બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / ગુજરાત / અમદાવાદ / gujarat unlock 2 cm rupani guideline

છૂટછાટ / UNLOCK 2: હોટેલ-રેસ્ટોરેન્ટને મળી વધારાની છૂટછાટ, કર્ફ્યુનો સમય ઘટ્યો, ગુજરાતમાં આવતીકાલથી લાગૂ આ ગાઈડલાઈન

Gayatri

Last Updated: 01:11 PM, 30 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં 1 જૂલાઈથી UNLOCK 2નો પ્રારંભ થઈ રહ્યો છે. જેને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આવતીકાલ એટલે કે 1 જુલાઈથી ગુજરાતમાં દુકાનોને રાત્રે 8 વાગ્યા સુધી કામકાજ ચાલુ રાખવા દેવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત હોટલ અને રેસ્ટોરન્ટ પણ રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે ભારત સરકારના દિશા નિર્દેશો અનુસાર સમગ્ર રાજ્યમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુનો અમલ કરવાનો રહેશે. કેન્દ્ર સરકારે તારીખ 1 જુલાઈથી અનલૉક 2 અંતગર્ત જે નવા દિશા નિર્દેશો આપેલા છે.

  • રાજ્ય સરકારે અનલોક-2માં સમય મર્યાદા વધારી
  • અનલોક-2માં તમામ દુકાનો સાંજે 8 સુધી રાખી શકાશે ચાલુ
  • રેસ્ટોરન્ટ રાત્રીના 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે

આ પહેલા UNLOCK 1માં સાંજના 7 વાગ્યા સુધી જ વ્યાપાર-ધંધા અને રેસ્ટોરન્ટ ખુલ્લા રાખવાની છૂટ આપવામાં આવી હતી. જ્યારે રાત્રિના 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યુનો લાદવામાં આવ્યો હતો. આમ હવે દુકાન ધારકોને એક કલાકની અને રેસ્ટોરન્ટ માલિકોને બે કલાકની વધુ રાહત આપી છે. જ્યારે કર્ફ્યુમાં પણ 1 કલાકની રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે.

UNLOCK 2ની મહત્વની વાતો

આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી, મેટ્રો રેલ, સિનેમા હોલ, જીમ, સ્વિમિંગ પુલ, એન્ટેરટેઈનમેન્ટ પાર્ક, થિયેટર્સ, બાર, ઑડિટોરિયમ, એસેમ્બલી હોલ અને ભીડ ભેગી થાય તેવી કોઈ પણ જગ્યાઓ બંધ રહેશે.

શૈક્ષણિક સંસ્થાનઃ

UNLOCK 2ની ગાઇડલાઇન અનુસાર, સ્કૂલ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ અને કૉચિંગ ઈન્સ્ટિટ્યૂશન્સ 31 જુલાઈ સુધી બંધ રહેશે. ઑનલાઈન અને ડિસ્ટન્સ લર્નિંગને પહેલાંની જેમ મંજૂરી યથાવત્ રહેશે. સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્નમેન્ટની ટ્રેઇનિંગ ઈન્સ્ટિટ્યૂટ્સને 15 જુલાઈ, 2020થી શરતોને આધારે શરૂ કરવાની પરવાનગી અપાઈ છે. 

જાહેર કાર્યક્રમોઃ

સોશ્યલ, પોલિટિકલ, સ્પોર્ટ્સ, એન્ટરટેઈનમેન્ટ, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને મોટા સમૂહમાં ભેગા થાય તેવી તમામ પ્રવૃત્તિઓ પર 31 જુલાઇ સુધી પ્રતિબંધ રહેશે. જાહેર જગ્યાઓ, કાર્યસ્થળો પર અને પરિવહન દરમિયાન ફેસ કવર પહેરવું જરૂરી છે.

આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સઃ

આંતરરાષ્ટ્રીય ઉડાનો પર 31 જૂલાઇ સુધી પ્રતિબંધ રહેશે. જોકે ગૃહ મંત્રાલય દ્વારા જે આંતરરાષ્ટ્રીય ઉડાનોને મંજૂરી મળી હશે, તેમને ઉડાન ભરવાની છૂટ રહેશે.

ડોમેસ્ટિક ફ્લાઇટ્સઃ

મર્યાદિત સંખ્યામાં ડોમેસ્ટિક ફ્લાઇટ્સ અને પેસેન્જર ટ્રેનોને મંજૂરી આપવામાં આવી છે. આનું સંચાલન પણ આગળ પણ યથાવત રહેશે.

રાત્રિ કર્ફ્યૂઃ

રાત્રિ કર્ફ્યૂનો સમય બદલવામાં આવ્યો છે. જે હવે રાત્રે 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી રહેશે. ઇન્ડસ્ટ્રિયલ યૂનિટ, રાષ્ટ્રીય અને પ્રાદેશિક હાઇવે પર લોકોની અવરજવન અને માલની ગાડી, કારગોના લોડિંગ અને અનલોડિંગ, બસ, ટ્રેન, પ્લેનને ઉતર્યા બાદ લોકોએ પોતાના સ્થળે જતી વખતે રાત્રિ કર્ફ્યૂમાં છૂટ આપવામાં આવી છે.

ઉપરોક્ત જણાવેલી પ્રવૃત્તિઓ હાલ તો બંધ રહેશે પરંતુ સ્થિતિ પ્રમાણે શરૂ કરવાનો કોઈ નિર્ણય લેવાય છે તો તેનો અલગથી નિર્ણય લેવાઈ શકે છે જેમાં શરતોને આધારે શરૂ કરવાની પરવાનગી આપી શકાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ