બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Green drought in Gujarat, how much damage due to more rain? Will the farmers of South Gujarat and Saurashtra get help?

મહામંથન / ગુજરાતમાં લીલા દુકાળના વાગ્યા ડાકલા, વધુ વરસાદથી ક્યાં કેટલુ નુકસાન? દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને મળશે સહાય?

Vishal Khamar

Last Updated: 09:14 PM, 28 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થોડા સમયનાં વિરામ બાદ ફરી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે ખેડૂતોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ મૂશળધાર વરસાદને પગલે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે.

રાજ્યમાં મેઘમહેર તો સાર્વત્રિક થઈ રહી છે પણ કેટલાક વિસ્તાર માટે આ મહેર જાણે કે કહેર બની ગઈ છે. બદલાતી પેટર્ન મુજબના વરસાદે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા ક્યાંય વધારે જમાવટ કરી. સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદી જમાવટથી સ્થિતિ એવી છે કે ખેડૂતોએ વાવેલા ખરીફ પાક ધોવાઈ ગયા છે.. જે નાના-કુમળા પાક હતા તેનો સોથ વળી ગયો છે. ભારતમાં મોટેભાગે વરસાદ આધારીત ખેતી છે એટલે જરૂરી એ છે કે જે પાકને જે માત્રામાં પાણીની જરૂરિયાત હોય તે મુજબ જ વરસાદ થાય. જો કે તાજેતરના વર્ષોમાં વરસાદની પેટર્ન બદલાઈ ગઈ છે. પડે છે ત્યારે સઘળુ પડે છે એવી સ્થિતિ મુજબ એકસાથે એકધારો વરસાદ વરસી જાય છે અને ચોમાસુ ખેતીનું નિકંદન નિકળી જાય છે. સૌરાષ્ટ્રના ધારાસભ્યોએ પણ પાક નુકસાનીમાં સહાય મુદ્દે સરકારને પત્રો લખ્યા છે. ત્યારે સવાલ એ છે કે ગુજરાતમાં લીલા દુકાળની સ્થિતિ છે કે કેમ, ખેડૂતોએ સહાય માટે સરકાર સમક્ષ માંગ કરવી પડશે કે કેમ, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદથી પાકને કેટલું નુકસાન ગયું.

  • ગુજરાતમાં અનેક જગ્યાએ સિઝનના સરેરાશ કરતા વધુ વરસાદ
  • જે વરસાદ સમગ્ર ચોમાસામાં થવો જોઈએ તે ચાલુ સિઝનમાં જ વરસી ગયો
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં અત્યાર સુધીની સરેરાશ કરતા વધુ વરસાદ થયો

ગુજરાતમાં અનેક જગ્યાએ સિઝનના સરેરાશ કરતા વધુ વરસાદ પડ્યો છે.  જે વરસાદ સમગ્ર ચોમાસામાં થવો જોઈએ તે ચાલુ સિઝનમાં જ વરસી ગયો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં અત્યાર સુધીની સરેરાશ કરતા વધુ વરસાદ થયો હતો. જેમાં પાકને વ્યાપક નુકસાન થયું છે.  ખેડૂતોએ વાવેલો પાક પલળી ગયો છે.  ખરીફ પાકને થયેલા નુકસાનથી ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે.  સરકાર લીલો દુકાળ જાહેર કરી સહાય આપે તેવી માંગ ઉઠી રહી છે.

ક્યા જિલ્લામાં 100%થી વધુ વરસાદ? 

કચ્છ
જૂનાગઢ
રાજકોટ
જામનગર
જૂનાગઢ
ગીર-સોમનાથ
ભાવનગર
દેવભૂમિ દ્વારકા
બોટાદ

ઝોન પ્રમાણે કેટલો વરસાદ? 

કચ્છ

1993 થી 2022 સુધીનો સરેરાશ વરસાદ 18.1 ઈંચ

હાલનો સરેરાશ વરસાદ 24.4 ઈંચ

સૌરાષ્ટ્ર

1993 થી 2022 સુધીનો સરેરાશ વરસાદ 28 ઈંચ

હાલનો સરેરાશ વરસાદ 30 ઈંચ

દક્ષિણ ગુજરાત

1993 થી 2022 સુધીનો સરેરાશ વરસાદ 58 ઈંચ

હાલનો સરેરાશ વરસાદ 38 ઈંચ

ઉત્તર ગુજરાત

1993 થી 2022 સુધીનો સરેરાશ વરસાદ 28 ઈંચ

હાલનો સરેરાશ વરસાદ 17 ઈંચ

પૂર્વ-મધ્ય ગુજરાત

1993 થી 2022 સુધીનો સરેરાશ વરસાદ 31 ઈંચ

હાલનો સરેરાશ વરસાદ 18 ઈંચ

 

ઝોન પ્રમાણે કેટલા ટકા વરસાદ?

કચ્છ
134.06%
 
સૌરાષ્ટ્ર
108.25%
 
ઉત્તર ગુજરાત
62.29%
 
દક્ષિણ ગુજરાત
66.02%
 
પૂર્વ-મધ્ય ગુજરાત
56.35%

ક્યા પાકને નુકસાન?

કપાસ
મગફળી
સોયાબીન
તુવેર
જુવાર
બાજરી
મકાઈ

ક્યા નેતાઓએ સહાય માટે રજૂઆત કરી? 

  • ડૉ.પ્રદ્યુમ્ન વાજા
  • અરવિંદ લાડાણી
  • વિમલ ચુડાસમા
  • ડૉ.મહેન્દ્ર પાડલિયા
  • ભગવાન બારડ
  • લલિત વસોયા

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ