બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat will have normal rainfall with no active rainfall system: Rain Forecast

એંધાણ / ગુજરાતમાં ફરી છૂટાછવાયા વરસાદની આગાહી: જૂનાગઢ, ગીર સોમનાથ સહિત જુઓ કયા-કયા વિસ્તારોમાં મેઘરાજા ત્રાટકશે

Kishor

Last Updated: 07:57 AM, 18 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢ, ગીર સોમનાથ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ નોંધાઈ તે અંગે હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.

  • રાજ્યમાં છૂટાછવાયા વરસદાની આગાહી
  • વરસાદી સિસ્ટમ સક્રિય ન થતા સામાન્ય વરસાદ રહેશે
  • સુરત, નવસારી, વલસાડમાં સામાન્ય વરસાદ રહેશે

ગુજરાતમાં લાંબા સમયથી વરસાદે વિરામ લેતા ખેડૂતો હવે મેઘરાજાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. કારણ કે મગફળી, કપાસ, સહિતના પાકમાં હાલ પાણીની જરૂરિયા ઉભી થઇ છે. આવી સ્થિતિ વચ્ચે ખેડૂતો માટે રાહતરૂપ આગાહી કરવામાં આવી છે. હવે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં છુટોછવાયો ક્યાંક ધીમીધારે તો ક્યાંક મુશળધાર વરસાદ વરશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. જોકે હાલ વરસાદી અંગે કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી સામાન્ય વરસાદનો વાર્તારો દેખાઈ રહ્યો છે.

આજથી ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી: આ વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા |  Rain forecast with heavy winds in Gujarat from today
અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, મહીસાગરમાં વરસાદ રહેશે

રાજ્યમાં છૂટાછવાયા વરસાદ અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેને લઈને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયો વરસાદ પડે તેવા સંજોગો જોવા મળી રહ્યા છે. આજથી સુરત, નવસારી, વલસાડમાં સામાન્ય વરસાદ રહેશે. તેમજ તાપી, ભરૂચ, દમણમાં પણ  વરસાદ માહોલ જોવા મળશે અને રાજકોટ, જૂનાગઢ, મોરબી, ભાવનગરના ખેડૂતોની પણ આતુરતાનો અંત આવી શકે છે.

બનાસકાંઠા, સાબરકાંઠા, મોડાસા, પાટણમાં રહેશે વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ અમરેલી, ગીર સોમનાથ, દ્વારકા,અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, મહીસાગર અને બનાસકાંઠા, સાબરકાંઠા, મોડાસા, પાટણમાં પણ વરસાદ પડી શકે છે. જણાવાયુ છે. એક બાજુ આગાહી અને બીજી બાજુ રાજ્યના અમુક શહેરોના વાતાવરણમાં પણ પલટો આવતા વરસાદ અંગે ખેડૂતોની આશા ફરી જીવંત થઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ