બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Girl angry on Traffic police jawan in Ahmedabad
vtvAdmin
Last Updated: 07:52 PM, 3 September 2019
ADVERTISEMENT
રોંગ સાઈડમાં ત્રણ સવારીમાં એક્ટિવા પર જઈ રહેલી યુવતીને (Woman) ટ્રાફિક પોલીસે રોકીને એક હજાર રૂપિયા દંડ (fine) ભરવાનું કહેતાં તે ગુસ્સે થઇ ગઈ હતી અને યુવતીએ કહ્યું કે હું કોઈ દંડ નહીં ભરું, તમારાથી થાય તે કરી લો. આમ કહીને તે પગમાંથી ચંપલ કાઢીને ટ્રાફિક જવાનને મારવા દોડતાં ચકચાર મચી ગઈ હતી.
ઈ-ડિવિઝન ટ્રાફિક પોલીસ (Traffic Police) સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ ડાયાભાઇ રત્નાભાઇ અને તેમની ટીમ વિક્ટોરિયા ગાર્ડનથી સાબરમતી રિવરફ્રન્ટ તરફ ટ્રાફિક નિયમભંગ કરી રહેલા લોકો પાસેથી દંડ વસૂલી રહી હતી તે સમયે રોન્ગ સાઈડમાં એક્ટિવા ઉપર ત્રણ સવારીમાં જતી યુવતીઓને ટ્રાફિક પોલીસે અટકાવી હતી. પોલીસે આ એક્ટિવાચાલક યુવતીને ત્રણ સવારી હોવાથી દંડ ભરવા તથા કાગળો બતાવવા તેમજ નામ જણાવવા માટે કહ્યું હતું, પરંતુ યુવતીએ તેનું નામ કે કાગળો બતાવવાની ના પાડી દીધી હતી. ત્યાર બાદ ટ્રાફિક જવાન સાથે માથાકૂટ કરતાં મહિલા પોલીસને બોલાવાઇ હતી.
ADVERTISEMENT
ટ્રાફિક જવાને યુવતીને રૂ. એક હજારનો દંડ ભરવા જણાવતાં તે એકદમ ઉશ્કેરાઈ ગઈ હતી અને કહ્યું કે હું કોઈ દંડ ભરવાની નથી, તમારાથી થાય તે કરી લો. આમ કહીને તે પગમાંથી ચંપલ કાઢીને ટ્રાફિક જવાનને મારવા દોડી હતી. જો કે આ ઘટનાનાં પગલે ત્યાં હાજર ટ્રાફિક પોલીસ કર્મચારીઓ અને અન્ય જવાનો દોડી આવ્યાં હતા તથા યુવતીને પકડી લીધી હતી. પોલીસે યુવતીને તેનું નામ પૂછતાં તેણે વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી કલ્પતરુ સોસાયટીમાં રહેતી ખ્યાતિ અજયભાઇ ઉમરિડયા હોવાનું જણાવ્યું હતું. હાલમાં ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં સરકારી ફરજમાં અડચણરૂપ બન્યાનો ગુનો નોંધી યુવતીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.