બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Good news for Team India, this star batsman will join the team for the next match of Asia Cup

ASIA CUP 2023 / ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર સામે આવ્યા, એશિયા કપની આગમી મેચ માટે ટીમમાં જોડાશે આ સ્ટાર બેટ્સમેન

Megha

Last Updated: 04:30 PM, 3 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયા કપના સુપર-4માં પહોંચવા માટે ભારતીય ટીમે તેની આગામી મેચ કોઈપણ ભોગે જીતવી પડશે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયા માટે એક સારા સમાચાર સામે આવ્યા છે.

  • ટીમ ઈન્ડિયાની પાકિસ્તાન સામેની પ્રથમ મેચ રદ્દ કરવામાં આવી 
  • ટૂર્નામેન્ટની વચ્ચે એક સ્ટાર ખેલાડી ટીમ સાથે જોડાવા જઈ રહ્યો છે
  • IPL 2023 દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો આ ખેલાડી 

એશિયા કપ 2023ની શરૂઆત ટીમ ઈન્ડિયા માટે કંઈ ખાસ રહી નથી. ટીમ ઈન્ડિયાની પાકિસ્તાન સામેની પ્રથમ મેચ રદ્દ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં સુપર-4માં પહોંચવા માટે ભારતીય ટીમે તેની આગામી મેચ કોઈપણ ભોગે જીતવી પડશે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયા માટે એક મોટા સારા સમાચાર સામે આવ્યા છે. આ ટૂર્નામેન્ટની વચ્ચે એક સ્ટાર ખેલાડી ટીમ સાથે જોડાવા જઈ રહ્યો છે. આ ખેલાડી ટૂંક સમયમાં શ્રીલંકા જવાનો છે.

આ ખેલાડી ટૂંક સમયમાં શ્રીલંકા જશે
ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ ઈજાના કારણે એશિયા કપની પ્રથમ બે મેચમાંથી બહાર થઈ ગયો હતો. કેએલ રાહુલને હવે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) તરફથી ફિટનેસ સર્ટિફિકેટ મળ્યું છે. જણાવી દઈએ કે જાંઘની સર્જરી બાદ રાહુલ બેંગ્લોરના NCAમાં સ્વસ્થ થઈ રહ્યો છે. હવે તે ટીમ સાથે જોડાવા માટે ગમે ત્યારે શ્રીલંકા જઈ શકે છે. જો કે એશિયા કપ માટે ભારતીય ટીમમાં સામેલ થવા માટે શ્રીલંકા જતા પહેલા રાહુલ તેના ફિટનેસ પ્રોગ્રામના છેલ્લા રાઉન્ડમાં ભાગ લેશે.

IPL 2023 દરમિયાન ઈજા થઈ હતી
આઈપીએલ 2023માં કેએલ રાહુલ મધ્ય સીઝનમાં ઈજાગ્રસ્ત થયો હતો. તેણે જાંઘની સર્જરી કરાવવી પડી. કેએલ રાહુલે ટીમ ઈન્ડિયા માટે તેની છેલ્લી મેચ માર્ચ 2023માં રમી હતી. તેણે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 54 ODI મેચમાં 1986 રન બનાવ્યા છે. તે જ સમયે, કેએલ રાહુલે 47 ટેસ્ટ મેચોમાં 33.44ની એવરેજથી 2642 રન બનાવ્યા છે.   ટી20માં રાહુલના આંકડા પણ ઘણા સારા છે. તેણે 72 ટી20 મેચ રમીને 2265 રન બનાવ્યા છે.

એશિયા કપ 2023 માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, કેએલ રાહુલ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ , જસપ્રીત બુમરાહ , મોહમ્મદ શમી , મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા 

સ્ટેન્ડબાય પ્લેયરઃ સંજુ સેમસન

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ