બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Government sources claim: Petrol price hike by Rs 2-3 and diesel by Rs 3-4

સૂત્રોનો દાવો / 40 દિવસ પછી ઝટકો ખમવા તૈયાર રહેજો ! પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધશે, આટલા રુપિયાનો વધારો આવશે

Hiralal

Last Updated: 09:41 PM, 17 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

40 દિવસની રાહત બાદ હવે ફરી વાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો આવવાનો દાવો સરકારી સૂત્રોએ કર્યો છે.

  • છૂટક અને જથ્થાબંધ મોંઘવારીની અસર પડશે ઈંધણના ભાવ પર
  • પેટ્રોલમાં 2-3 રુપિયાનો વધારો આવશે
  • ડીઝલમાં 3-4 રુપિયાનો વધારો નક્કી
  • આ વખતના વધારામાં પેટ્રોલ કરતા ડીઝલના વધારે ભાવ વધશે

પેટ્રોલ અને ડીઝલના ભાવ 100 રુપિયાની સપાટી વટાવ્યાં બાદ શાંત પડ્યાં છે પરંતુ આ શાંતિ લાંબો વખત ટકવાની નથી તેવા અણસાર મળી રહ્યાં છે. સરકારી સૂત્રોનો દાવો છે કે છૂટક અને જથ્થાબંધ મોંઘવારીમાં વધારો થયો હોવાથી આગામી સમયમાં ગમે ત્યારે પેટ્રોલમાં 2-3 રુપિયા અને ડીઝલમાં 3-4 રુપિયાનો વધારો આવશે. આ વખતમાં વધારામાં પેટ્રોલ કરતા ડીઝલના ભાવમાં વધારે વધારો આવશે કારણ કે સરકારી પેટ્રોલિયમ કંપનીઓને પેટ્રોલ કરતા ડીઝલ પર વધારે ખોટ જઈ રહી છે તેથી તેઓ ડીઝલના વધારે મોંઘુ કરવા માગે છે. 

ડીઝલ અને પેટ્રોલના ભાવ આટલા રૂપિયા વધશે

સરકારી સૂત્રોએ  જણાવ્યું હતું કે આ વખતે પણ ડીઝલ અને પેટ્રોલના છૂટક ભાવમાં એક ઝાટકે વધારો નહીં થાય, પરંતુ પહેલાની જેમ ધીમે ધીમે વધારો કરવામાં આવશે. આ વખતે ફરક માત્ર એટલો જ છે કે પેટ્રોલ કરતા ડીઝલના ભાવ વધવાના છે. કારણ કે તેલ વેચતી સરકારી કંપનીઓ પેટ્રોલ કરતા ડીઝલ પર વધુ નુકસાન કરી રહી છે. તેમણે કહ્યું કે ડીઝલની કિંમતમાં 3-4 રૂપિયાનો વધારો થઈ શકે છે, જ્યારે પેટ્રોલ 2-3 રૂપિયા મોંઘું થઈ શકે છે.

કંપનીઓને ડીઝલ પર વધારે ખોટ થઈ રહ્યો હોવાનો દાવો 

સૂત્રોએ એવું પણ કહ્યું કે  સરકારી કંપનીઓને ડીઝલ પર 25-30 રૂપિયા પ્રતિ લીટર અને પેટ્રોલ પર 9-10 રૂપિયાનુ નુકશાન થઈ રહ્યુ છે તેથી બન્ને ઈંધણ પર ભાવવધારો આવી શકે છે. 

40 દિવસથી નથી વધ્યાં ડીઝલ અને પેટ્રોલના ભાવ

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના કારણે નવેમ્બર બાદ ડીઝલ અને પેટ્રોલના ભાવમાં વધારો થઈ રહ્યો ન હતો. પાંચ રાજ્યોની ચૂંટણી પૂરી થયાના થોડા દિવસો બાદ જ ફરી બંને ઇંધણના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. 22 માર્ચથી 6 એપ્રિલ સુધી ડીઝલ અને પેટ્રોલના ભાવમાં 14 વખત વધારો કરવામાં આવ્યો હતો. જોકે 6 એપ્રિલ બાદ ભાવમાં કોઈ વધારો કરાયો નથી. 

નાણાકીય વર્ષ 22 માં ક્રૂડ ઓઇલની આયાત પર આટલો ખર્ચ

ભારત પોતાનું 80 ટકા ક્રૂડ ઓઈલ અન્ય દેશો પાસેથી ખરીદે છે. આમાંના મોટા ભાગના ક્રૂડ ઓઇલ પશ્ચિમ એશિયાના દેશો અને અમેરિકાથી આવે છે. ભારત રશિયા પાસેથી માત્ર 2 ટકા ક્રૂડ ઓઇલ ખરીદે છે. ભારત ક્રૂડ ઓઇલનો બીજો સૌથી મોટો આયાતકાર દેશ છે. પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલના આંકડા મુજબ નાણાકીય વર્ષ 2021-22માં ભારતને ક્રૂડ ઓઇલ ખરીદવા માટે 119.2 અબજ ડોલર ખર્ચ કરવા પડ્યા હતા. આ પહેલા વર્ષ 2020-21માં ભારતનું ક્રૂડ ઓઈલ ઈમ્પોર્ટ બિલ 62.2 અબજ ડોલર હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ