બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / Google introduced emoji cooking gboard feature for google web search and iphone users

ટેક / જેમ મરજી પડે તેમ બનાવો ઈમોજી, ગૂગલનું જોરદાર ફીચર્સ ચેટમાં લગાવશે ચાર ચાંદ, જાણો સ્ટેપ

Vaidehi

Last Updated: 07:54 PM, 14 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૂગલ યૂઝર્સ માટે ખાસ ફીચર લઈને આવ્યું છે જેની મદદથી તમે પોતાની કસ્ટમ ઈમોજી સેકન્ડોમાં બનાવી શકશો અને મોકલી પણ શકશો. જાણો તમામ સ્ટેપ્સ.

  • ગૂગલ યૂઝર્સ આપે છે 'ઈમોજી કિચન' ફીચર
  • અહીં તમે પોતાની કસ્ટમ ઈમોજી બનાવી શકશો
  • 2 ઈમોજી મિક્સ કરીને નવી ઈમોજી બનાવી શેર કરી શકો છો

ચેટિંગ દરમિયાન આપણે મોટાભાગે ઈમોજીનો ઉપયોગ કરતાં હોઈએ છીએ. હવે ગૂગલ યૂઝર્સ માટે ખાસ ફીચર લઈને આવ્યું છે જેની મદદથી તમે પોતાની કસ્ટમ ઈમોજી સેકન્ડોમાં બનાવી શકશો. પહેલા આ ફીચર એન્ડ્રોઈડ યૂઝર્સ માટે આવ્યો હતો પણ હવે આઈફોન અને વેબયૂઝર્સ પણ ઉપયોગ કરી શકશે.

જી-બોર્ડમાં ઈમોજી કિચન ફીચર
ગૂગલે જી-બોર્ડમાં નવો ફીચર લૉન્ચ કર્યો છે. થોડાવર્ષો પહેલાં ગૂગલે જી-બોર્ડમાં ઈમોજી કિચન ફીચરને એન્ડ્રોઈડ યૂઝર્સ માટે લૉન્ચ કર્યું હતું જેનો ઉપયોગ કરીને તમે પોતાની ઈમોજી સ્ટીકર બનાવી શકો છો. હવે આ ફીચર ગૂગલ વેબ સર્ચ પર પણ ઉપલબ્ધ છે જેનો તમે કોઈપણ ડિવાઈઝમાં ઉપયોગ કરી શકો છો.

આ રીતે પોતાની ઈમોજી બનાવી શકો છો.

  • ગૂગલ સર્ચમાં જઈને 'emoji kitchen gboard' સર્ચ કરો.
  • Get Cooking પર ક્લિક કરો.
  • સ્ક્રિનની લેફ્ટ સાઈડમાં તમને ઈમોજીની લિસ્ટ જોવા મળશે. તેમાંથી જે ઈમોજીનો ઉપયોગ કરવો હોય તેના પર ક્લિક કરવું.
  • સ્ક્રિનની જમણી બાજુ તમે તમામ પોસિબલ કસ્ટમ ઈમોજી મળી જશે.
  • જે ઈમોજી તમને યૂઝ કરવી હોય તેના પર ક્લિક કરવું.
  • નવી કસ્ટમ ઈમોજીને કોપી કરીને તમારા પરિવાર કે મિત્રો સાથે શેર કરો.

જી-બોર્ડ AI સાથે સંકળાયેલું છે
ભારત અને જાપાનમાં ગૂગલે જી-બોર્ડમાં આર્ટિફીશિયિલ ઈંટેલિજેંસ જોડ્યું છે. આ બાદ યૂઝર્સને લોકલ ભાષામાં ટેક્સ્ટ અને વિઝ્યુઅલ જોવા મળે છે. ગૂગલ અનુસાર AIની મદદથી યૂઝર્સને શોર્ટ વીડિયો અને ઈમેજ દેખાડવામાં આવશે. જેની મદદથી યૂઝર્સ ટોપિકને સમજવામાં સરળતા અનુભવશે. આ સાથે જ AIની મદદથી તમે તમારા સંપૂર્ણ ટોપિકનો ઓવરવ્યૂ પણ મેળવી શકશો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ