બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat HC rejects arwind Kejriwal review petiton over PM Modi Degree Issue

BREAKING / PM મોદી ડિગ્રી કેસમાં CM કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટે ફરી આપ્યો ઝટકો, રિવ્યૂ પિટિશન ફગાવી

Vaidehi

Last Updated: 05:35 PM, 9 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CM અરવિંદ કેજરીવાલે PM મોદીનાં ડિગ્રી વિવાદને લઈને હાઈકોર્ટમાં જે રિવ્યૂ પિટિશન દાખલ કરી હતી જેને ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે.

  • CM અરવિંદ કેજરીવાલને વધુ મોટો ફટકો
  • ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી અરજી
  • PM મોદીની ડિગ્રીને લઈને દાખલ રિવ્યૂ પિટિશન કરી હતી 

દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે PM નરેન્દ્ર મોદીની ડિગ્રીનાં મામલામાં ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત મળી નથી. ન્યાયાલયે ગુરુવારે કેજરીવાલની એ અરજીને ફગાવી દીધી છે જેમાં PM નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રી વિશે જાણકારી પ્રદાન કરવા માટે કેન્દ્રીય માહિતી આયોગ દ્વારા ગુજરાત વિશ્વવિદ્યાલયને આપવામાં આવેલ આદેશને રદ કરવા માટેની અપીલ કરવામાં આવી હતી.

30 સપ્ટેમ્બરનાં સુનાવણી થઈ હતી
આ પહેલા ન્યાયમૂર્તિ બીરેન વૈષ્ણવની પીઠે સમીક્ષા અરજીને લઈને 30 સપ્ટેમ્બરનાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.  જ્યારે 31 માર્ચનાં જસ્ટિસ વૈષ્ણવે CICનાં એ ઓર્ડરને રદ કર્યો હતો જેમાં ગુજરાત યૂનિવર્સિટીને RTI અંતર્ગત અરવિંદ કેજરીવાલને PM મોદીની શૈક્ષણિક ડિગ્રીની જાણકારી આપવાનાં આદેશ આપવામાં આવ્યાં હતાં. આ સિવાય કોર્ટે કેજરીવાલ પર 25000નો ફાઈન પણ લગાડ્યો હતો.

 કેજરીવાલ સામે યુનિ.એ નોંધાવ્યો ગુનો
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે ગુજરાત યુનિવર્સિટીએ ગુનો નોંધાવ્યો હતો. અરવિંદ કેજરીવાલે PMની ડિગ્રીને લઈ સવાલો ઉઠાવ્યા બાદ ગુજરાત યુનિવર્સિટીએ તેમની સામે કેસ નોંધાવ્યો હતો.1 એપ્રિલે કેજરીવાલે આપેલા નિવેદનને લઈને યુનિવર્સિટીએ ફરીયાદ કરી હતી. કેસની દલીલ દરમિયાન યૂનિવર્સિટીનાં વકીલે કહ્યું કે વગર કોઈ કારણ વિવાગ ઊભો કરવા અને મામલો ગરમ રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે PM કેજરીવાલને તાત્કાલિક રિવ્યુ પિટિશન દાખલ કરવા બદલ પણ દંડ થવો જોઈએ, કારણ કે આ કેસમાં યોગ્ય ઉપાયની અપીલ દાખલ કરવાની આવશ્યકતા હતી નહીં કે રિવ્યુ પિટિશન.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ