બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / government can give big relief in union budget 2024

Election 2024 / ચૂંટણી પહેલા મિડલ ક્લાસ અને ગરીબ વર્ગ માટે ખજાનો ખોલશે મોદી સરકાર! થઈ શકે છે મોટા એલાન

Manisha Jogi

Last Updated: 10:50 AM, 7 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચૂંટણી પહેલી મોદી સરકાર કેટલીક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી શકે છે. સરકાર ખેડૂતો, મહિલાઓ અને યુવાઓ માટે કંઈક વિશેષ કરવા માટેની કોશિશ કરી રહી છે. ઉપરાંત મધ્યમ લર્ગના લોકોને રાહત મળી શકે છે.

  • મોદી સરકાર કેટલીક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી શકે
  • ખેડૂતો, મહિલાઓ માટે થઈ શકે છે મહત્ત્વપૂર્ણ જાહેરાત
  • મધ્યમ લર્ગના લોકોને રાહત મળી શકે છે

ચૂંટણી પહેલી મોદી સરકાર કેટલીક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી શકે છે. આ તમામ બાબતો માટે વિચારમંથન કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રીની નરેન્દ્ર મોદીની 1 ફેબ્રુઆરીના રોજ અંતિમ મોહર લાગ્યા પછી નાણાંમંત્રી નિર્મલા સીતારમણ કેટલીક રજૂઆત કરી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર સરકાર ખેડૂતો, મહિલાઓ અને યુવાઓ માટે કંઈક વિશેષ કરવા માટેની કોશિશ કરી રહી છે. ઉપરાંત મધ્યમ લર્ગના લોકોને રાહત મળી શકે છે. 

સરકારનો પ્લાન
સરકાર ચૂંટણી પહેલા લાખો ખેડૂતોને લાભ આપવાનું વિચારી રી છે. સરકાર તરફથી જાહેરાત થયા પછી તેનો અમલ કરવામાં આવી શકે છે. આ તમામ મહત્ત્વપૂર્ણ બાબતો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. કિસાન સમ્માન નિધિ તથા લાડલી યોજના હેઠળ ખેડૂતો અને મહિલાઓને આર્થિક લાભ આપવા માટેની યોજનાઓ પર કામ કરવામાં આવી રહ્યું છે. અનેક નેતાઓએ જણાવ્યું છે કે, નાણાંકીય નીતિમાં ફેરફાર કરવાની જરૂર છે અને ચૂંટણી સુધી નાણાંકીય નુકસાનને ભૂલીને કલ્યાણકારી યોજના તથા કિસાન પેકેજ બાબતે વિચારણાં કરવાની જરૂર છે. 

નાણાંકીય નુકસાનની ચિંતા નહીં
આર્થિક પરિસ્થિતિમાં સુધારો થવાનો કારણે સરકાર પાસે પૂરતું ફંડિંગ છે, જેથી અન્ય વિકાસ યોજનાઓના ફંડિંગ પર કોઈ અસર નહીં થાય છે. ડાયરેક્ટ રકમ આપતા પેકેજની જાહેરાત પછી તેની અસર પડી શકે છે. 

2019માં મોટો દાવ
2019ની સામાન્ય ચૂંટણી પહેલા અંતિમ બજેટમાં કેન્દ્ર સરકારે મોટો દાવ રમ્યો હતો. મોદી સરકારે કિસાન સમ્માન નિધિની જાહેરાત કરી હતી અને સુનિશ્ચિત કર્યું હતું કે, ચૂંટણી પહેલા તમામ લોકોના ખાતામાં પહેલો હપ્તો પહોંચાડવાનું સુનિશ્ચિત કર્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ