બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / સુરત / Gujarat Corona case surat increase death Ratio

ચિંતા / બકરું કાઢતા ઊંટ પેઠું તેવા હાલ! કોરોના ઘટ્યો પણ ગુજરાતના આ શહેરના છેલ્લા 18 દિવસના મોતના આંકડા ચિંતાજનક

Kavan

Last Updated: 08:49 AM, 31 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં કોરોનાના કેસ ઘટ્યા પરંતુ મૃત્યુઆંક ચિંતા વધારનારો. છેલ્લા 18 દિવસમાં સુરતમાં કોરોનાથી 62 દર્દીના મૃત્યુ

  • સુરતમાં કોરોનાના કેસ ઘટ્યા પરંતુ મૃત્યુઆંક વધ્યો
  • છેલ્લા 18 દિવસમાં સુરતમાં કોરોનાથી 62 દર્દીના મૃત્યુ
  • અઠવા ઝોનમાં 8, કતારગામ ઝોનમાં કોરોનાથી 7 લોકોના મૃત્યુ

ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ રાજ્યમાં કોરોનાના સંક્રમણમાં ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો હતો. જો કે, છેલ્લા એકાદ એઠવાડિયાથી રાજ્યમાં ધીમે-ધીમે કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. પરંતુ ડાયમંડ નગરી સુરતમાં સ્થિતિ ચિંતાજનક છે. 

છેલ્લા 18 દિવસમાં 62 દર્દીઓના મૃત્યુ

ઉલ્લેખનીય છે કે, સુરતમાં કોરોનાના કેસ ઘટ્યા છે પરંતુ મૃત્યુઆંક ચિંતા વધારનારો છે. છેલ્લા 18 દિવસની વાત કરવામાં આવે તો સુરતમાં કોરોનાથી 62 દર્દીઓના મૃત્યુ થયાં છે. મળતી વિગત પ્રમાણે, અઠવા ઝોનમાં 8, કતારગામ ઝોનમાં કોરોનાથી 7 લોકોના મૃત્યુ થયાં છે.જે ખરેખર ચિંતાનો વિષય છે. 

રાજ્યમાં કોરોનાની સ્થિતિ 

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ધીરે ધીરે કાબૂમાં આવતી જાય છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 9,395 કેસ કોરોના પોઝિટિવ આવતા 3જી લહેરનો અંત થોડા દિવસમાં થઇ જશે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 3582 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં 398 કેસ તો રાજકોટ શહેરમાં 522 કેસ, વડોદરા શહેરમાં 1598 કેસ સામે આવ્યા છે. ગાંધીનગર શહેરમાં 304 કેસ, ભાવનગર શહેરમાં 125 કેસ સામે આવ્યા છે. કોરોનાનો પ્રકોપ ફેબ્રુઆરીની પ્રથમ સપ્તાહમાં સાવ સુસ્ત થઇ જશે તેઓ નિષ્ણાતો દાવો કરી રહ્યા છે. કોરોનાને લીધે 30 લોકોએ દમ તોડ્યો છે જ્યારે 16,066 દર્દીઓ સાજા થઇ હેમખેમ ઘેર પરત ફર્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની 91,320 સંખ્યા સુધી પહોંચી છે.

જિલ્લા પ્રમાણે કોરોના કેસ..

આજે અમદાવાદમાં સૌથી વધુ 3653 કેસ,વડોદરામાં 2011 કેસ, રાજકોટમાં 763 કેસ, સુરતમાં 642 કેસ, ભાવનગરમાં 148 કેસ, ગાંધીનગરમાં 475 કેસ, જામનગરમાં 55 કેસ, જૂનાગઢમાં 25 કેસ, પાટણમાં 276, મહેસાણામાં 200 કેસ, કચ્છમાં 153, ખેડામાં 125, સુરેન્દ્રનગરમાં 48, આણંદમાં 122, બનાસકાંઠામાં 99 કેસ, નવસારીમાં 88, વલસાડમાં 86 કેસ,સાબરકાંઠામાં 67, તાપીમાં 64 કેસ, ભરૂચમાં 46, અમરેલીમાં 34 કેસ, દ્વારકામાં 33, મોરબીમાં 33 કેસ, પંચમહાલમાં 22, સોમનાથમાં 21 કેસ, પોરબંદરમાં 20, ડાંગમાં 13 કેસ, છોટાઉદેપુરમાં 11 , નર્મદામાં 9 કેસ, દાહોદમાં 31, મહીસાગરમાં 6 કેસ, અરવલ્લીમાં 5, બોટાદમાં 2 કેસ નોંધાયા છે.

ચાર મોટા શહેરોના 15 દિવસના કોરોના કેસ
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ