રેશન કાર્ડને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચે પૂરી થઈ રહી હતી પણ સરકારે તેને આગળ વધારીને 30 જૂન કરી દીધી છે.
રેશનકાર્ડને આધાર સાથે લિંક કરવાની સમયમર્યાદા ફરી લંબાવી
લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચે પૂરી થઈ રહી હતી
સરકારે તેને આગળ વધારીને 30 જૂન કરી દીધી
રાશન કાર્ડ ધારક માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જણાવી દઈએ કે સરકારે રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સમયમર્યાદા વધારી દીધી છે. રેશન કાર્ડને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચે પૂરી થઈ રહી હતી પણ સરકારે તેને આગળ વધારીને 30 જૂન કરી દીધી છે.
જો કે આ પહેલીવાર નથી જ્યારે રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સમયમર્યાદા લંબાવવામાં આવી હોય. આ પહેલા તેને લિંક કરવા માટે 31 ડિસેમ્બર 2022નો સમય નક્કી કરવામાં આવ્યો હતો પણ સરકારે તેને આગળ વધારીને 31 માર્ચ 2023 કરી દીધી હતી. આ કામ હજુ અધૂરું છે જેના માટે સરકારે કાર્ડ ધારકોને સુવિધા આપતા રેશનકાર્ડને આધાર સાથે લિંક કરવાની સમયમર્યાદા ફરી એક વખત લંબાવી છે.
જ્યારથી સરકારે વન નેશન, વન કાર્ડની જાહેરાત કરી છે ત્યારથી રેશનકાર્ડને આધાર સાથે લિંક કરવાની વાત કહેવા આવી રહી છે. તેનાથી સરકારનો પ્રયાસ એવો છે કે જેઓ ખોટી રીતે પાત્રતા ધરાવતા લોકોના હકનું છીનવી ન શકે અને જેઓ ખરેખર જરૂરિયાતમંદ છે તેમને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષાના નિયમો હેઠળ મફત રાશન આપવું જોઈએ.
આધાર કાર્ડને રેશનકાર્ડ સાથે ઓનલાઈન પણ લિંક કરી શકાય છે અને આ માટે જરૂરી દસ્તાવેજો અને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર જરૂરી છે.
આધાર-રેશન કાર્ડ કેવી રીતે લિંક કરવું?
આ માટે તમારા રાજ્યના સત્તાવાર પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ (PDS) પોર્ટલ પર જાઓ.
એક્ટિવ કાર્ડ સાથે આધાર લિંક પસંદ કરો.
પહેલા તમારો રેશન કાર્ડ નંબર અને પછી આધાર કાર્ડ નંબર દાખલ કરો.
આ પછી તમારો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર એન્ટર કરો.
સબમિટ કરો બટન પસંદ કરો.
હવે મોબાઈલ ફોન પર એક OTP આવશે.
આધાર રેશન લિંક પેજ પર OTP દાખલ કરો.
હવે સબમિટ કરો
એકવાર પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા પછી, તમને તેના વિશે માહિતી આપતો SMS મળશે.