બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / Gujarat cabinet will be expanded after Gujarat by-elections 2020

રાજરમત / પેટાચૂંટણી બાદ ગુજરાત કેબીનેટના વિસ્તરણમાં આ આયાતી ઉમેદવારોની મંત્રીમંડળમાં થશે એન્ટ્રી?

Gayatri

Last Updated: 10:44 AM, 24 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રૂપાણી સરકારના મંત્રીમંડળના વિસ્તરણના વર્તારા મળી રહ્યા છે. પેટાચૂંટણી બાદ રૂપાણી સરકારની કેબિનેટમાં ધરમૂળથી ફેરફાર આવી શકે તેમ છે. દિલ્હી મુલાકાતમાં અને અમિત શાહ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતને પગલે હાલ એવું ચર્ચાઈ રહ્યું છે કે, દિવાળીમાં નવું કેબિનેટ જાહેર થઈ શકે છે.

  • 5 મંત્રીઓને પડતા મુકી નવા 7 ચહેરાઓનો કરાઇ શકે છે સમાવેશ
  • પેટા ચૂંટણીના પરિણામ બાદ લેવાઇ શકે છે નિર્ણય
  • છેલ્લા બે વર્ષથી રૂપાણી સરકારમાં જોવાઇ રહી છે વિસ્તરણની રાહ

ગાંધીનગરના સૂત્રોનું માનીએ તો રૂપાણી કેબિનેટમાંથી 5 મંત્રીઓને પડતા મુકી નવા 7 ચહેરાઓનો સમાવેશ કરાઇ શકે છે. પેટા ચૂંટણીના પરિણામ બાદ આ અંગે નિર્ણય લેવાશે.  છેલ્લા બે વર્ષથી રૂપાણી સરકારમાં  વિસ્તરણની રાહ જોવાઇ રહી છે. એટલું જ નહીં પરંતુ બોર્ડ-નિગમમાં રાજકીય ચેરમેન તેમજ ડિરેક્ટરોની પણ નિયુક્તિ થઇ શકે છે. કેબિનેટ કક્ષામાં 9 અને રાજ્યકક્ષામાં 11 મંત્રીઓ છે. નિયમ પ્રમાણે વધુમાં વધુ 27 સભ્યોને કેબિનેટમાં રાખી શકાય છે. વધુ પાંચ સભ્યોનો સમાવેશ થઇ શકે છે. 

હાલમાં શું છે સ્થિતિ?

હાલ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપરાંત કેબિનેટ કક્ષામાં 9 અને રાજ્યકક્ષામાં 11 મંત્રીઓ છે. આમ કેબિનેટનું કુલ કદ 22 સભ્યોનું છે. નિયમ પ્રમાણે ગુજરાતમાં મુખ્યમંત્રી વધુમાં વધુ 27 સભ્યોની કેબિનેટ રાખી શકે છે. એટલે કે હાલની કેબિનેટમાં અત્યારે વધુ પાંચ સભ્યોનો સમાવેશ થઇ શકે છે. પરંતુ કેટલાક વિવાદાસ્પદ મંત્રીઓને પડતા મૂકવામાં આવી શકે તેમ છે તેથી જો ચાર સભ્યોને પડતા મૂકવામાં આવે તો ગુજરાતમાં રૂપાણી કેબિનેટમાં વધુ નવ ચહેરા આવી શકે છે.

કોના પત્તા કપાવાની છે ચર્ચા

રાજકિય સૂત્રોનું માનીએ તો મત્યોદ્યોગ મંત્રી પુરૂષોત્તમ સોલંકી, અન્ન અને નાગરિક પુરવઠાના રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સામાજીક ન્યાય મંત્રી ઇશ્વર પરમાર, સામાજીક શૈક્ષણિક પછાત વિભાગના મંત્રી વાસણ આહિર તેમજ અન્ય એક બે સભ્યોને ડ્રોપ કરવામાં આવે તેવી સંભાવના છે. જો કે આ ખાલી ઉડી રહેલી વાતો અને સંભાવનાઓ માત્ર જ છે. 

આયાતી ઉમેદવારોની મંત્રીમંડળમાં થશે એન્ટ્રી?

કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં આવેલા અને હાલ પેટાચૂંટણી લડતા આઠ પૈકી ત્રણ થી ચાર સભ્યોનો કેબિનેટ પ્રવેશ સંભવ છે જેમાં બ્રિજેશ મેરજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, આત્મારામ પરમાર અને કિરીટસિંહ રાણાના નામો ચર્ચાઇ રહ્યાં છે. આ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી બોર્ડ-નિગમમાં રાજકીય ચેરમેન તેમજ ડિરેક્ટરોની નિયુક્તિ કરી શકે છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ