બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / government clears lca mk2 tejas fighter jet project know everything about it

નવી સિદ્ધિ / LCA Mk2 ફાઇટર જેટને મળી કેન્દ્ર સરકારની લીલીઝંડી, જાણો કેવી છે સ્વદેશી ફાઇટર જેટની તાકાત

MayurN

Last Updated: 09:07 PM, 1 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરક્ષા મામલે કેબિનેટ કમિટીએ 1 સપ્ટેમ્બર 2022એ LCA માર્ક 2 ફાઇટર જેટના વિકાસને લીલીઝંટી આપી દીધી છે.

  • LCA Mark 2ના ડેવલોપમેન્ટ પ્રોજેક્ટને મંજૂરી મળી
  • 17.5 ટનનું સિંગલ એન્જિન વાળુ સુપરસોનિક એરક્રાફ્ટ
  • મિરાજ 2000, જગુઆર અને મિગ-29 કૉમ્બેટની જગ્યા લેશે

એયરોનૉટિકલ ડેવલોપમેન્ટ એજન્સીના પ્રમુખ ગિરીશ દેવરધરે જણાવ્યું કે, LCA Mark 2ના ડેવલોપમેન્ટ પ્રોજેક્ટને મંજૂરી મળી ગઇ છે. આ એક અત્યાધુનિક 17.5 ટનનું સિંગલ એન્જિન વાળુ સુપરસોનિક એરક્રાફ્ટ છે. વાયુસેનાએ આનાથી જૂના મિરાજ 2000, જગુઆર અને મિગ-29 કૉમ્બેટ એરક્રાફ્ટને હટાવવામાં મદદ મળશે. 

ગિરીશે જણાવ્યું કે, આ ફાઇટર જેટની પહેલી ઉડન વર્ષ 2024માં સંભવ છે. જોકે આને સમગ્ર રીતે વિકસિત થઇને તૈયાર થવામાં 5 વર્ષ લાગશે. વર્ષ 2027થી તેનું સમગ્ર ઉત્પાદન શરૂ થઇ જશે. આ પ્રોજેક્ટને લીલીઝંડી મળવાનો મતલબ છે કે LCA Mk 1A પ્રોગ્રામને પણ પ્રોત્સાહન મળશે. સાથે જ પાંચમી પેઢીની અત્યાધુનિક મીડિયમ કૉમ્બેટ એરક્રાફ્ટ પ્રોજેક્ટને ડેવલપ કરવામાં મદદ મળશે.

ગિરીશે જણાવ્યું કે, LCA માર્ક 2 ફાઇટર જેટના પ્રોટોટાઇપના વિકાસ એક વર્ષમાં થઇ જશે. તેની ઉડાન પણ 1,2 વર્ષમાં સંભવ છે. 2027 સુધીમાં ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પૂર્ણ થઇ જશે. આ દરમિયાન અમે આના ટ્રાયલ્સ અને અન્ય વિકાસાત્મક કામ પૂર્ણ કરી લઇશું.

DRDOને લાગે છે કે જો એવિયોનિક્સ અને અન્ય ક્ષમતાઓની વાત કરીએ તો આને રાફેલ ક્લાસ એરક્રાફ્ટની શ્રેણીમાં રાખી શકાય છે. જ્યારે તેનું વજન ઓછું છે. ભારત સરકારે એ પણ કહ્યું કે, આ વિમાનનું એન્જીન પણ ભારતમાં જ બનવું જોઈએ પરંતુ પ્રાથમિક પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ.

DRDO જોકે LCA માર્ક 2 ફાઇટર જેટના GE-414 એન્જિનનો વિકાસ કરશે. આ GE-404sનું એડવાન્સ વર્જન હશે. આ એન્જિન હાલ 83 LCA Mark 1Aમાં લાગેલું છે. આગામી 2 વર્ષમાં જ માર્ક 1Aને ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવશે. જોકે ભારતીય વાયુસેનાની નજીક 30 LCA તેજસ વિમાન હાજર છે. 2 વિમાનોનો ઉપયોગ HAL કરી રહ્યું છે જેથી તે LCA-1A ડેવલોપમેન્ટ કરી શકે.

હવે જાણીએ આ ફાઇટર જેટની ખાસિયતો અંગે. આ ફાઇટર જેટમાં એક કે બે ક્રૂ બેસી શકશે. લંબાઇ 47.11 ફૂટ હશે. વિંગસ્પેન 27.11 ફૂટ અને ઉંચાઈ 15.11 ફૂટ હશે. વધુમાં વધુ ટેકઑફ વજન 17,500 કિલોગ્રામ હશે. આ પોતાની સાથે 6500 કિલોગ્રામ વજનના હથિયાર ઉઠાવી ઉડી શકશે.

સૌથી મોટી તાકાત તેની ગતિ હશે. આ વધુમાં વધુ 2385 કિલોમીટર પ્રતિકલાકની ઝડપથી ઉડશે. એટલે દુનિયાના સર્વશ્રેષ્ઠ ફાઇટર જેટ્સની ગતિને ટક્કર આપશે. જેની ઉડાન કુલ રેન્જ 2500 કિલોમીટર છે જ્યારે કૉમ્બેટ રેન્જ 1500 કિલોમીટર હશે. આ વધુમાં વધુ 56,758 ફૂટની ઉંચાઈ સુધી ઉડાન ભર શકશે. જેમાં 13 હાર્ડ પોઇન્ટ્સ હશે એટલે 13 અલગ અલગ પ્રકારના હથિયાર કે પછી તેનું મિશ્રણ લગાવી શકાશે.

ફાઇટર જેટમાં હવાથી હવામાં વાર કરનારી MICA, ASRAAM, Meteor, Astra, NG-CCM, હવાની સપાટી પર માર કરનારી બ્રહ્મોસ-NG ALCM, LRLACM, સ્ટૉર્મ શૈડો, ક્રિસ્ટલ મેજ લગાવવાની યોજના છે. આ સિવાય એન્ટી-રેડિએશન મિસાઇલ રૂદ્રમ 1/2/3 લગાવી શકાય. આ સિવાય જેમાં પ્રેસિશન ગાઇડેડ મ્યૂનિશન એટલે બોમ્બ પણ લગાવવામાં આવશે.

આ પ્રેસિશન ગાઇડેડ મ્યૂનિશનમાં સામેલ છે સ્પાઇસ, HSLD-100/250/450/500, DRDO Glide Bombs, DRDO SAAW. લેજર ગાઇડેડ બમોંમાં સુદર્શન બોમ્બ લગાવવામાં આવશે. આ સિવાય ક્લસ્ટર મ્યૂનિશન, લૉયટરિંગ મ્યૂનિશન કૈટ્સ અલ્ફા અને અનગાઇડેડ બોમ્બ લગાવી શકાશે.

આમાં એવિયોનિક્સ લાગેલા છે તેનાથી દુશ્મનોની જાણ થઇ શકશે. હુમલાથી બચવામાં મદદ કરીશું. જેમાં LRDE Uttam AESA Radar, DARE Electroni Warfare, Suite (UEWS), DARE Dual Missile Approach Warning System (DCMAWS) અને DARE Targeting pol લાગેલા હશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ