા પણ આકર્ષણનું કેન્દ્ર છે. G-20 માં ગુજરાતનો ગ્લોબલ રંગ જોવા મળી રહ્યો છે.

  • G-20 સમિટમાં ગુજરાતનો ગ્લોબલ લૂક
  • મોદી કુર્તા, મોદી જેકેટની ડિમાન્ડ
  • પાટણના પટોળા, ઘરચોળા આકર્ષણનું કેન્દ્ર

 G-20 સમિટમાં ભારત મંડપમને તો દુલ્હનની જેમ સજાવાયું છે. ભારત મંડપમમાં દેશના દરેક રાજ્યની ખાસ વસ્તુઓની ઝાંખી છે અને વિદેશી મહેમાનો માટે ખરીદદારીની તક પણ છે. ભારત મંડપમમાં ગુજરાત ન હોય તેવું તો કેમ બને. તો ગુજરાતમાં કઈ વસ્તુ ખરીદદારીમાં ડિમાન્ડમાં છે અને વિદેશી મહેમાનોને આકર્ષવા ગુજરાત પાસે શું છે.

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ એક બ્રાન્ડ બની ચુક્યા છે ત્યારે મોદી કુર્તા અને મોદી જેકેટ વિશેષ આકર્ષણનું કેન્દ્ર છે. ગુજરાત તરફથી વિદેશી મહેમાનો માટે મોદી કુર્તા અને મોદી જેકેટને તૈયાર કરવામાં આવ્યા છે અને એવી આશા ચોક્કસ છે કે વિદેશી મહેમાનો જરૂરથી આને ખરીદશે.

વિદેશી મહેમાનો માટે મોદી કુર્તા અને મોદી જેકેટ તૈયાર કરવામાં આવ્યા
જી-20 સમિટમાં મોદી કુર્તા સહિત પાટણનાં પટોળા, કચ્છ એમ્બ્રોડરી અને ગુજરાતનાં ઘરચોળાની પણ વિદેશી મહેમાનેમાં ખૂબ ડિમાન્ડ છે. ત્યારે મોદી કુર્તાની વાત કરીએ તો આજે કુર્તા બનાવવામાં આવ્યા છે. તે ગુજરાતમાં મોદી કુર્તા તરીકેની ઓળખાણ ધરાવે છે.  ત્યારે વડાપ્રધાન કુર્તા પહેરે છે. જેને લઈને હાલ તેની ડિમાન્ડ ખૂબ જ છે. આ એક ખૂબ સારી પ્રોડક્ટ છે.  જે પણ લોકો અમારા ગુજરાત એમ્પોરીયમમાં આવે છે તે એજ બોલે છે અમને મોદી કુર્તા તેમજ મોદી જેકેટ જ દેખાડો.  હવે કુર્તો તેમજ જેકેટ હવે મોદીજીની બ્રાન્ડ બની ગઈ છે. 

G-20એ ભારતની શાનમાં વધારો કર્યો જ છે. જેમાં ગરવી ગુજરાત પણ જોડાયું છે. સ્વભાવિક છે કે વિદેશીઓને ગ્લોબલ ગુજરાતના રંગ ચોક્કસ પસંદ આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ