બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Great news for Ahmedabadites, AMTS-BRTS fare hiked, see how much

ડબલ ડેકર / અમદાવાદીઓ માટે માઠા સમાચાર, AMTS-BRTSના ભાડામાં કરાયો વધારો, જુઓ કેટલો

Vishal Khamar

Last Updated: 02:46 PM, 23 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AMC દ્વારા વધતા જતા પેટ્રોલ-ડીઝલ તેમજ સીએનજીનાં ભાવને ધ્યાને રાખીને AMTS-BRTS નાં ભાડામાં પણ વધારો કરવામાં આવ્યો છે. હવે AMTSમા 3 કિમીનું મીનીમમ ભાડું રૂ 5 કરાયુ છે.

  • AMC દ્વારા AMTS-BRTSના ભાડામાં કરાયો વધારો
  • AMTSમા 3 કિમીનું મીનીમમ ભાડું રૂ 5 કરાયુ 
  • પેટ્રોલ-ડીઝલ અને CNGના ભાવમાં વધારો થતા લેવાયો નિર્ણય

AMTS-BRTS ના ભાડામાં વધારો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદીઓનાં ખિસ્સા પર ભાર વધ્યો છે. AMC દ્વારા ભાડામાં કરાયો વધારો કરાયો છે. જેમાં AMTSમા 3 કિમીનું મીનીમમ ભાડું રૂ 5 કરાયુ છે. જ્યારે પહેલા AMTSમાં 3 કીમીનું મીનીમ રૂા. 3 હતું.  મેક્સિમમ ભાડું રૂા. 30 કરવામાં આવ્યું છે. 1 જુલાઈ થી ભાડા વધારો લાગુ પડશે.  મનપસંદ મેન ટિકિટ રૂ 35 નાં બદલે રૂ 45 કરવામાં આવી છે. કિલો મીટરને આધારે ભાવ વધારો કરવામાં આવ્યો. 

છેલ્લે 2014માં AMCએ ભાડામાં વધારો કર્યો હતો
અમદાવાદીઓને એક જગ્યાએથી બીજી જગ્યા માટે આવવા જવા માટે તકલીફ ન પડે તે માટે AMC  દ્વારા AMTS-BRTS શરૂ કરવામાં આવી છે. જેથી રીક્ષાનાં મોંઘા ભાડા ન ખર્ચવા પડે. ત્યારે દિવસેને દિવસે પેટ્રોલ તેમજ સીએનજીનાં ભાવમાં પણ વધારો થતા હવે એએમસી દ્વારા પણ AMTS-BRTSનાં ભાડામાં વધારો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે AMTSનું લઘુત્તમ ભાડું 3 રૂપિયા છે જે વધીને 5 રૂપિયા સુધી થઇ શકે છે. તેમજ AMTSનું મહત્તમ ભાડું અત્યારે 35 રૂપિયા છે. BRTSમાં લઘુત્તમ ભાડું 4 રૂપિયા છે અને મહત્તમ ભાડું 32 રૂપિયા છે. પેટ્રોલ-ડીઝલ અને CNGના ભાવમાં ફેરફાર થતાં વધારો થશે. છેલ્લે 2014માં AMCએ ભાડામાં વધારો કર્યો હતો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ