બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Good news for private school teachers, they will also get the benefit of gratuity; Supreme Court order

ગુડ ન્યૂઝ / પ્રાઈવેટ ટીચર્સ ખુશખુશાલ ! 6 અઠવાડિયામાં વ્યાજ સાથે મળી જશે ગ્રેચ્યુટી, સુપ્રીમે કાયદાને યથાવત રાખ્યો

Hiralal

Last Updated: 04:34 PM, 1 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપ્રીમ કોર્ટે 2009નો એક કાયદો જાળવી રાખતા હવે પ્રાઈવેટ સ્કૂલોના શિક્ષકો પણ ગ્રેચ્યુટી માટે હકદાર બની જશે.

  • ખાનગી શિક્ષકો માટે રાહતના સમાચાર
  • સુપ્રીમ કોર્ટે પ્રાઈવેટ સ્કૂલોમાં જાળવી રાખ્યો 2009નો ગ્રેચ્યુટીનો કાયદો
  • 1997 બાદ નિવૃત થયેલા તમામ શિક્ષકોને સ્કૂલોએ આપવી પડશે ગ્રેચ્યુટી

ખાનગી શાળાઓમાં ભણાવતા શિક્ષકો માટે મોટી ખુશખબર છે. શિક્ષકોને હવે ગેચ્યુટી મળતી થઈ જશે. સુપ્રીમ કોર્ટે 2009ના કાયદાને યોગ્ય ઠેરવ્યો છે, જે મુજબ ખાનગી શિક્ષકો પણ ગ્રેચ્યુઇટીના હકદાર છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે આ નિયમ 1997થી લાગુ થશે. એટલે કે ખાનગી શાળાઓ 1997 પછી નિવૃત્ત થયેલા તમામ શિક્ષકોને ગ્રેચ્યુટી ચૂકવશે. 

વ્યાજ સાથે 6 અઠવાડિયામાં કરી આપવી પડશે ગ્રેચ્યુટી ચૂકવણી 
ખાનગી શાળાઓએ આ ચુકવણી વ્યાજ સાથે 6 અઠવાડિયામાં કરવાની રહેશે. શિક્ષકોને ગ્રેચ્યુટી ચૂકવવા માટે પૈસા નથી તેવી પ્રાઈવેટ સ્કૂલોની અરજી પર ફગાવી દેતા  સુપ્રીમની બૅન્ચે ગેચ્યુટીનો 2009નો કાયદો યથાવત જાળવી રાખ્યો હતો. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદીની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. આ સાથે કોર્ટે ખાનગી શાળાઓને પેમેન્ટ ઓફ ગ્રેજ્યુઈટી (એમેન્ડમેન્ટ) એક્ટ-2009 હેઠળ તમામ શિક્ષકોને વ્યાજ સાથે ગ્રેચ્યુઈટી ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

પ્રાઈવેટ સ્કૂલોની અરજી ફગાવી સુપ્રીમ કોર્ટે 
ખાનગી શાળાઓ વતી કોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે તેઓ શિક્ષકોને ગ્રેચ્યુઇટી ચૂકવવાની ક્ષમતા ધરાવતા નથી. આના પર ખંડપીઠે કહ્યું કે, આ શક્ય નથી. રાજ્યોમાં ફીને લઈને કાયદા છે, જેનું પાલન કરવું જરૂરી છે. પરંતુ આ નિયમોનું પાલન કરવાનો અર્થ એ નથી કે શિક્ષકોને ગ્રેચ્યુઇટીથી વંચિત રહેવું જોઈએ. આ શિક્ષકોનો અધિકાર છે. 

1972થી લાગુ છે ગ્રેચ્યુટીનો કાયદો 
ઉલ્લેખનીય છે કે ગ્રેચ્યુટી સાથે સંબંધિત કાયદો 1972 થી અમલમાં છે. આ કાયદા મુજબ જો કોઈ કર્મચારીએ 5 વર્ષ કે તેથી વધુ સમય સુધી કોઈ કંપની કે સંસ્થામાં કામ કર્યું હોય તો તેને રાજીનામું કે નિવૃત્તિ સમયે ગ્રેચ્યુઈટી આપવામાં આવશે. 1997માં શ્રમ મંત્રાલયે શૈક્ષણિક સંસ્થાઓને પોતાના દાયરામાં લાવવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું હતું. આ કાયદો તમામ ખાનગી શાળાઓને પણ લાગુ કરવામાં આવ્યો હતો. પરંતુ ખાનગી શાળાઓ તેની સામે સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ