બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / gujarat local body election starts voting

મહામારીમાં મતદાન / ગુજરાતની 6 મનપા ચૂંટણીનું કુલ સરેરાશ મતદાન 41.75 ટકા થયું, 23 ફેબ્રુઆરીએ પરિણામ

Parth

Last Updated: 07:19 PM, 21 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતની 6 મહાનગરપાલિકાઓમાં આજે શાંતિપૂર્ણ મતદાન યોજાયું. કોરોના મહામારીને લઇને સામાન્ય મતદાન થયું છે. ત્યારે ગુજરાતની 6 મહાનગરપાલિકાઓ પર જાણો કેટલું મતદાન થયું...

  • ગુજરાતની 6 મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન પૂર્ણ
  • સરેરાશ 41.75 ટકા મતદાન નોંધાયું
  • શાંતિપૂર્ણ મતદાન યોજાયું, 23 ફેબ્રુઆરીએ પરિણામ

6 મનપા ચૂંટણીનું મતદાન પૂર્ણ, સરેરાશ 41.75 ટકા મતદાન નોંધાયું, 23 ફેબ્રુઆરીએ પરિણામ

ગુજરાતની 6 મહાનગરપાલિકા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર મનપાની 575 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. સરેરાશ 41.75 ટકા મતદાન થયું છે. અમદાવાદમાં સૌથી ઓછું 38.73% મતદાન અને જામનગરમાં સૌથી વધુ 49.64% મતદાન નોંધાયું છે. તો રાજકોટ 45.74%, સુરત 42.72%, વડોદરા 42.82%, ભાવનગરમાં 43.66% મતદાન થયું છે. ગત ચૂંટણી કરતા ઓછું મતદાન નોંધાયું છે. સવારથી જ મતદાનની ટકાવારી ધીમી હતી. જોકે બપોર બાદ અચાનક ઉછાળો આવ્યો હતો. શહેરી વિસ્તારમાં લોકો બહાર ન નિકળ્યા. તમામ જગ્યાએ એકંદરે શાંતિપૂર્ણ મતદાન થયું. તમામ 2200 ઉમેદવારોના ભાવી EVM મશીનમાં કેદ થયા છે. 23 ફેબ્રુઆરીએ મતગણતરી યોજાશે.

5.50: અમદાવાદમાં સૌથી ઓછું 35 ટકા મતદાન

આજે સામાન્ય મતદાન થયું છે. જેમાં અમદાવાદમાં સૌથી ઓછું સરેરાશ 35 ટકા મતદાન નોંધાયું. તો સૌથી વધુ જામનગરમાં 50 ટકા મતદાન થયું. જ્યારે સુરતમાં 42 ટકા, રાજકોટમાં 45 ટકા, ભાવનગરમાં 44 ટકા અને વડોદરામાં 45 ટકા સરેરાશ મતદાન થયું છે.

કોરોના હોવા છતાં મહાનગરોમાં સારુ મતદાન થયુંઃ પાટીલ

6 મહાનગરોમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મતદાનને લઇ સી.આર. પાટીલે કહ્યું કે, કોરોના હોવા છતાં મહાનગરોમાં સારુ મતદાન થયું. ભાજપ 100 ટકા જીતશે.

5.00: પત્ની સાથે મતદાન કર્યા બાદ મુખ્યમંત્રીએ આપ્યું નિવેદન

રાજકોટ મતદાન કરવા માટે પહોંચેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, જનતાની શુભકામનાઓ અને પ્રાર્થનાઓ માટે તમામનો આભારી છું, આજે મારો RT-PCR ટેસ્ટ નેગેટિવ ટેસ્ટ આવ્યો, કોરોનાગ્રસ્તમાંથી હું કોરોનામુક્ત થયો છું. ગુજરાત છેલ્લા ઘણા સમયથી કોરોના સામે લડી રહ્યો છે. લગભગ 97.50 ટકા રિકવરી રેટ નોંધાઇ રહ્યો છે. ડૉક્ટરો, દવા અને સારી સારવાર મળી રહી છે. ભગવાનનો આભાર મને જલ્દી સારવાર મળી ગઇ. ઝડપથી સ્વસ્થ થઇને આજે રાજકોટ સીધો મતદાન માટે આવ્યો છું. ગુજરાતની જનતાને ફરી વખત નમસ્કાર. હજુ પણ એક કલાક બાકી છે, મતદારો ઝડપથી પોતાનું મતદાન કરે અને પોતાની ફરજ નિભાવે. વધુમાં વધુ મતદાન થાય.

5.00: CM રૂપાણી રાજકોટ અનિલ જ્ઞાન મંદીરમાં મતદાન કરવા પહોંચ્યા

મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલથી સીધા રાજકોટ પહોંચ્યા છે. રાજકોટ એરપોર્ટ પર CMનું સ્વાગત કરાયું છે. નીતિન ભારદ્વાજ સહીતના આગેવાનો રાજકોટ એરપોર્ટ પર હાજર રહ્યા. મુખ્યમંત્રી વિજય રૂપાણી પત્ની અંજલી રૂપાણી સાથે રાજકોટમાં અનિલ જ્ઞાન મંદીરમાં પહોંચ્યા. કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવતા CM હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે.

CM રૂપાણીનો કોરોના રિપોર્ટ નેગેટીવ, રાજકોટ ખાતે મતદાન કરશે

14 ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી રૂપાણી વડોદરામાં ચૂંટણી સભા દરમિયાન ઢળી પડ્યા હતા. બાદમાં તેમના સ્વાસ્થ્યની ચકાસણી માટે અમદાવાદની UN મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં 15 ફેબ્રુઆરીએ તેમનો કોરોનાનો RT-PCR રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ત્યારે હવે એક અઠવાડિયાની અંદર મુખ્યમંત્રીએ કોરોનાને મ્હાત આપી છે. આજે (21 ફેબ્રુઆરી) તેમનો કોરોનાનો RT-PCR રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. યુ.એન.મહેતા હોસ્પિટલમાંથી CM ડિસ્ચાર્જ થયા છે. તો બીજી તરફ આજે મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન યોજાઇ રહ્યું છે. CM રૂપાણી સાંજે 5 વાગે રાજકોટ ખાતે મતદાન કરવા માટે નીકળ્યા છે.

ભાવનગર સ્ટેટ યુવરાજ સાહેબ જયવીરરાજસિંહે મતદાન કર્યું

વોર્ડ નંબર 8 કુમાર શાળા છાત્રાલય બુથ ખાતે પોતાના ધર્મપત્ની સાથે ભાવનગર સ્ટેટ યુવરાજ સાહેબ જયવીરરાજસિંહે મતદાન કર્યું છે. તેમણે પ્રજાને પણ વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી છે.

હિતુ કનોડિયાએ મતદાન માટે કરી અપીલ

ભાજપના ઇડરના ધારાસભ્યે હિતુ કનોડિયાએ મતદાન માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, મતદાન ફરજ અને હક છે. હકથી મતદાન અંગે અપીલ કરતો આવ્યો છું. હકથી મતદાન કરો હકથી તમારા હક માટે રજુઆત કરો.

બપોરે 1 વાગ્યા સુધીનું મતદાન

બપોર પછી મતદાન માટે લાગી લાઈનો જામનગર-રાજકોટમાં સૌથી વધુ મતદાન થયુ છે. 

રાજકોટ આપના કાર્યકરો પર હુમલો

રાજકોટ લક્ષ્મીનગર મેઈન રોડ પર આપના કાર્યકરો પર હુમલો થયો હતો. જેમાં કાર્યાલયમાં તોડફોડ થઇ હોવાના અહેવાલો પણ પ્રાપ્ત થયાં હતા. ભાજપે તોડફોડ કરી હોવાનો આપે આક્ષેપ કર્યો હતો.

ભાવનગરમાં વિકલાંગ દંપતિએ કર્યું મતદાન

ભાવનગરમાં મતદાન ને લઈને લોકોમાં ધીમેધીમે આવી છે જાગૃતતા ભાવનગરના આનંદનગર વિસ્તારમાં જલારામ પ્રાથમિક શાળામાં એક વિકલાંગ દંપતીએ કર્યું મતદાન વિકલાંગ દંપતીએ પોતાની શારીરિક ખોડખાંપણ ને એકબાજુ મૂકી લોકશાહીને મજબૂત બનાવવા લોકોને કરી અપીલ

અલ્પેશ ઠાકોરે કર્યું મતદાન

ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે પણ મતદાન કર્યું હતું. મતદાન બાદ તમામ મનપામાં ભાજપનો કબ્જો થશે તેવું નિવેદન આપ્યું હતું. આ સાથે જ પરેશ ધાનાણીના ટ્વીટ પર અલ્પેશ ઠાકોરે જવાબ આપતા કહ્યું કે, ગુજરાત ખાલીખમ નહીં અડીખમ છે

કોંગ્રેસે ECમાં કરી ફરિયાદ 

અમદાવાદ મનપામાં મતદાનને લઇ કોંગ્રેસે ECમાં કરી ફરિયાદ નોંધાવી છે. કોંગ્રેસના ચૂંટણી સંકલન સમિતિના ચેરમેને ECમાં કરી ફરિયાદ કરવા પહોંચ્યા હતા જેમાં તેમણે વટવામાં મતદાન પ્રક્રિયા પ્રભાવિત કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, બુથ નં-62થી 71માં મતદાન કેન્દ્ર બહાર નાસીકમુલ્લા અને મુન્નાભાઇ મતદારોને ધમકાવી રહ્યા છે. આ મામલે ચૂંટણી પંચને યોગ્ય કાર્યવાહી કરે તેવી રજૂઆત કરી હતી. 

અમદાવાદમાં ગૃહમંત્રીઅમિત શાહે કર્યુ મતદાન

ગૃહમંત્રી અમિત શાહે નારણપુરામાં અર્બન હેલ્થ સેન્ટરમાં મતદાન કર્યું. પરિવાર સાથે અમિત શાહ મતદાન કરવા માટે પહોંચ્યા હતા. મતદાન કર્યા બાદ અમિત શાહે કહ્યું ભાજપની જીતનો વિસ્વાસ વ્યક્ત કર્યો હતો. સાથે જ  મતદારોને મતદાન માટે અપીલ કરી હતી. અમિત શાહે જણાવ્યું હતું કે,રાજ્યમાં વિકાસની યાત્રા શરૂ થઇ છે.

10 વાગ્યા સુધીનું મતદાન

અમદાવાદમાં મતદાન

અમિત શાહે પરિવાર સાથે મતદાન કર્યુ

અમદાવાદ પશ્ચિમના સાંસદ ડો. કિરિટ સોલંકીએ પરિવાર સાથે મતદાન કર્યું. 

રાજકોટ મહાપાલિકાની ચૂંટણીમાં રાજકોટના રાજવી માંધાતાસિંહ વિન્ટેજ કારમાં પહોંચ્યા મતદાન કરવા પહોંચ્યા હચા. લોકોને વધુમાં વધુ મતદાન માટે અપીલ કરી હતી. ભાવનગર મહાનગર પાલીકા ચૂંટણીમાં જીતુ વાઘણી પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. ઢોલ-નગારા મિત્ર વર્તુળ સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. 

જામનગર મહાનગરપાલિકા મતદાન 

ભાજપના ઉમેદવાર ગોપાલ સોરઠીયા  વ્હીલચેર પર મતદાન કરવા પહોંચ્યા હતા. બંને પગમાં ફ્રેકચર હોવાના કારણે ઓનલાઈન પ્રચાર કર્યો હતો. અને તેમણે લોકશાહી જીવંત રાખવા લોકોને વધુને વધુ મતદાન કરવા કરી અપીલ કરી હતી.

ભાજપા પ્રમુખ C R Patil પણ મતદાન કર્યુ. 

સવારે 9 વાગ્યા સુધીનું મતદાન

પહેલા મતદાન પછી નિકળી જાન

અમદાવાદમાં વરરાજાએ લગ્ન કરવા જતા પહેલા મતદાનની ફરજ નિભાવી હતી. થલતેજમાં વરરાજાએ મત આપ્યો હતો. હિંમતનગર જાન જવા નિકળે તે પહેલા મત આપ્યો હતો. 

 


 

સવારે 8 વાગ્યા સુધી કયા કેટલું મતદાન :

અમદાવાદમાં02%, સુરતમાં 03%, વડોદરામાં 1.5%, રાજકોટમાં 02%, ભાવનગમાં 1.5%, જામનગરમાં 01% મતદાન થયું

CM રૂપાણી રાજકોટ ખાતે મતદાન કરશે. સાંજે 5 વાગે રાજકોટ મતદાન કરશે. PPE કીટ પહેરી કોરોના ગાઇડલાઇનનું પાલન કરશે અને આ માટે UN મહેતા હોસ્પિટલથી એર એમ્બ્યુલન્સમાં રાજકોટ પહોંચશે. તેઓ કોરોનાની સારવાર માટે હાલ અમદાવાદની UN મહેતા હોસ્પિટલમાં દાખલ છે. રાજકોટથી સાંજે 8:45 વાગે અમદાવાદ પરત ફરશે. 

89 વર્ષની જૈફ વયે પણ મતદાન માટે પહોંચ્યા

ગુજરાતની મહાપાલિકાની ચૂંટણીમાં મતદાનને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં વૃદ્ધ દંપતિ વહેલી સવારે મતદાન માટે પહોંચ્યા હતા. 89 વર્ષના અંબાલાલ જાદવ અને તેમના પત્ની નિર્મલા જાદવે મતદાન કર્યુ હતું. પત્ની નિર્મલા જાદવ ટેકા વગર નથી ચાલી શકતા છતાં યુવાનોને મતદાન કરવા આ વૃદ્ધ દંપત્તિએ અપીલ કરી હતી. 

કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કર્યુ મતદાન

કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ મતદાન કર્યા બાદ કોંગ્રેસની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો 

ઉર્જા મંત્રી સૌરભ પટેલે કર્યુ મતદાન

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ આજે જામ્યો છે ત્યારે ઉર્જા મંત્રી સૌરભ પટેલે અમદાવાદમાં મતદાન કર્યું છે. 

વડોદરાના છાણી ગામની ઘટના

વડોદરામાં મતદાન શરૂ થતા જ ખોટકાયું EVM : છાણી ગામની ગંગાબાઈ સ્કૂલમાં EVM ખોટકાયું, મશીન રિપેરિંગની કામગીરી હાથ ધરાઈ

ગુજરાતમાં આજે મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે આજે મતદાન મથકો પર કોરોનાને ધ્યાને રાખીને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સામાજિક અંતર સાથે મતદાન થાય તે માટે ખાસ તકેદારી રાખવા માટે કહેવામાં આવ્યું છે તથા મતદાન મથક ઉપર સર્કલ કરવામાં આવ્યા છે. 

મતદાન પહેલા દરેક મતદારનું તાપમાન ચેક કરવામાં આવશે તથા કર્મચારીઓ માટે માસ્ક, PPE કીટ, હાથમોજાની વ્યવસ્થા કરવામાં આવી છે. મતદારોને પણ જમણા હાથે પહેરવા માટે હાથમોજા અપાશે. બુથ ઉપર મેડિકલ ઈમરજન્સી માટે મેડિકલ કીટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 

ગુજરાતની 6 મહાપાલિકાની આજે ચૂંટણી થઈ રહી છે જેમાં અમદાવાદના 48 વોર્ડ માટે 4 હજાર 550 મતદાન મથક ફાળવવામાં આવ્યા છે. અમદાવાદ મહાપાલિકામાં 23 લાખ 71 હજાર 60 પુરૂષ મતદાતા છે જ્યારે 21 લાખ 70 હજાર 141 સ્ત્રી મતદાતા છે. મતદાન શરૂ કરતા પહેલા મોક પોલ પણ કરાયો હતો. આજે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ