બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat health department coronavirus 17 June 2020 update Gujarat

મહામારી / ગુજરાતમાં સતત પાંચમી વખત 500થી વધુ કોરોનાના કેસ આવતા કુલ આંક 25 હજારને પાર, સાથે આવ્યા સારા સમાચાર

Kavan

Last Updated: 08:05 PM, 17 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આજે સતત આઠમી વખત કોરોનાના 500થી વધુ કેસ નોંધાયા છે. જે ખરેખર ચિંતાજનક બાબત છે. ખાસ કરીને અમદાવાદમાં દર્દીઓની સંખ્યા કૂદકે-ભુસકે વધી રહી છે. આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપી હતી.

  • રાજ્યમાં 17 દિવસમાં આઠમી વખત કોરોનાના કેસ 500થી વધુ
  • અમદાવાદમાં છેલ્લા 24 કલાકમા નવા 330 કેસ નોંધાયા
  • કુલ દર્દીઓની સંખ્યા 25 હજારને પાર

આરોગ્ય વિભાગે સત્તાવાર રીતે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 520 નવા કેસ નોઁધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 25,148 થઇ છે. 

અમદાવાદમાં કોરોનાના નવા 330 કેસ નોંધાયા

અમદાવાદમાં સૌથી વધુ 330 કેસ નોંધાયા છે તો સુરતમાં છેલ્લા 24 કલાકમાં 65 નવા કેસ કોરોના વાયરસના નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 348 દર્દીઓ કોરોના વાયરસના ભરડામાંથી મુક્ત થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. આમ, અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 17,438 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. 

સત્તર દિવસમાં આઠમી વખત 500થી વધુ કેસ પરંતુ 69 ટકા દર્દીઓ 

આપને જણાવી દઇએ કે, છેલ્લા 17 દિવસમાં ગુજરાતમાં કોરોના વાયરસના 500થી કેસ નોંધાયા હોય તેવી આ આઠમી વખત બનેલી ઘટના છે. તો રાજ્ય માટે સારા સમાચાર એવા પણ છે કે, અત્યાર સુધીમાં 69 ટકા કોરોનાના દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે અને બાકીના દર્દીઓની સારવાર હાલ ચાલી રહી છે. 

વિવિધ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત

17/06/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 330
સુરત 65
વડોદરા 44
ગાંધીનગર 16
ભરૂચ 7
જામનગર 6
જૂનાગઢ 5
ભાવનગર 4
આણંદ 4
રાજકોટ 4
ખેડા 4
પાટણ 4
અન્ય રાજ્ય 4
મહેસાણા 3
ગીર સોમનાથ 3
બનાસકાંઠા 2
અરવલ્લી 2
દેવભૂમિ દ્વારકા 2
સુરેન્દ્રનગર 2
અમરેલી 2
બોટાદ 1
મહીસાગર 1
સાબરકાંઠા 1
દાહોદ 1
નર્મદા 1
નવસારી 1
મોરબી 1

24 કલાકમાં રાજ્યમાં મૃત્યુ પામેલ દર્દીઓની વિગત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની સારવાર દરમિયાન અવસાન પામેલા લોકોની વિગત પણ આ પ્રેસનોટમાં આપવામાં આવી હતી. જે પ્રમાણે ગત 24 કલાકમાં 27 દર્દીઓના મોત થયાં છે, આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1561 લોકોના કોરોના બીમારીને કારણે મોત થયાં છે. આ સાથે જ હાલ 69 લોકો વેન્ટિલેટર પર છે તો 6080 લોકો સ્ટેબલ છે. 

આ માહિતી રાતે 8 વાગ્યા સુધીની છે

જિલ્લા કુલ સાજા થયા મૃત્યુ એક્ટિવ કેસ
અમદાવાદ 17629 12278 1253 4098
સુરત 2779 2030 106 643
વડોદરા 1682 1100 47 535
ગાંધીનગર 520 307 22 191
ભાવનગર 174 121 13 40
બનાસકાંઠા 156 132 8 16
આણંદ 136 111 13 12
રાજકોટ 171 86 5 80
અરવલ્લી 152 122 14 16
મહેસાણા 193 118 9 66
પંચમહાલ 131 91 15 25
બોટાદ 69 55 2 12
મહીસાગર 121 108 2 11
ખેડા 112 79 5 28
પાટણ 123 84 10 29
જામનગર 94 61 3 30
ભરૂચ 106 46 6 54
સાબરકાંઠા 144 92 7 45
ગીર સોમનાથ 53 45 0 8
દાહોદ 49 41 0 8
છોટા ઉદેપુર 40 34 0 6
કચ્છ 107 74 5 28
નર્મદા 33 23 0 10
દેવભૂમિ દ્વારકા 18 14 0 4
વલસાડ 59 41 3 15
નવસારી 41 29 1 11
જૂનાગઢ 52 31 1 20
પોરબંદર 14 9 2 3
સુરેન્દ્રનગર 83 43 3 37
મોરબી 8 5 1 2
તાપી 6 5 0 1
ડાંગ 4 4 0 0
અમરેલી 34 11 4 19
અન્ય રાજ્ય 55 8 1 46
TOTAL 25148 17438 1561 6149
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ