બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Growing concern of farmers ripening mangoes in Navsari

નવસારી / ઉનાળાની એન્ટ્રી પહેલા કેરી રસિકો માટે માઠા સમાચાર, ડબલ સિઝન શરૂ થતાં આંબા પરના મોર ખરી પડ્યા, ખેડૂતો ચિંતાતુર

Dinesh

Last Updated: 09:42 PM, 13 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવસારી જિલ્લામાં સવારે ભેજવાળું વાતાવરણ અને બપોરે વધુ ગરમીના કારણે કેરી પકવતા ખેડૂમાં ચિંતા વ્યાપી છે.

  • નવસારીમાં ખેડૂતોની ચિંતામાં વધારો
  • કેરીના પાકને લઇ ખેડૂતોમાં ચિંતિત
  • કેરીના પાકોમાં નુકસાન થવાની ભીતિ


ગ્લોબલ વોર્મિંગએ આજના સમયમાં માટે મોટું એક પ્રશ્ન બની ગયો છે વાતાવરણમાં આવતા અનિશ્ચિત ફેરફારોના કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. હાલમાં થઇ રહેલા વાતાવરણીય ફેરફારમાં કારણે નાજુક ગણાતા ફળોના રાજા કેરી પર અસર થઇ છે અને ઉત્પાદનમાં ધરખમ ઘટાડો થવાની સંભાવનાને લઈને કેરી પકવતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

આંબા પર આવેલા મોર કાળા પડી જતા ખેડૂતોમાં ચિંતા
ગ્લોબલ વોર્મિંગએ દુનિયા માટે મોટું પ્રશ્ન બની ગયો છે જેના કારણે વાતાવરણમાં ફેરવાર જોવા મળી રહ્યા છે. હજી તો ઉનાળાની શરૂઆત થઈ નથી એ પહેલા નવસારી જિલ્લામાં વહેલી સવારે તાપમાન 10 ડિગ્રી જેટલું રહે છે અને બપોર બાદ ગરમીનો પારો 35 ડિગ્રીને વટાવી જાય છે જેને લઇને કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે હાલ કેરીની સીઝન નજીક આવી રહી છે અને આંબા પર મોર પણ આવી ગયા છે પરંતુ સાંજે ઠંડી અને બપોરે પડી રહેલી અતિશય ગરમીના કારણે આંબા પર આવેલા મોર કાળા પડી જતા ખેડૂતોમાં કેરીના પાક બચાવવાની ચિંતા સતાવી રહી છે

ગરમીનો પારો 35 ડિગ્રીને વટાવી ચૂક્યો છે
નવસારી જિલ્લામાં સવારે ભેજવાળું વાતાવરણ રહે છે જે કેરીના પાકને અનુકૂળ આવતું નથી છેલ્લા પાંચ વર્ષમાં આજ રીતે વાતાવરણના આવતા અનિશ્ચિત ફેરફારોના કારણે ખેડૂતો કેરીનો પાક લેવા તૈયાર થતા નથી અને અન્ય પાકો તરફ વળી રહ્યા છે. આ વખતે સીઝનની શરૂઆતમાં તમામ આંબા ઉપર સારા મોર આવ્યા હતા અને પાક સારો થવાની આશા ખેડૂતો સેવી રહ્યા હતા એવામાં ફેબ્રુઆરી માસમાં જ ગરમીનો પારો 35 ડિગ્રીને વટાવી ચૂક્યો છે જેના કારણે અમુક મોર ખરી પડ્યા છે અને અમુક કાળા પડી ગયા છે જેના કારણે આવનારા સમયમાં જો આ જ રીતે ગરમી વધશે તો વધુ પડતું નુકસાન થવાની ચિંતા ખેડૂતો સેવી રહ્યા છે.

છેલ્લા 10 વર્ષોથી વાતાવરણની માર સહન કરતા કેરીના પાકમાં આ વર્ષે સારો પાક થવાની આશા, ફરી બદલાતા વાતાવરણે નિરાશામાં ફેરવી છે. ત્યારે ગરમીનો પારો વધુ ઉંચે ન જાય અને વાતાવરણ સ્થિર રહે એવી પ્રાર્થના ખેડૂતો કુદરતને કરી રહ્યા છે, જેથી પાછલા વર્ષોની સરખામણીમાં કેરી ગ્રાહકો અને ખેડૂતો માટે મીઠી રહે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ