બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Government of India declares August 23 as National Space Day to commemorate the 'historic moment' with the success of Chandrayaan-3 Mission.

મૂન મિશન / ચંદ્રયાન-3 લેન્ડિંગ દિવસને લઈને મોદી સરકારનું મોટું એલાન, આ નિર્ણયથી અમર બની જશે મૂન મિશન

Hiralal

Last Updated: 05:47 PM, 14 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચંદ્રયાન-3 જે દિવસે ચંદ્રની ધરતી પર ઉતર્યું હતું તે દિવસને યાદગાર બનાવવા માટે મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે.

  • ઈસરોની ઐતિહાસિક ઉપલબ્ધિને લઈને મોદી સરકારનું મોટું એલાન
  • હવે 23 ઓગસ્ટ ઉજવાશે નેશનલ સ્પેસ ડે તરીકે
  • 23 ઓગસ્ટે ચંદ્રયાન-3 ચંદ્રની ધરતી પર ઉતર્યું હતું 

ચંદ્રયાન-3 જે દિવસે ચંદ્રની ધરતી પર ઉતર્યું હતું તે દિવસ હતો 23 ઓગસ્ટનો. આવનારી પેઢીઓ આ દિવસે શું બન્યું હતું તે જાણી શકે એટલે મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે 23 ઓગસ્ટના દિવસને નેશનલ સ્પેસ ડે (રાષ્ટ્રીય અવકાશ દિવસ) તરીકે ઉજવવાનું જાહેર કર્યું છે. આ દિવસ એટલા માટે ખાસ છે કે તે દિવસે ભારતનું ચંદ્રયાન ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર ઉતર્યું હતું. ઈસરોની આ સિદ્ધિને યાદગાર બનાવવા માટે આ નિર્ણય લેવાયો છે. 

ભારત સરકારના અવકાશ વિભાગ દ્વારા નોટિફિકેશન બહાર પડાયું
23 ઓગસ્ટના દિવસે નેશનલ સ્પેસ ડે તરીકે જાહેર કરવા સંબંધિત નોટિફિકેશન ભારત સરકારના અવકાશ વિભાગ દ્વારા જાહેર કરાયું છે. સરકારી નોટિફિકેશનમાં કહેવાયું કે ઈસરોએ 23 ઓગસ્ટના રોજ ત્રીજા ચંદ્ર મિશન ચંદ્રયાન-3ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારીને ઈતિહાસ રચી દીધો હતો. ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનારો ભારત વિશ્વનો પ્રથમ દેશ બન્યો હતો. હવેથી 23 ઓગસ્ટને નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવવામાં આવશે.

દર વર્ષે 23 ઓગસ્ટ નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવાશે
સરકારની આ જાહેરાત બાદ હવેથી દર વર્ષની 23 ઓગસ્ટનો દિવસ નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવાશે. 

શું બનશે દિવસ વિશેષ જાહેર કરવાથી

સામાન્ય રીતે કોઈ દિવસને વિશેષ દિવસ જાહેર કરવાથી આવનારી પેઢીઓ તે દિવસે શું બન્યું હતું તે જાણી શકે છે. હવેથી જ્યારે પણ 23 ઓગસ્ટની વાત આવશે ત્યારે લોકોના હૈયામાં ચંદ્રયાન-3 લેન્ડીંગ યાદ આવી જશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ