બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / girl is seen standing in front of tv and dancing like a scary character

નવું જોણું / VIDEO : હોરર ફિલ્મ જોઈને બરાબર એવો જ ડાન્સ કરવા લાગી બાળકી, 7 કરોડ લોકોએ જોયો વીડિયો

Hiralal

Last Updated: 08:25 PM, 2 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેલ્જિયમની બાળકીના હોરર ડાન્સનો વીડિયો વાયરલ થતા તેને 7 કરોડથી વધુ લોકોએ જોયો હતો.

  • બેલ્જિયમની બાળકીના હોરર ડાન્સનો વીડિયો વાયરલ 
  • ટીવીમાં ચાલતા હોરર ફિલ્મના કેરેક્ટર જેવો જ કર્યો ડાન્સ
  • વીડિયોએ આખી દુનિયામાં મચાવી ધૂમ 

સોશિયલ મીડિયામાં છવાઈ જવાનું કોને ન ગમે? છવાઈ જવા માટે લોકો જાતજાતના અખતરાં કરે છે, હવે એક બાળકીએ પણ જે પ્રકારનો ડાન્સ કર્યો છે તે જોઈને લોકો ચોંકી ઉઠ્યાં છે. હાલમાં જ એક છોકરીનો ડાન્સ વીડિયો સતત વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં તે ઘરની અંદર ટીવીની સામે ઉભી રહીને તેમાં જોવા મળતા કેરેન્ટરની જેમ ડાન્સ કરતી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર સામે આવેલા આ ડાન્સ વીડિયોમાં બાળકી કોઈ હોરર ફિલ્મના પાત્ર જેવી લાગી રહી છે. જેમાં તે ડરામણા પાત્રની જેમ ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ સમય દરમિયાન તેના ડાન્સ સ્ટેપ્સ ટીવીમાં જોવા મળતા પાત્રની જેવા જ રહ્યાં હતા. વીડિયો આજકાલ ઝડપથી યૂઝર્સનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે.

બેલ્જિયનની બાળકીએ દુનિયાને ચોંકાવી મૂકી 
આ વીડિયોમાં દેખાતી બાળકીનું નામ એલા કાસુમોવિક છે, જેના ઇન્સ્ટાગ્રામ બાયો મુજબ તે બેલ્જિયન ગોટ ટેલેન્ટની ફાઇનલિસ્ટ છે. વીડિયોમાં એલા કાસુમોવિક ટીવી સામે અદભૂત બ્લેક ડ્રેસમાં ઉભી રહીને ડાન્સ કરતી જોવા મળી રહી છે. જેને જોઈને યુઝર્સ ખૂબ જ રોમાંચિત થઈ જાય છે.

બાળકીનો હોરર ડાન્સનો વીડિયો 7 કરોડ લોકોએ જોયો 

બાળકીનો હોરર ડાન્સનો વીડિયો લોકોને ખૂબ પસંદ પડ્યો અને અત્યાર સુધી 7 કરોડથી વધુ લોકો તેને જોઈ વળ્યાં છે. વીડિયો જોઈને યૂઝર્સ સતત પોતાની પ્રતિક્રિયા પર કમેન્ટ કરતા જોવા મળે છે. મોટા ભાગના યુઝર્સે એલાના ડાન્સ સ્ટાઈલની પ્રશંસા કરી છે. સાથે જ કેટલાક લોકોએ તેનો ડાન્સ જોઇને ખૂબ જ આશ્ચર્ય પણ વ્યક્ત કર્યું છે. સાથે જ મોટા ભાગના લોકોનું કહેવું છે કે તેમણે આનાથી વધુ સારા ડાન્સ પર્ફોમન્સ નથી જોયા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ