સોના અને ચાંદીની કિંમતોમાં આજે ભારે તેજી જોવા મળી છે. બજારમાં સોનાનાં ભાવ 61000ને પાર તો ચાંદી 75000 રૂપિયાને નજીક પહોંચ્યું છે.
સોના ચાંદીની કિંમતમાં વધારો
ગ્લોબલ માર્કેટમાં ઉતાર ચઢાવ છે કારણ
સોનાનાં ભાવ 61 હજારને પાર
સોના અને ચાંદીની કિંમતો રેકોર્ડનાં સ્તર પર પહોંચી ગઈ છે. ગ્લોબલ માર્કેટમાં હલચલ થવાથી કોમોડિટી માર્કેટ જોરદાર એક્શનમાં છે. વાયદા બજાર કે હાજર બજાર હોય સોનું અત્યાર સુધી સૌથી મોંઘા ભાવ પર વેંચાઈ રહ્યું છે. અમેરિકામાં રોજગારનાં ખરાબ આંકડાઓથી ઈન્ટરનેશનલ માર્કેટમાં કોમેક્સ પર સોનું તેજીમાં આવ્યું છે.
આજનાં સોનાનાં ભાવ
મહિનામાં સોનાનાં ભાવ 10% વધ્યાં છે. આજે સોનું 60 હજારનો આંકડો પાર કરીને 62560 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચ્યું છે.સોનાનો ભાવ 1262 રૂપિયા વધ્યો છે. જ્યારે ચાંદીનાં ભાવ 2822 રૂપિયા વધીને 74522 રૂપિયા પ્રતિ કિગ્રા પર ટ્રેડ કરી રહ્યું છે.
આજનાં સોનાનાં ભાવ IBJA
કોમેક્સ પર સોનાની કિંમત 13 મહિનાની ઊંચાઈ પર પહોચ્યું છે જે 2040 ડોલર પ્રતિ ઓન્સ છે. આ રીતે ચાંદી 25 ડોલર પ્રતિ ઓન્સનાં આંકડાને પાર કરી ગઈ છે. ચાંદીની કિંમત એકવર્ષનાં સૌથી ઉપરનાં સ્તર પર પહોંચી છે. તેનું પરિણામ છે કે ઘરેલૂ વાયદા બજારમાં પણ સોના-ચાંદીની કિંમતો વધી છે.
સોનાનાં ભાવ 65000 સુધી પહોંચી શકે છે
IIFL સિક્યોરીટીનાં વાઈસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તાએ જણાવ્યું છે કે શેરમાર્કેટમાં આવી રહેલા ઉતાર ચઢાવને કારણે સોનાનાં ભાવ સતત વધી રહ્યાં છે અને રેકોર્ડ બનાવી રહ્યાં છે. તેમણે કહ્યું કે અંદાજ અનુસાર આ વર્ષનાં અંત સુધીમાં સોનાની કિંમત 65 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ શકે છે.