બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Gujarat government gave good news to these employees, what is the weather forecast? Pakistan hit four defeats

2 મિનિટ 12 ખબર / ગુજરાત સરકારે આ કર્મચારીઓને આપ્યા ગુડ ન્યૂઝ, હવામાનની શું આગાહી? પાકિસ્તાને માર્યો હારનો ચોગ્ગો

Vishal Khamar

Last Updated: 10:46 PM, 28 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર-પૂર્વ અને દક્ષિણ ભારતમાં વરસાદ થઈ રહ્યો છે. તો બીજી તરફ ઉત્તર ભારતનાં રાજ્યમાંથી ચોમાસાએ સંપૂર્ણ રીતે વિદાય લીધી છે. વર્લ્ડ કપની 26 મી મેચમાં દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાનને હરાવ્યું હતું. રોમાંચક મેચમાં આફ્રિકાએ પાકિસ્તાનને 1 વિકેટે હરાવ્યું છે.

Rain alert in southern states freezing cold on hills due to snowfall

ચક્રવાતી તોફાનના કારણે ઉત્તર-પૂર્વ અને દક્ષિણ ભારતમાં વરસાદ થઇ રહ્યો છે. તો બીજી તરફ ઉત્તર ભારતનાં રાજ્યમાંથી ચોમાસાએ સંપૂર્ણ રીતે વિદાય લીધી છે. સાથે સાથે  ઘણાં રાજ્યમાં ઠંડીએ જોર પકડ્યું છે. ઉત્તરાખંડ, કાશ્મીરમાં કાતિલ ઠંડી પડી રહી છે. પહાડો પર હિમવર્ષા થઇ રહી છે, જ્યારે દિલ્હી, યુપીમાં ગાઢ ધુમ્મ્સ છવાયું છે. રાજધાની દિલ્હીમાં તાપમાન ઝડપથી નીચે જઈ રહ્યું છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર  ૩૧ ઓક્ટોબર સુધી દિલ્હીમાં સવારે ધુમ્મસ રહેશે. આ ઉપરાંત આકાશ વાદળછાયું રહેશે. દિલ્હીના ઘણા વિસ્તારોનો AQI ૩૦૦થી ઉપર એટલે કે ખૂબ જ નબળી શ્રેણીમાં નોંધાયો છે . ગઈ કાલે AQI ૨૫૬ને પાર કરી ગયો હતો. જે હવાની નબળી કક્ષામાં પહોંચ્યો હતો. આ પછી પવનની ગતિ વધતાં અને પ્રદૂષણના પાર્ટિકલ્સમાં વધારો થવાથી હવા વધુ ઝેરી બની છે. 

Gujarat High Court gave last chance to AMC over dilapidated roads and stray cattle

ગુજરાત હાઈકોર્ટે બિસ્માર રસ્તા, રખડતા ઢોર, ટ્રાફિક તેમજ પાર્કિંગની સમસ્યા સામે લાલ આંખ કરી છે. ગુજરાત હાઈકોર્ટે બિસ્માર રસ્તા અને રખડતાં ઢોરને લઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને છેલ્લી તક આપી છે. જાહેરહિતની અરજી પર સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, સ્થિતિ સુધારવા અમે એક સપ્તાહનો સમય આપીએ છીએ. સમગ્ર મામલે હાઈકોર્ટમાં આગામી સુનાવણી 7 નવેમ્બરે હાથ ધરાશે. હાઈકોર્ટના આદેશ પર આજે ત્રણ ઉચ્ચ અધિકારીઓ અમદાવાદ કોર્પોરેશનના મ્યુનિસિપિલ કમિશનર, પોલીસ કમિશનર તેમજ શહેરી વિકાસ વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરી સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન હાઈકોર્ટે અમદાવાદ પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર અને પ્રિન્સીપાલ સેક્રેટરીનો ઉધડો લીધો હતો.  

Gujarat government gave Diwali gift to these employees, they will get 7 thousand bonus, employees of the corporation will...

આગામી સમયમાં આવી રહેલા દિવાળીના તહેવારોને ધ્‍યાને લઇને વર્ગ-૪ ના કર્મચારીઓ ઉત્‍સાહપૂર્વક દિવાળી ઉજવી શકે તે માટે તેઓને રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આપવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. તેમ નાણાં વિભાગની યાદીમાં જણાવાયું છે.

Increased incidence of heart attacks in Gujarat: 4 people died of heart attacks in the last 24 hours

રાજ્યમાં હાર્ટ એટેકના સતત વધી રહેલા કેસ ચિંતાનો વિષય બની રહ્યા છે. ખાણી-પીણી અને ઝડપથી બદલાતી લાઇફસ્ટાઇલને કારણે હાર્ટ એટેકના દર્દીઓમાં વધારો થયો છે. આજકાલ લોકો હસતા-રમતા આનો શિકાર બની રહ્યા છે. હાર્ટ એટેકથી મોતના બનાવો વધતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. યુવાનો અને વૃદ્ધોના અકાળ મૃત્યુનું મુખ્ય કારણ હાર્ટ એટેક છે. ઘણા લોકો હાર્ટ એટેકને કારણે સ્થળ પર જ મૃત્યુ પામે છે, જ્યારે કેટલાક લોકો હોસ્પિટલમાં લઈ જતી વખતે મૃત્યુ પામે છે અને ઘણા લોકો હોસ્પિટલમાં મૃત્યુ પામે છે. હાર્ટ એટેકના લક્ષણો પહેલા ચોક્કસ વયના લોકોમાં જોવા મળતા હતા, પરંતુ ધીરે ધીરે આ બીમારી સામાન્ય બની રહી છે અને નાની ઉંમરના લોકો એટલે કે યુવાનો પણ તેનો શિકાર બની રહ્યા છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ હાર્ટ એટેકથી મોતના ત્રણથી વધારે બનાવ સામે આવી રહ્યા છે, એવામાં રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકમાં 4 લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. 

PM Modi's Gujarat tour program announced: Mehsana will be gifted with 4700 crore development works, Ambaji will also go

 વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 30 અને 31 ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 30 ઓક્ટોમ્બરે સવાર 9.30 નાં રોજ અમદાવાદ એરપોર્ટ પહોચ્યા બાદ વડાપ્રધાન 10.20 કલાકે અંબાજી પહોંચશે. જ્યાં વડાપ્રધાન આરાસુરી માં અંબાના દર્શનાર્થે પહોંચશે.  ત્યાર બાદ વડાપ્રધાન ખેરાલુ પહોંચશે. જ્યાં તેઓ વિશાળ જનસભાને સંબોધન કરશે. જે બાદ તેઓ ગાંધીનગર પરત ફરશે. ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે.  બીજા દિવસે તા. 31 નાં રોજ વડાપ્રધાન સવારે ગાંધીનગરથી કેવડીયા જવા રવાનાં થશે. કેવડીયા ખાતે વડાપ્રધાન એકતા પરેડમાં હાજરી આપશે. જ્યારે 1 વાગ્યે વડોદરાથી દિલ્હી જવા રવાનાં થશે. ત્યારે વડાપ્રધાનનાં ગુજરાત પ્રવાસને લઈ પોલીસ દ્વારા અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 

Important news has come out for the employees of ST Corporation of Gujarat.

ગુજરાતના એસ.ટી નિગમના કર્મચારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે એસ.ટી નિગમના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. જે મુજબ એસ.ટી નિગમના કર્મચારીઓને બાકી રહેલા એરિયર્સ 3 હપ્તેથી ચૂકવાશે. જેમાં દિવાળી પહેલા એરિયર્સનો પ્રથમ હપ્તો ચૂકવાશે. 

In UP the SDM ordered Governor Anandiben to appear

ઉત્તર પ્રદેશના બદાયુમાં સદર તહસીલના SDMએ રાજ્યપાલ આનંદીબેન પટેલના નામે સમન્સ જારી કરી હાજર થવાનો હુકમ કરતા મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ અંગેની કોપી વાયરલ થતા દેકારો બોલ્યા બાદ રાજ્યપાલ આનંદી બેન પટેલે પણ તેમના સચિવ મારફતે ડીએમને પત્ર પાઠવી જાણ કરી છે. જે કાયદેસર નિયમોનું ઉલ્લંઘન છે. જેથી નોટિસ ઈશ્યુ કરનાર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

Maulana Mahmood Madani opposed of PM Modi joining Ayodhya Mandir Innauguration

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં રામ મંદિર ઉદ્ઘાટન સમારોહમાં જવાનાં નિર્ણય પર વિરોધનાં સ્વર સંભળાવા લાગ્યાં છે. મુસ્લિમ સમાજની સૌથી મોટી ધાર્મિક સંસ્થા જમીયત ઉલેમા-એ-હિંદનાં ચીફ મૌલાના મહમૂદ અસર મદનીએ આ નિર્ણયને લઈને વિરોધ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે,' મુલ્કનાં વજીર-એ-આઝમ ( દેશનાં PM)એ ન તો કોઈ મંદિર કે ન તો કોઈ ઈબાદતગાહનાં ઉદ્ધાટનમાં જવું જોઈએ...'

america launches air strike on syria amid hamas israel war

ઈઝરાયલ-હમાસ યુદ્ધની વચ્ચે અમેરિકાએ સીરિયા પર એક સ્ટ્રાઈક કરી દીધી છે. અમેરિકી સૈન્ય વિમાનોએ પૂર્વી સીરિયામાં ઈરાન સમર્થક આતંકવાદી ગ્રુપ પર હુમલો કર્યો છે. આ ગ્રુપે હાલમાં જ ઈરાક અને સીરિયામાં અમેરિકી સૈનિકો પર એક ડજનથી વધારે રોકેટ અને ડ્રોન હુમલા કર્યા હતા. એક રિપોર્ટ અુસાર તે હુમલામાં 20થી વધારે અમેરિકી સૈનિક ઘાયલ થયા હતા. સીરિયા પર આ એર સ્ટ્રાઈક તેજ હુમલાઓનો જવાબ છે. 

 કચ્છમાં પાટીદાર અગ્રણી વસંતભાઈ ખેતાણી પર નખત્રાણા પાસેનાં જડોદર ગામમાં આવેલ તેઓની ઓફીસ પર કેટલાક અજાણ્યા શખ્શોએ જીવલેણ હુમલો કર્યો હતો. ત્યાતે વસંતભાઈ ખેતાણી પર થયેલ હુમલાની ઘટના CCTV  કેમેરામાં કેદ થઈ હતી.પાટીદાર અગ્રણી વસંતભાઈ ખેતાણી પર થયેલ હુમલાને લઈ અનેક તર્ક વીતર્ક સર્જાઈ રહ્યા છે. ત્યારે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહનાં દીકરા વિરૂદ્ધ વસંત ખેતાણીએ અનેક વાર રજૂઆત કરી છે. અર્જુનસિંહ પર આક્ષેપ કરતો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પત્ર વાયરલ થયા બાદ વસંત ખેતાણી પર હુમલો થયો છે. 

Closing Bell: After six days of downfall share market sensex raised by 600 points today

શેરબજારમાં શુક્રવારે જોરદાર તેજી જોવા મળી હતી. 6 દિવસ સતત લાલ નિશાનીએ બંધ થનાર માર્કેટમાં આજે ફરી ગ્રીન લાઈન જોવા મળી. BSE સેંસેક્સ 634 પોઈન્ટસનાં ઊછાળા સાથે 63782 પર પહોંચ્યું છે.  નિફ્ટી પણ 202 અંકોનાં વધારા સાથે 19059 પર બંધ થયું છે. બજારની ચારેય તરફ આજે ખરીદી જોવા મળી છે. સરકારી બેંક, ઑટો, ફાઈનેંશિયલ, મીડિયા, IT અને રિયલ્ટી સેક્ટર્સ સૌથી આગળ છે. ગઈકાલે BSE સેંસેક્સ 901 અંક નીચે ગબળ્યું હતું.

South Africa beat Pakistan in the 26th match of the World Cup

વર્લ્ડ કપની 26મી મેચમાં દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાનને હરાવ્યું હતું. રોમાંચક મેચમાં આફ્રિકાએ પાકિસ્તાનને 1 વિકેટે હરાવ્યું છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાની ટીમ 46.4 ઓવરમાં 270 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 271 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જે આફ્રિકાએ 47.2 ઓવરમાં 9 વિકેટે હાંસલ કરી લીધો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ