બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Government may decide to provide additional support in horticultural crops over and above the support norms

વિચારણા / બાગાયતી પાકોમાં સહાય અંગે ગુજરાત સરકાર લઇ શકે છે મહત્વનો નિર્ણય, જાણો શું

Kishor

Last Updated: 04:07 PM, 26 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિપોરજોય વાવાઝોડાને લઈને પાકને ભારે નુકસાન થયું છે ત્યારે આ મામલે સરકાર સરકાર ખેડૂતોનાં હિતમાં નિર્યણ લઈ બાગાયતી પાકોમાં સહાયના ધોરણ ઉપરાંત વધારાની સહાયની જાહેરાત કરી શકે છે.

  • વાવાઝોડાથી બાગાયતી પાકોમા નુકશાનીનો મામલો
  • સરકાર બાગાયતી પાકોમાં સહાયના ધોરણ ઉપરાંત વધારાની સહાયનો કરી શકે છે નિર્ણય
  •  બાગાયતી પાકોમા નુકશાની સંદર્ભે સર્વે પૂર્ણ કરવા સૂચના

બિપોરજોયની અસરને પગલે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટાપાયે નુકસાન થયું હતું.જેમાં સૌથી વધુ ખેતી પાકને નુકસાન થયું છે. વાવાઝોડાની અસરને લઈને તોફાની પવન ઉપરાંત ભારે વરસાદ ત્રાટકતા બાગાયતી પાકોનું ખેદાન મેદાન થયું હતું. ત્યારે હવે સરકાર બાગાયતી પાકોમાં સહાયના ધોરણ ઉપરાંત વધારાની સહાય અંગે નિર્ણય કરી શકે છે તેવા અણસાર વર્તાઈ રહ્યા છે.

કેબિનેટ બેઠકમાં બાગાયતી પાકોમા નુકશાન બાબતે થશે સમિક્ષા

કચ્છ સહિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં બાગાયતી પાકમાં નુકસાની સંદર્ભે સર્વે પૂર્ણ કરવા સૂચના આપી દેવામાં આવી છે જેના ભાગરૂપે હાલ કૃષિ વિભાગની 342 થીમો દ્વારા સર્વેનો ધમધમાટ ચાલી રહ્યો છે. આગામી કેબિનેટ બેઠકમાં બાગાયતી પાકોમાં થયેલ નુકસાની બાબતે સમીક્ષા કરવામાં આવશે. અને ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં નિર્ણય લઇ અને સહાયની જાહેરાત કરવામાં આવી શકે છે.

ગુજરાત સરકારની કેબિનેટમાં લેવાનારા બહુ હેતુક નિર્ણય પર ચર્ચા-વિચારણા, નવી  ગાઈડલાઈન પર નજર | Discussion on multi-purpose decision taken in Gujarat  government's cabinet, look at ...

અગાઉ સરકારે કરી હતી જાહેરાત

બિપોરજોય વાવાઝોડાએ વ્યાપક વિનાશ વેર્યો હતો. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો વધુ પ્રભવિત થયાં હતા. જેને લઈને ચાર દિવસ આગાઉ જ અસરગ્રસ્ત લોકો માટે સરકારે સહાયની જાહેરાત કરી હતી. વાવાઝોડાને કારણે ઘરબાર છોડીને ગયેલા લોકોને સરકાર કપડાં તથા ઘરવખરીના સહાય પેટે સાત હજાર ચૂકવવા તથા અન્ય સહાયની રકમની જાહેરાત કરી હતી.આ સહાયમાં કપડા અને ઘરવખરી નુકસાન માટે સરકારે 7 હજાર રૂપિયા ચૂકવશે, તો સંપૂર્ણ નાશ થયેલા કાચા મકાનોમાં 1 લાખ 20 હજારની સહાયની જાહેરાત કરવામાં આવી હતી. આંશિક નુકસાન થયેલા પાકા મકાનોમાં 15 હજારની સહાય ચુકવશે. આંશિક નુકસાન થયેલા કાચા મકાનોમાં 10 હજારની સહાય, સંપૂર્ણ નાશ થયેલા ઝુંપડા માટે 10 હજારની સહાય, ઘર સાથેના શેડ નુકસાન માટે 5 હજારની અપાશે સહાયની જાહેરાત કરવામાં આવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ