બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Gujarat High Court allowed 27-week abortion for 12-year-old victim

મહત્વનો નિર્ણય / ગુજરાત હાઇકોર્ટે 12 વર્ષની પીડિતાને 27 અઠવાડિયાના ગર્ભપાતની મંજૂરી આપી: સગા પિતાએ ગુજાર્યો હતો બળાત્કાર, વળતરનો પણ કર્યો હુકમ

Dinesh

Last Updated: 06:37 PM, 6 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat High court : ગુજરાત હાઇકોર્ટે 11 વર્ષ 11 મહિનાની પીડિતાના 27 સપ્તાહના ગર્ભપાતની મંજૂરી આપી છે, પીડિતાને 2.5 લાખનું વળતર ચૂકવવા સરકારને કોર્ટે હુકમ કર્યો છે

  • 11 વર્ષ 11 મહિનાની દુષ્કર્મ પીડિતાને રાહત
  • દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી
  • ગુજરાત હાઇકોર્ટે આપી ગર્ભપાતની મંજૂરી


11 વર્ષ 11 મહિનાની દુષ્કર્મ પીડિતાને ગુજરાત હાઇકોર્ટે મોટી રાહત આપી છે. પીડિતાના 27 અઠવાડિયાના ગર્ભપાતની મંજૂરી આપતા પીડિતાને મોટી રાહત થઈ છે. અત્રે જણાવી દઈએ કે, મેડિકલ રિપોર્ટ બાદ ગુજરાત હાઈકોર્ટે પીડિતાને મંજૂરી આપી છે. આ કેસમાં સગા પિતાએ બળાત્કાર કર્યો હોવાની હાઇકોર્ટમાં રજૂઆત થઈ હતી 

પીડિતાને 2.5 લાખનું વળતર ચૂકવવા હુકમ
અત્રે ઉલ્લેખનીય છે કે, કોર્ટે ગર્ભપાતની મંજૂરીની સાથે વળતર અંગે પણ હુકમ કર્યો છે, પીડિતાને 2.5 લાખનું વળતર ચૂકવવા સરકારને કોર્ટે હુકમ કર્યો છે. હાઇકોર્ટે એક તારણ પણ નિકાળ્યું હતું કે, ટ્રાયલના અંતે ટ્રાયલ કોર્ટને જે વ્યાજબી લાગે તે વળતર સ્વતંત્ર રીતે આપવા ટ્રાયલ કોર્ટ નિર્ણય લઈ શકે છે. 

Topic | VTV Gujarati

નરાધમ પિતાએ દુષ્કર્મ આચર્યુ હતુ
પાપ્ત માહિતી મુજબ 11 વર્ષ 11 મહિનાની દીકરી સાથે તેના પિતાએ દુષ્કર્મ આચર્યું હતું, જેના લીધે 11 વર્ષની દીકરી ગર્ભવતી બની હતી. જે વાતની જાણ તેની માતાને થતાં તેણે સમગ્ર મામલે નર્મદા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તેના પતિની ધરપકડ કરીને પોક્સોના ગુના હેઠળ જેલને હવાલે કર્યો હતો.

ગુજરાતમાં કોઈપણ કેસ આગામી નવી મુદ્દત વગરનો નહીં રહે, હાઈકોર્ટનો મહત્વનો  નિર્ણય, આવી રીતે થશે સિસ્ટમેટિક કામ | An important decision has been taken  by the Gujarat ...

આ પહેલા પણ હાઈકોર્ટ આપી ચૂકી છે આવી મંજૂરી
અગાઉ સુરતની દુષ્કર્મ પીડિતાને હાઈકોર્ટે 26 સપ્તાહનો ગર્ભપાત કરવાની મંજૂરી આપી હતી. યુવતી ગર્ભવતી થઈ ગઈ હોવાથી પરિવાર દ્વારા યુવતીનો ગર્ભપાત કરાવવા હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં 23 વર્ષીય પીડિતા માનસિક અસ્થિર હોવાનો ઉલ્લેખ કરાયો હતો. ઉપરાંત અરજીમાં યુવતીના પિતાની પણ માનસિક સ્થિતિ સારી ન હોવાનો ઉલ્લેખ હતો. 23 વર્ષીય પીડિતા પર પિતાના મિત્રએ દુષ્કર્મ આચર્યુ હતું. તેનાથી તેને ગર્ભ રહી ગયો હતો. હાઇકોર્ટે તબીબોના રિપોર્ટના આધારે સગીરના ગર્ભપાત કરાવવા મંજૂરી આપી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ