બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Gujaratis took a unique way to surpass 2000 notes

જુગાડ / 2000ની નોટો વટાવવા ગુજરાતીઓએ અનોખો રસ્તો કાઢ્યો! બેંક નહીં આ જગ્યાએ લાગી લાંબી લાંબી લાઇન

Malay

Last Updated: 11:54 AM, 20 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RBI 2000 Notes Decision News: ભારતીય રિઝર્વ બેંકે 2 હજાર રૂપિયાની નોટનું સર્ક્યુલેશન બંધ કરતા લોકોએ 2 હજાર રૂપિયાની નોટનો નિકાલ શરૂ કર્યો છે. મોટાભાગના લોકો પેટ્રોલ પંપ પર જઈને 2 હજાર રૂપિયાની નોટનો નિકાલ કરી રહ્યા છે.

 

  • RBIએ 2 હજારની નોટનું સર્ક્યુલેશન કર્યું બંધ
  • પેટ્રોલપંપમાં 2 હજાર નોટની આવક વધી
  • લોકો 2 હજારની નોટથી પુરાવી રહ્યા છે ઈંધણ

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. શુક્રવારે મોડી સાંજે તે અંગે મોટી જાહેરાત કરવામાં આવી હતી. RBIએ કહ્યું કે, આ નિર્ણય 'ક્લીન નોટ પોલિસી' હેઠળ લેવામાં આવ્યો છે. આ જાહેરાત બાદથી દેશભરમાં હંગામાનું વાતાવરણ છે. રિઝર્વ બેંકના આ નિર્ણય બાદ રાજ્યના વિવિધ વિસ્તારમાં બેંકોના બદલે પેટ્રોલ પંપ પર વાહનચાલકોની લાઈનો લાગી છે. રાજ્યના વિવિધ વિસ્તારમાં પેટ્રોલ પંપ અનેક લોકો 2 હજારની નોટ વટાવવા આવી રહ્યા છે.  અત્યાર સુધી પેટ્રોલ પંપ પર પેટ્રોલ કે ડીઝલ પૂરાવ્યા બાદ જે લોકો ડિજિટલ પેમેન્ટ કરતા હતા, તેઓ પણ હવે પેટ્રોલ કે ડીઝલ પુરાવીને 2 હજારની ગુલાબી નોટ આપી રહ્યા છે. 

પેટ્રોલ પંપ પર લાગી વાહનચાલકોની લાઈનો
લોકો તેમની પાસે પડેલી 2 હજારની નોટોનો નિકાલ કરવા પેટ્રોલ પંપ પર પહોંચ્યા છે. અમદાવાદના પેટ્રોલ પંપ પર વાહનચાલકોની લાઈનો લાગી છે. તેઓ તેમના વાહનોમાં ઈંધણ પૂરાવ્યા બાદ 2 હજારની નોટ આપી રહ્યા છે. અમદાવાદના પેટ્રોલપંપ પર 2 હજાર રૂપિયાની નોટનો વધારો થયો છે. અમદાવાદીઓ પેટ્રોલ અને ડીઝલ પૂરવા માટે 2 હજાર રૂપિયાની નોટનો ઉપયોગ કરી રહ્યા છે.  

પેટ્રોલ પંપ પર 2 હજાર રૂપિયાની નોટનો વધારો થયો
આ મામલે પેટ્રોલ પંપના કર્મચારીએ જણાવ્યું કે, ગઈકાલે ન્યૂઝ ચેનલો પર સમાચાર આવ્યા બાદથી પંપ પર 2000ની નોટોનો વધારો થયો છે. વાહનચાલકો પેટ્રોલ અને ડીઝલ પૂરાવીને સીધી 2 હજારની નોટો જ કાઢી રહ્યા છે. અગાઉ દિવસ દરમિયાન પેટ્રોલ પંપમાં 2 હજારની 10થી 15 નોટ આવતી હતી.  ત્યાં આજ સવારથી મોટી સંખ્યામાં 2-2 હજારની નોટો આવી રહી છે. સવારથી અત્યાર સુધીમાં 25 નોટ આવી ગઈ છે.

રાજકોટના પેટ્રોલ પંપો પર લાખો રૂપિયાની 2000ની નોટ આવી
RBIએ 2 હજાર રૂપિયાની નોટનું સર્ક્યુલેશન બંધ કરતા રાજકોટના પેટ્રોલપંપ પર પણ 2 હજાર રૂપિયાની નોટનો વધારો થયો છે. પેટ્રોલ અને ડીઝલ પુરવા માટે લોકો 2 હજાર રૂપિયાની નોટનો ઉપયોગ કરી રહ્યા છે. રાજકોટના અલગ અલગ પેટ્રોલ પંપમાં 2000ની નોટોની આવક વધી છે. ગઈકાલ સાંજથી અત્યાર સુધીમાં લાખો રૂપિયાની 2000ની નોટ આવી છે. મોટાભાગના લોકો 2,000ની નોટ લઈને જ પેટ્રોલ ડીઝલ પુરાવી રહ્યા છે. ડિજિટલ પેમેન્ટ અને અન્ય ચલણનો પણ લોકો દ્વારા ઓછો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 

વડોદરામાં પણ જોવા મળી આવી જ સ્થિતિ
આવી જ સ્થિતિ વડોદરામાં પણ જોવા મળી રહી છે. વડોદરામાં પેટ્રોલપંપ પર 2 હજારની નોટથી લોકો ઈંધણ પુરાવી રહ્યા છે. ગઈકાલથી ડિજિટલ પેમેન્ટ કરતા ગ્રાહકો કેસ પેમેન્ટ કરી રહ્યા છે,  એમાં પણ મોટાભાગના લોકો 2 હજારની નોટ આપીને પેટ્રોલ -ડીઝલ ભરાવી રહ્યા છે 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ