બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gondal assembly seat: Youth of Patidar community support Sahadev Singh Jadeja

સોગઠાં / ગોંડલ બેઠકનું ઘમાસાણ: ક્ષત્રિય સમાજના પ્રમુખ પદેથી હટાવાયા બાદ પાટીદાર સંમેલનમાં દેખાયા સહદેવસિંહ, યુવાનોએ કર્યું સમર્થન

Vishnu

Last Updated: 11:53 PM, 10 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગઈકાલે સહદેવસિંહ જાડેજાને ક્ષત્રિય સમાજના પ્રમુખ પદેથી નિષ્ક્રિય કરવા માટે કારોબારીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો

  • ગોંડલ બેઠક પર ધમાસાણ
  • ભાજપની ટિકિટ મુદ્દે ધમાસાણ
  • પાટીદાર સમાજના યુવાઓનું સહદેવસિંહને સમર્થન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત અંગે ઘડીઑ ગણાઈ રહી છે. ત્યારે રાજકોટના ગોંડલમાં ભાજપની ટિકિટ મુદ્દે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. સહદેવસિંહ જાડેજાને ક્ષત્રિય સમાજના પ્રમુખ પદેથી દૂર કરવામાં આવ્યા છે અને હરિહરસિંહ વાઘેલાને સમાજના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. સહદેવસિંહ જાડેજા રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા જૂથના છે અને તેમને  હટાવતા ફરી એક વખત ગોંડલમાં ટિકિટની ઘમાસાણ વચ્ચે પદને લઈ વધુ વિવાદ સર્જાયો છે.

પાટીદાર સમાજના યુવાનોએ સહદેવસિંહને સમર્થન કર્યું
ગોંડલમાં ભાજપની ટિકિટ મુદ્દે ધમાસાણ યથાવત છે. ગઈકાલે સોમવારે સહદેવસિંહ જાડેજાને ના રાજપૂત સમાજના પ્રમુખ પદેથી દૂર કરવામાં આવતા તેના પડઘા પાટીદાર સમાજમાં પણ પડ્યા છે. સોશિયલ મીડિયામાં પાટીદાર સમાજના યુવાનોએ સહદેવસિંહને સમર્થન કર્યું છે. તે બાદ પાટીદાર સન્માન સમારોહમાં સહદેવસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યાં હતા. કિન્નાખોરી રાખી સહદેવસિંહને પ્રમુખ પદેથી દૂર કરાયાનો આક્ષેપ લાગી રહ્યો છે.

સહદેવસિંહ, જયંતિ ઢોલ માટે માગી છે ટિકિટ
જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ ગોંડલમાં ભાજપની ટિકિટ મુદ્દે માહોલ ગરમાતો જાય છે. છેલ્લા કેટલાક સમયથી ભાજપની ટિકિટ મુદ્દે બે જૂથ આમને સામને આવી ગયા છે. એક જૂથ વર્તમાન ધારાસભ્યના પતિ જયરાજસિંહ જાડેજાનો છે. જ્યારે જયરાજસિંહ સામે રિબડાના અનિરૂદ્ધસિંહ જાડેજા જૂથ ટિકિટની માંગણી કરી રહ્યા છે. બન્ને જૂથ ટિકિટની દાવેદારી માટે શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. અગાઉ કડવા અને લેઉવા પાટિદારે અલગ અલગ સમેલન દ્વારા શક્તિ પ્રદર્શન કર્યું હતું. પટેલ સમાજ સાથે ક્ષત્રિય સમાજનું પણ શક્તિ પ્રદર્શન યોજાયું હતુ. બન્ને જૂથ પોતાના નેતાને ટિકિટ મળે તે માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. 

ગોંડલમાં ગરમાયું રાજકારણ
ગોંડલમાં ભાજપની ટિકિટ મુદ્દે વિખવાદ ચાલી રહ્યો છે. ત્યારે રીબડા જૂથ સહદેવસિંહ અને જયંતિ ઢોલ માટે ટિકિટ માગી રહ્યું છે. જ્યારે ગોંડલના વર્તમાન ધારાસભ્યનું જૂથ ટિકિટ માટે દાવેદારી કરી રહ્યા છે. હવે સહદેવસિંહ જાડેજાને પ્રમુખ પદેથી હટાવતા ફરી રાજકારણ ગરમાયું છે. ત્યારે હવે ટિકિટ વિખવાદમાં ગોંડલમાં નવા જૂની થાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. 

સહદેવસિંહે કોર્ટમાં જવાની ધમકી આપી

ક્ષત્રિય સમાજની કારોબારી બેઠક યોજાઇ હતી. જે કારોબારી બેઠકમાં નવા પ્રમુખની વરણી બાદ સહદેવસિંહે કોર્ટમાં જવાની ધમકી આપી છે. સહદેવસિંહ જાડેજા અનિરુદ્ધસિંહ જૂથના હોવાથી કાર્યવાહી થઈ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યુ છે. નવા પ્રમુખની વરણી બાદ ભાજપ નેતા સહદેવસિંહ જાડેજાએ નવા પ્રમુખની વરણીને સ્વિકારવાનો ઈનકાર કર્યો હતો અને કહ્યુ હતુ કે, જરૂર પડ્યે હું કોર્ટના દરવાજા ખખડાવીશ.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ