બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / gujarat titans director of cricket said shubman gill can be next captain

IPL 2023 / ગુજરાત ટાઈટન્સનો હવે પછીનો કપ્તાન કોણ? શુભમન ગિલને મળશે ચાન્સ, ટીમના અધિકારી કર્યો મોટો દાવો

Bijal Vyas

Last Updated: 10:30 PM, 23 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ગુજરાત ટાઇટન્સ ટીમ ટાઈટલ જીતવામાં સફળ રહી હતી

  • ગયા વર્ષે, ટીમે પ્રથમ વખત IPLમાં ભાગ લીધો હતો
  • શુભમનનો IPL 2022માં તેનો સર્વોચ્ચ સ્કોર 96 રન હતો
  • ગિલે વનડેમાં બેવડી સદી ફટકારતા 6 સદી ફટકારી છે

IPLની ટીમ ગુજરાત ટાઇટન્સના ડાયરેક્ટર ઓફ ક્રિકેટ વિક્રમ સોલંકીએ શુભમન ગિલના વખાણ કર્યા છે. તેમનુ કહેવુ છે કે આ યુવા બેટ્સમેનનું ક્રિકેટ માટે શાર્પ દિમાગ છે. તે ભવિષ્યમાં ટીમનું નેતૃત્વ કરી શકે છે. વિક્રમ સોલંકીના જણાવ્યા અનુસાર, 'શુબમન ગયા વર્ષે ટીમના લીડરશિપ ગ્રુપનો ભાગ હતો'. હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ગુજરાત ટાઇટન્સ ટીમ ટાઈટલ જીતવામાં સફળ રહી હતી. ગયા વર્ષે, ટીમે પ્રથમ વખત IPLમાં ભાગ લીધો હતો.

વિક્રમ સોલંકીએ કર્યા વખાણ 
શુભમન ગિલ માટે છેલ્લા કેટલાક મહિનાઓ શાનદાર રહ્યા છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના આ યુવા બેટ્સમેને વનડેમાં બેવડી સદી ફટકારતા 6 સદી ફટકારી છે. પોતાના શાનદાર પ્રદર્શનને કારણે અંડર-19 વર્લ્ડ કપ વિજેતા શુભમન ગિલે ભારતની ટેસ્ટ, ODI અને T20 ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ગુજરાત ટાઇટન્સના ડિરેક્ટર ઓફ ક્રિકેટ વિક્રમ સોલંકીએ તેની પ્રશંસા કરતા કહ્યું, 'શું મને લાગે છે કે શુભમન ભવિષ્યમાં ટીમનો કેપ્ટન બનશે? હા ચોક્ક્સ. પરંતુ હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેની પાસે નેતૃત્વના ગુણો છે અને તે ખૂબ જ પરિપક્વ છે. તેની પાસે ઘણી પ્રતિભા છે'.

સોલંકીએ વધુમાં કહ્યું કે, તેની પાસે બહુ જ સ્માર્ટ ક્રિકેટિંગ મગજ છે અને અમે શુભમન સાથે વાતચીત કરવાનું ચાલુ જ રાખીશું અને અમારા દરેક નિર્ણય પર તેમની સલાહ લેશે. વધુમાં કહ્યું કે, 'શુભમન પોતે એક નેતા છે કારણ કે તે ઘણી જવાબદારી લે છે. મારા મગજમાં એ મહત્વનું નથી કે તમે ખેલાડીના નામની આગળ સ્ટારનું ચિન્હ લગાવીને રમો છો. શુભમને ગયા વર્ષે તેના વર્તન અને રમત પ્રત્યેના તેના વ્યાવસાયિક વલણથી સાથે નેતૃત્વની ભૂમિકા ભજવી હતી.

છેલ્લી સિઝનમાં શાનદાર પ્રદર્શન
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022માં શુભમન ગિલે તેની ટીમ ગુજરાત ટાઇટન્સ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ગત સિઝનમાં તેણે બેટથી 483 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે ચાર સદી ફટકારી હતી. IPL 2022માં તેનો સર્વોચ્ચ સ્કોર 96 રન હતો. હાર્દિક પંડ્યા પછી તે ગુજરાત ટાઇટન્સ માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ