બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Government failed to control lumpy Agriculture Minister dismissed this claim of Congress as false

ગુજરાત / 'લમ્પીને કંટ્રોલ કરવામાં સરકાર નિષ્ફળ, 3 લાખ પશુઓના થયા મોત', કોંગ્રેસના આ દાવાને કૃષિમંત્રીએ ખોટો ગણાવ્યો

Kishor

Last Updated: 05:26 PM, 22 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિધાનસભા સત્ર દરમિયાન લમ્પી વાયરસ મુદ્દે ઘમાસાણ સર્જાયું હતું. જેમાં કોંગ્રેસે સરકાર સામે આક્ષેપો કર્યા હતા તો ભાજપે આરોપને ખોટા કહ્યા હતા.

  • લમ્પીને કન્ટ્રોલ કરવામાં સરકાર નિષ્ફળ :કોંગ્રેસ
  • લમ્પી વાયરસ પર કોંગ્રેસના આક્ષેપનો કૃષિમંત્રી રાઘવજી પટેલનો જવાબ
  • કોંગ્રેસે લગાવેલા આરોપો ખોટા : રાઘવજી પટેલ

વિધાનસભા સત્રના અંતિમ દિવસ દરમિયાન આજે ગૃહમાં કોંગ્રેસે લમ્પી વાયરસ મુદ્દે હોબાળો મચાવ્યો હતો અને સરકાર વિરુદ્ધ આકરા આક્ષેપો કર્યા હતા. સરકાર લમ્પી વાયરસને કંટ્રોલ કરવામાં નિષ્ફળ નીવડી હોવાનો કોંગ્રેસ દ્વારા દાવો કરવામા આવ્યો હતો તો આ મુદ્દે કૃષિમંત્રી રાઘવજી પટેલે આ કોંગ્રેસના આરોપને પાયા વિહોણા ગણાવ્યા હતા.


3 લાખ પશુઓના મોત થયાનો કોંગ્રેસનો દાવો
લમ્પી વાયરસને લઇ કોંગ્રેસ આજે ગૃહમાં ચર્ચા કરવાની માંગ ઉઠાવી હતી. ધારાસભ્ય પુંજા વંશે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે  સરકાર લમ્પી વાયરસને કંટ્રોલ કરવામાં નિષ્ફળ નીવડી છે. રાજ્યમાં કચ્છ અને જામનગરથી લમ્પી વાયરસની શરૂઆત થઈ હતી.  જે તે વેળાએ સરકારે તેની ગંભીરતાને ધ્યાને લઈને પૂરતી રસી ઉપલબ્ધ કરાવી હોત તો લમ્પી વાયરસ કંટ્રોલ થઇ શકે તેમ હતું . ગાયો તડફડીને મરી રહી છે અને  3 લાખ પશુઓના મોત થયાનો પણ કોંગ્રેસે દાવો કર્યો હતો. વધુમાં મે ટૂંકી મુદ્દતનો પ્રશ્ન દાખલ કર્યો હતો પરંતુ સંવેદનાપૂર્વક ચર્ચા કરવાના બદલે મારો પ્રશ્ન રદ કરાયો હોવાનું  પણ કોંગી નેતા દ્વારા જણાવ્યું હતું. 

હાલ 11 હજાર પશુઓ સારવાર હેઠળ: રાઘવજી પટેલ
તો બીજી તરફ કૃષિમંત્રી રાઘવજી પટેલે કોંગ્રેસના આક્ષેપો અંગે પ્રતિક્રિયા આપી હતી. તમણે જણાવ્યું કે લમ્પી વાયરસનો ખતરો વધી રહ્યો હોવાની કોંગ્રેસની વાત ખોટી છે. હાલ 11 હજાર પશુઓ સારવાર હેઠળ છે અને સાડા ત્રણ ટકા જ પશુઓ લમ્પીના કારણે મૃત્યુ થયા છે.  કુલ 1, 52, 600 થી વધુ અસરગ્રસ્ત પશુઑ અત્યાર સુધીમાં સજા થયા છે.  વધુમાં 11,  200 જેટલા સારવાર હેઠળ હોવાનું અને 5959 જેટલા પશુઑના મોત થયા હોવાનો સત્તાવાર આંકડો છે. જ્યારે 3 લાખથી વધુ પશુઑના મોત અંગેનો કોંગ્રેસનો આક્ષેપ તદ્દન ખોટો હોવાનું રઘવજી પટેલે ઉમેર્યું હતું. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ