બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / grah gochar nakshatra parivartan these zodiac signs will be lucky

ગ્રહ નક્ષત્ર પરિવર્તન 2023 / મે મહિનામાં આ રાશિના જાતકોને જોરદાર મોજ! શુક્ર, મંગળ અને સૂર્ય બદલવા જઈ રહ્યા છે ચાલ, બનશે શુભ યોગ

Bijal Vyas

Last Updated: 11:53 PM, 3 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, મે મહિનો ગ્રહ-નક્ષત્રની દ્રષ્ટિએ ખુબ ખાસ રહેવાનો છે. કારણ કે, મે મહિનામાં ઘણા મોટા ગ્રહ રાશિ પરિવર્તન કરશે.

  • આ સમયે ચંદ્રમા અને કેતુની યુતિ થશે, સાથે મંગળ મેષ રાશિમાં ઉદય થશે
  • મે મહિનામાં ગ્રહોનું ગોચર મિથુન રાશિના જાતકો માટે શુભ રહેશે
  • મીન રાશિના લોકો માટે આ મહિનો સફળ સાબિત થશે

Grah Nakshatra Parivartan 2023: વૈદિક શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમય માટે રાશિ પરિવર્તન કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, મે મહિનો ગ્રહ-નક્ષત્રની દ્રષ્ટિએ ખુબ ખાસ રહેવાનો છે. કારણ કે, મે મહિનામાં ઘણા મોટા ગ્રહ રાશિ પરિવર્તન કરશે. મે મહિનાની શરૂઆતમાં શુક્ર, મંગળ અને સૂર્ય પોતાની ચાલ બદલશે. સાથે મંગળ મેષ રાશિમાં ઉદય થશે. આ મહિનામાં વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ પણ જોવા મળશે. જેમાં ચંદ્રમા અને કેતુની યુતિ થશે. જે ઘણી રાશિઓ માટે લાભકારી સાબિત થશે. 

1. મિથુન રાશિઃ મે મહિનામાં ગ્રહોનું ગોચર મિથુન રાશિના જાતકો માટે શુભ રહેવાનું છે. તમારા અટકેલા કામ પૂરા થશે. કામમાં સફળતા મળશે. સામાજિક માન-સન્માનમાં વૃદ્ધિ થશે. આર્થિક લાભ થઈ શકે છે. 

ધર્મ | VTV Gujarati

2. સિંહ રાશિઃ સિંહ રાશિના જાતકો માટે મે મહિનો લાભકારી સાબિત થઈ શકે છે. કરિયરના મામલામાં આ મહિનો સારો રહેશે. આર્થિક સ્થિતિમાં સુધાર થશે. ઓફિસના કામથી યાત્રા કરવી પડી શકે છે. 

3. કન્યા રાશિઃ  મે મહિનામાં ગ્રહોનું રાશિ પરિવર્તન કન્યા રાશિ માટે લાભકારી સાબિત થશે. કરિયરમાં નવી તક મળશે. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યાં છો તો આ સારો સમય રહેશે.

શનિ કરશે નક્ષત્ર પરિવર્તન: બસ આ તારીખથી ચાર રાશિના જાતકોનું બદલાઈ જશે નસીબ,  બનશે મહાભાગ્ય રાજયોગ | Shani Gochar 2023 Just from this date the luck of  the four zodiac signs will

4. મીન રાશિઃ મીન રાશિના લોકો માટે આ મહિનો સફળ સાબિત થશે. આ મહિનામાં ઘર-પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. પ્રિયજનો ઘરે આવશે અને બહાર ફરવા જવાની યોજના પણ બની શકે છે. નોકરી કરતા લોકોને પ્રમોશનનો પણ યોગ છે. 

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ