બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Gujarat Meteorological Department forecasts cold for 3 days

ગુલાબી ચમકારો / હવામાન વિભાગની મોટી આગાહી: આજથી આટલા દિવસ સુધી પડશે હાડ થિજવતી ઠંડી, માવઠાની શક્યતા નહિવત

Vishnu

Last Updated: 11:12 AM, 10 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડિપ્રેશનથી ડબલ સિઝનનો અનુભવ, ઠંડીનો પારો એકાએક નીચે આવતા ગુલાબી ચમકારો

  • રાજ્યમાં ઠંડીનો વધારો થશે 
  • આગામી 3 દિવસ સુધી ઠંડીનો ચમકારો જોવા મળશે
  • ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આકરી ઠંડી પડવાની સંભાવના


શિળાયાની સિઝન શરૂ થતા જ હવે ધીમે ધીમે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, ગુલાબી ઠંડીનું જોર વધતા લોકો તાપણાનો સહારો પણ લેતા જોવા મળી રહ્યા છે ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આવનાર ત્રણ દિવસ હાડ થીજવતી ઠંડી પાડવાની સંભવાના છે ઉત્તર-પૂર્વમાં પવનો તેજ થતાં તાપમાનનો પારો ગગડશે હાલ રાજ્યમાં ધીરે ધરી ઠંડીનો પારો નીચે ઉતરી રહ્યો છે.ડિપ્રેશનથી ડબલ સિઝનનો અનુભવ થઈ રહ્યો છે બપોરના સમયે તાપ લાગી રહ્યો છે તો રાત્રે તેમજ વહેલી સવારમાં જોરદાર ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. થોડા દિવસ અગાઉ આગાહી હતી કે કમોસમી વરસાદ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પડશે પણ આજના હવામાન વિભાગના અનુમાન મુજબ માવઠું થવાની શક્યતા ના બરોબર છે. જે રાહતનો વિષય છે.

શહેર તાપમાન (ડિગ્રી)
ગાંધીનગર 16.5
નલિયા 15
વલસાડ 16.5
વડોદરા 18
ડીસા 16.8
કંડલા એયરપોર્ટ 17.4
અમરેલી 17.4
કેશોદ 17.6
અમદાવાદ 18
વલ્લભ વિદ્યાનગર 18.1
ભુજ 19.5
સુરેન્દ્રનગર 19.4
પોરબંદર 22.5

રાજ્યમાં ફુલ ગુલાબી ઠંડીનો અહેસાસ
હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ, કચ્છના વિસ્તારોમાં ઠંડીનું જોર વધવાની આગાહી કરી છે. અત્યારે રાજ્યમાં ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જ્યારે દિવસ અને રાતના તાપમાનમાં લગભગ 10થી 12 ડીગ્રીનો તફાવત જોવા મળી રહ્યો છે. વલસાડ અને નલિયામાં લઘુતમ 15 ડીગ્રી તાપમાન નોંધાયું છે. તો અમદાવાદમાં પણ તાપમાન નીચું જતાં ઠંડીમાં વધારો થયો છે. તો આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આકરી ઠંડી પડવાની હવામાન વિભાગની આગાહી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ