બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / Politics / ચૂંટણી 2019 / અન્ય જિલ્લા / Gujarat 6 constituency by election 2019 voting bjp congress

વિધાનસભા પેટાચૂંટણી / પેટાચૂંટણીમાં માત્ર ઉમેદવારો જ ઉત્સાહીત, મતદારો નિરસ દેખાયા, છ બેઠક પર સરેરાશ 50 ટકા મતદાન

Divyesh

Last Updated: 08:47 PM, 21 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ગુજરાતની છ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાઈ છે. જેમાં ઉત્તર ગુજરાતની 4 બેઠક, અમદાવાદની એક અને મધ્ય ગુજરાત એક બેઠક એમ કુલ મળી છ બેઠક પર મતદાન યોજાયું હતું.જો કે પેટાચૂંટણીના મતદાનમાં નિરસતા જોવા મળી છે.

રાજ્યની 6 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. સાંજે 6 વાગ્યા સુધીમાં તમામ બેઠકો પર સરેરાશ 50 ટકા જેટલું મતદાન નોંધાયું છે. રાજ્યની રાધનપુર, થરાદ, ખેરાલુ, અમરાઈવાડી, લુણાવાડા અને બાયડ બેઠક પર પેટાચૂંટણીનું મતદાન યોજાયું છે. જેનું આગામી 24 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે.

આ તમામ બેઠકો પર મતદાનની ટકાવારી પરથી તો એક વાત સ્પષ્ટ છે કે, ગત વિધાનસભા ચૂંટણી કરતા આ પેટાચૂંટણીમાં મતદારોમાં નિરાશાનો માહોલ જોવા મળ્યો છે. 

મતદાનના આંકડા પર નજર કરવામાં આવે સાંજે 6 વાગ્યા સુધીમાં સરેરાશ રાધનપુર બેઠક પર 60 ટકા, થરાદ બેઠક પર 65 ટકા, ખેરાલુ બેઠક પર પર 42 ટકા, અમરાઈવાડી બેઠક પર 31 ટકા, લુણાવાડા બેઠક પર 47 ટકા અને બાયડ બેઠક પર 57 ટકા મતદાન નોંધાયું છે.

ગુજરાતની છ બેઠકો પરના મતદાનની ટકાવરી સમય પ્રમાણે

બેઠક 10.00 AM 11.00 AM 1.00 PM 4.00 PM 6.00 PM
થરાદ 7.15 % 20.33% 34.93% 51.79 65.47
રાધનપુર 5.40% 18.70% 24.00% 48.08 59.87
ખેરાલુ 4.57% 11.88% 19.83% 32.42 42.81
બાયડ 6.22% 19.44% 32.00% 47.32 57.81
અમરાઈવાડી 3.60% 12.70% 12.70% 25.81 31.53
લુણાવાડા 4.94% 16.57% 26.63% 38.23 47.54


ઉમેદવારો અને સમર્થકોમાં જ ઉત્સાહ, મતદારો નિરસ

પેટાચૂંટણી હોવાથી મતદારોમાં ક્યાંક ઉત્સાહ તો ક્યાંક નિરસતાં જોવા મળી છે. જો કે ઉમેદારો અને તેમના સમર્થકો સિવાય ઉત્સાહ ક્યાંક જોવા મળી રહ્યો નથી. જો કે વહેલી સવારે મતદાન મથક પર મતદારોની લાંબી લાઇન લાગી છે.  પેટાચૂંટણીને લઇને મતદાનનો શાંતિપૂર્ણ પ્રારંભ થયો છે. જેમાં મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. અહીં સાંજના 5 વાગ્યા સુધી મતદાન ચાલ્યું હતું.

જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદાન થયું

રાજ્યની 6 વિધાનસભા બેઠક પરની પેટાચૂંટણીને લઇને મતદાન કેન્દ્ર પર SRP, CRPF, BSF સહિતની ટૂકડીઓ બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવી હતી. જ્યારે સંવેદનસીલ મતદાન કેન્દ્રનું વીડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હતું. મતદાન કેન્દ્ર પર પોલીસ જવાનો અને હોમગાર્ડના જવાનો પણ તૈનાત કરવામાં આવ્યાં હતા. જ્યારે ચૂંટણીને લગતી ફરિયાદ 1950 હેલ્પલાઇ નંબર જાહેર કરવામાં આવ્યો હતો.

આકડાંકીય માહિતી

  • 1781 મતદાન મથક પર મતદાન થયું
  • 6 બેઠકના કુલ 14.73 લાખ મતદારો 
  • 24 ઓક્ટોબરનાં રોજ મત ગણતરી હાથ ધરાશે
  • 81 મતદાન મથક પરથી વેબ કાસ્ટિંગ થયું
  • ચૂંટણીને લગતી ફરિયાદ  1950 હેલ્પલાઇ નંબર પર કરી શકાશે

અલ્પેશ ઠાકોરે કર્યું મતદાન, કહ્યું કે BJPની જીત નિશ્ચિત છે


બાયડ બેઠક પર મતદારોમાં ઉત્સાહ

થરાદ  બેઠક પર મતદારોની લાંબી લાઈનો

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

થરાદમાં આજે પેટાચૂંટણી યોજાઈ રહી છે ત્યારે વહેલી સવારથી મતદાન કરવા માટે લોકોની લાઈન જોવા મળી રહી છે. થરાદના ભાચર ગામમાં વહેલી સવારથી લોકો મતદાન કરવા માટે લાઈનમાં જોવા મળી રહ્યાં છે. વિધાનસભાની પેટાચૂંટણીમાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ધારાસભ્યને ચૂંટશે. #tharad #Election2019 #gujaratelection #byelection #bypollelection

A post shared by VTV Gujarati News and Beyond (@vtv_gujarati_news) on

થરાદ બેઠક પરથી પેટાચૂંટણીના મતદારો સાથે ખાસ વાતચીત

અમદાવાદની અમરાઈવાડી બેઠકની પેટાચૂંટણીના મતદાનની શરૂ થયું છે. જેમાં કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ પટેલ સાથે ખાસ વાતચીત

ભાજપી સાંસદ પરબત પટેલ સાથે VTVની ખાસ વાતચીત

લુણાવાડાના કોંગ્રેસી ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ સાથે ખાસ વાતચીત

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ