બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Gujarat lags behind in Centre's performance grading index report

મહામંથન / કેન્દ્રના પર્ફોર્મન્સ ગ્રેડિંગ ઈન્ડેક્સના રિપોર્ટમાં ગુજરાત પાછળ ધકેલાયું.!, શિક્ષણનું સ્તર સતત ખોખલું કેમ બનતું જાય છે?

Vishal Khamar

Last Updated: 09:58 PM, 10 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિક્ષણ મંત્રાલયે પર્ફોર્મન્સ ગ્રેડિંગ ઈન્ડેક્સ 2021-2022નો રિપોર્ટ જારી કર્યો છે. ત્યારે PGIના રિપોર્ટમાં ગુજરાત 5માં ક્રમે રહ્યું છે. તેમજ છેલ્લા ચાર વર્ષમાં પર્ફોર્મન્સ ગ્રેડિંગ ઈન્ડેક્સમાં ગુજરાત ત્રણ ક્રમ નીચે ઉતર્યું. PGIના રિપોર્ટમાં ગુજરાતનો સ્કોર ઘટ્યો છે.

આ વાત છે પર્ફોર્મન્સ ગ્રેડિંગ ઈન્ડેક્સના રિપોર્ટની. 2021-2022ના કેન્દ્ર સરકારના રિપોર્ટમાં શિક્ષણના સ્તરનો ઉલ્લેખ છે જેમાં ગુજરાત પાંચમા ક્રમે ધકેલાયુ છે. છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતનો પર્ફોર્મન્સ ગ્રેડિંગ ઈન્ડેક્સ ત્રણ ક્રમ નીચે ધકેલાયો છે. પર્ફોર્મન્સ ગ્રેડિંગ ઈન્ડેક્સના 70 જેટલા માપદંડ હોય છે, તમામ માપદંડનો તલસ્પર્શી અભ્યાસ કર્યા બાદ જે તે રાજ્યને માર્ક્સ આપવામાં આવે છે.

  • PGIના રિપોર્ટમાં ગુજરાતનો સ્કોર ઘટ્યો
  • પર્ફોર્મન્સ ગ્રેડિંગ ઈન્ડેક્સમાં વિવિધ 70 માપદંડની સમીક્ષા થાય છે
  • સમીક્ષાઓના આધારે કુલ 1 હજાર પોઈન્ટ્સનું સ્કોરકાર્ડ બને છે

ગુજરાતમાં શિક્ષણને લગતી ધ્યાન ખેંચનારી ઘટનાઓ તાજેતરમાં પણ બની હતી જેમાં IAS ધવલ પટેલે છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારમા શિક્ષણની સ્થિતિ અંગેનો આકરો રિપોર્ટ આપ્યો હતો, જયારે તાજેતરમાં જ પંચમહાલના અંતરિયાળ વિસ્તારમાં DDO સરપ્રાઈઝ વિઝીટે ગયા ત્યારે ચોંકાવનારી સ્થિતિ સામે આવી. વિદ્યાર્થીઓ તો ઠીક, શિક્ષકોને પણ સવાલોના જવાબ નહતા આવડતા. સવાલ એ છે કે સારા શિક્ષણના દાવાની વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોમાં શિક્ષણનું સ્તર બગડ્યું કેમ?

PGIના રિપોર્ટમાં ગુજરાતનું કેવું પર્ફોર્મન્સ?

1000 પોઈન્ટ્સમાંથી માર્ક્સ

2018
818
 
2019
870
 
2020
884
 
2021
903
 
2022
599
  • શિક્ષક જે ભણાવે છે તે સમજવા કે સમજાવવામાં રાજ્યના વિદ્યાર્થી પાછળ
  • શિક્ષણમાં નિષ્પક્ષતાના મુદ્દે રાજ્યના વિદ્યાર્થીઓ અને શિક્ષકો અવ્વલ
  • PGIના રિપોર્ટમાં ગુજરાત લર્નિંગ આઉટકમમાં પાછળ 

PGIના રિપોર્ટના અન્ય તારણ શું?
શિક્ષક જે ભણાવે છે તે સમજવા કે સમજાવવામાં રાજ્યના વિદ્યાર્થી પાછળ. શિક્ષણમાં નિષ્પક્ષતાના મુદ્દે રાજ્યના વિદ્યાર્થીઓ અને શિક્ષકો અવ્વલ.  PGIના રિપોર્ટમાં ગુજરાત લર્નિંગ આઉટકમમાં પાછળ. રાજ્યના ચાર મહાનગરોમાં વડોદરા PGIના રિપોર્ટમાં આગળ છે.  વડોદરા પછી અમદાવાદ, સુરત અને રાજકોટનો ક્રમ છે.  PGIની ટોચની 5 કેટેગરીમાં દેશનું એકપણ રાજ્ય નથી. 

  • રાજ્યના ચાર મહાનગરોમાં વડોદરા PGIના રિપોર્ટમાં આગળ
  • વડોદરા પછી અમદાવાદ, સુરત અને રાજકોટનો ક્રમ
  • PGIની ટોચની 5 કેટેગરીમાં દેશનું એકપણ રાજ્ય નથી
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ