બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Gujarat Congress State President's name decided, Congress Legislative Party meeting today at 4 pm, Radhu Sharma will announce the name

ચાલો,આવ્યા / ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનું નામ નક્કી, આજે બપોરે 4 વાગ્યે કોંગ્રેસની વિધાયક દળ બેઠક, ડો.રઘુ શર્મા કરશે નામની જાહેરાત

Mehul

Last Updated: 11:59 PM, 2 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત કોંગ્રેસમાં નેતા વિપક્ષ સાથે પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત શુક્રવારે લગભગ 4 વાગ્યે.કોંગ્રેસનાં ધારાસભ્ય દળની બેઠક બાદ નામની ઘોષણા.લાંબા સમયની આતુરતાનો અંત

  • ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ-નેતા વિપક્ષની જાહેરાત 
  • બપોરે 4 વાગ્યે ધારાસભ્ય દળની બેઠક બાદ નામ જાહેર 
  • સંભવત;જગદીશ ઠાકોર પ્રમુખ,નેતા વિપક્ષ સુખરામ રાઠવા 

ગુજરાત કોંગ્રેસમાં નેતા વિપક્ષ સાથે પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત શુક્રવારે લગભગ 4 વાગ્યે થશે. જે પૂર્વ ધારણા છે તે પ્રમાણે જગદીશ ઠાકોર ગુજરાત કોન્ગ્રેસના પ્રદેશ પ્રમુખ તથા નેતા વિપક્ષ તરીકે સુખરામ રાઠવાના નામની જાહેરાત થવાની સંભાવનાઓ છે. શુક્રવારે બપોરે ગુજરાત કોન્ગ્રેસના ધારાસભ્ય દળની એક બેઠક મળશે આ બેઠક બાદ બંને નેતાઓના નામની જાહેરાત કરવામાં આવશે .ગુજરાત કોન્ગ્રેસના પ્રભારી ડો. રઘુ શર્મા પણ બંને નેતાઓ સાથે દિલ્હીથી પરત આવ્યા બાદ આજે ધારાસભ્ય દળની બેઠક બોલાવી બંને નામની  જાહેરાત કરશે 

ડો.રઘુ શર્માના પ્રભારી થતા જ દિલ્હીમાં લગભગ 26 કોંગ્રેસી નેતાઓની બેઠક બોલાવાઈ હતી. જેમાં વિપક્ષના નેતા પરેશ  ધાનાણી,અમિત ચાવડા, હાર્દિક પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. બાદમાં ગુજરાતના પ્રભારી પદે કેટલાક નામ વહેતા થયા હતા. પણ આજ દિન સુધી હજુ પણ ગુજરાત કોંગ્રસને નવા અધ્યક્ષ મળ્યા નથી કોંગ્રેસનું કોકડુ કયા ગુંચવાયું છે તે મોટો ગુજરાત કોંગ્રેસમાં કેટલાક સમયથી પ્રમુખ અને વિપક્ષ નેતાની વરણી માટેની રાહ જોવાઇ રહી હતી ત્યારે જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવાને દિલ્હી તેડું આવતા હવે આજે નામની જાહેરાત થશે 

જગદીશ ઠાકોર કોંગ્રેસના OBC નેતાઓમાં મોટો ચહેરો છે અને આમ પણ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે OBC નેતા પર વધારે પસંદગી ઉતારતી હોય છે. અને વિપક્ષ નેતા તરીકે પાટીદારને લાવતી હોય છે. પણ આ વખતે OBC+ આદિવાસીનું સમીકરણ બેસાડવાની ફિરાકમાં કોંગ્રેસ આ બંને નેતાઓના નામ પર મંજૂરીની મહોર મારી શકે છે.સવાલ છે પણ હાલ સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ આજે  ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જાહેરાત થઈ શકે છે. જેમાં જગદીશ ઠાકોરનું નામ લગભગ ફાઇનલ છે

 

કોણ છે જગદીશ ઠાકોર? 

  • કોંગ્રેસના સિનિયર નેતા સાથે પક્ષમાં સારી છાપ ધરાવતા નેતા                       
  • ઉત્તર ગુજરાતના દિગ્ગજ OBC નેતા 
  • ગુજરાત કોંગ્રેસમાં ઉપ પ્રમુખ રહી ચુક્યા 
  • એક વાર સાંસદ અને બે વાર ધારાસભ્ય રહેવાનો અનુભવ
  • 2009થી 2014 સુધી પાટણના સંસદ સભ્ય
  • 2002થી 2007 દહેગામથી ધારાસભ્ય
  • 2007થી 2009 સુધી બીજી ટર્મમાં દહેગામથી ધારાસભ્ય રહ્યા 
  • વિદ્યાર્થીકાળથી રાજકારણમાં સક્રિય 
  • 1985થી 1994 સુધી યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ
  • 1998માં કોંગ્રેસ OBC સેલના પ્રમુખ તરીકે રહ્યા 
  • જગદીશ ઠાકોરને ભરતસિંહ સોલંકીની નજીકના માણસ

કોણ છે સુખરામ રાઠવા?

  • પાવી-જેતપુર ક્વાંટ બેઠક પરથી ધારાસભ્ય
  • કોંગ્રેસના આદિવાસી નેતા 
  • 2017માં ભાજપ પાસેથી બેઠક છીનવી હતી
  • 2017માં ભાજપ નેતા જયંતિ રાઠવાને હરાવ્યા હતા
  • 2017માં જયંતી રાઠવાને 3,052 મતોથી હરાવ્યા હતા
  • 2012ની ચૂંટણીમાં જયંતી રાઠવા સામે ચૂંટણી હાર્યા હતા
  • 2012માં ચૂંટણી હારવા છતા કોંગ્રેસે 2017માં ફરી ટિકિટ આપી હતી
  • આદિવાસી જાતિના દાખલાને લઈને ગાંધીનગરમાં આંદોલન પણ કર્યુ હતુ
  • કોરોનાકાળ દરમિયાન મૃત્યુઆંક છુપાવવાનો મુદ્દો સુખરામ રાઠવાએ ઉઠાવ્યો હતો 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ