બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / gujarat in a new vehicle will now be available only after getting a number plate

મહત્વનો નિર્ણય / આજથી ગુજરાતમાં નંબર પ્લેટ લાગ્યા બાદ જ વાહન મળશે, વાહનચાલકોને RTOના ધક્કામાંથી મળશે મુક્તિ

Malay

Last Updated: 03:44 PM, 16 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat News: ગુજરાતમાં આજથી નવું વાહન નંબર પ્લેટ લાગ્યા બાદ જ માલિકને મળશે. હવેથી નંબરનું કામ RTOને બદલે ડિલર્સ દ્વારા જ કરવામાં આવશે. જેથી વાહન ચાલકોને હવે નંબર પ્લેટના કામો માટે RTOના ધક્કા ખાવા નહીં પડે.

 

  • નંબરપ્લેટ વગરના નવા વાહનો નહીં મળે
  • શોરૂમ સંચાલકો વાહનો નહીં આપી શકે
  • નંબર પ્લેટ વગરના વાહનો નહીં આપી શકે

ગુજરાતમાં નવા વાહનોમાં TC નંબર સિસ્ટમ દૂર કરવામાં આવી છે. નવા નિયમ પ્રમાણે, હવેથી શોરૂમમાંથી વાહન ખરીદતા જ નંબર પ્લેટ લગાવી આપવામાં આવશે. નંબર પ્લેટ લાગ્યા બાદ જ વાહન શોરૂમમાંથી બહાર નીકળી શકશે. 

No description available.

ડિલર્સે કરવાની રહેશે કામગીરી
હવેથી નવા નંબર કાઢવાની અને નંબર પ્લેટ લગાવવાની કામગીરી પણ ડિલર્સે જ કરવાની રહેશે. તમામ વાહનોના રજિસ્ટ્રેશનથી લઈને નંબરની ફાળવણી સુધીની પ્રક્રિયા શોરૂમમાંથી જ કરવામાં આવશે, જેથી ફી અને ટેક્સ ભર્યા બાદ તરત જ વાહનમાં નંબર પ્લેટ પણ લાગી જશે.

RTOના ધક્કા નહીં ખાવા પડે
આજથી નંબર પ્લેટ વગર વાહનોની ડિલીવરી શોરૂમ સંચાલકો કરી શકશે નહીં. વાહનની ખરીદી બાદ સૌથી પહેલા ગ્રાહકોએ HSRP નંબર પ્લેટ મેળવવાની રહેશે. જે નંબર પ્લેટ વાહનોમાં લગાવ્યા બાદ જ ગ્રાહકોને ડિલીવરી કરી શકાશે. જેના કારણે હવે વાહનચાલકોને આરટીઓના ધક્કામાંથી મુક્તિ મળશે. 

હવે પસંદગીના વાહન નંબર માટે આપવા પડશે વધુ પૈસા, જાણો કોનો કેટલો ભાવ |  vehical number plate charge by RTO Gujarat

....તો RTO દ્વારા શોરૂમ સંચાલકો સામે કરાશે કાર્યવાહી
જો કોઈ નંબર પ્લેટ વગરનું નવું વાહન રસ્તા પર ફરતું દેખાશે તો ડિલર સામે પણ કાર્યવાહી થઈ શકે છે. જો કાઈ શોરૂમ સંચાલક ગેરરીતિ આચરશે તો RTO દ્વારા તેની સામે કાયદાકીય પગલા ભરવામાં આવશે.

કેન્દ્ર હા પાડે એટલી જ વાર: હવે વ્હીકલ ખરીદતાની સાથે જ લાગી જશે નંબર પ્લેટ,  RTOના ધક્કા બંધ | The state government is going to take an important step  regarding the number

એક અઠવાડિયા જેટલો સમય લાગતો
અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર ચાલતી પ્રોસેસ વિશે વાત કરીએ નવા વાહનની ખરીદી બાદ વાહનના દસ્તાવેજને ડિલર દ્વારા RTOને મોકલવામાં આવતા હતા. જે બાદ RTO દ્વારા તે વાહનના દસ્તાવેજોની ખરીઈ કર્યા બાદ આ નંબરની એચએસઆરપી નંબર પ્લેટ તૈયાર કરવા યાદી મોકલવામાં આવતી હતી. નંબર પ્લેટ તૈયાર થઈને આવ્યા બાદ વાહનમાલિકને જાણ કરવામાં આવતી હતી. આમાં એક અઠવાડિયા જેટલો સમય લાગતા હતો. તો જ્યારે કોઈ પસંદગીનો નંબરની ખરીદે  તો તેમાં વધારે સમય લાગે હતો. જોકે, હવે આ માટે પણ વધારે રાહ જોવી પડશે નહીં. આ ઉપરાંત હવેથી વાહનોના રજિસ્ટ્રેશનથી લઈ નંબર પ્લેટની પ્રક્રિયા શો-રૂમથી જ થશે. ફી અને ટેક્સ ભર્યા બાદ તરત જ નવા વાહનને નંબર પ્લેટ લાગી જશે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ