બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Extra / ginger-milk-amazing-health-benefits

NULL / 7 દિવસ સુધી દૂધમાં આદું નાખીને પીવાથી આ બિમારીઓ રહેશે તમારાથી દૂર

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

આદું સ્વાસ્થ્ય માટે કેટલું ગુણકારી છે તેના વિશે તમામ લોકો જાણતા જ હશો. આદુંવાળું પાણી અથવા ચા પીવાના ફાયદા વિશે પણ જાણતા જ હશો પણ આદુને દૂધમાં મિક્સ કરીને પીવાના ફાયદાઓ વિશે કદાચ તમે લોકો અજાણ હશો. 

જી હા આદુમાં એન્ટી- મેટરી અને એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે જેના કારણે શરદી-ખાંસી અથવા વાયરલ ફ્લૂ થયુ હોય તેવા દર્દીઓને આદુનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. ગર્ભવતી મહિલાઓને પણ મોર્નિંગ સિકનેસથી રાહત અપાવવા માટે આદુ વાળી ચા પીવાની સલાહ આપવામાં આવે છે. દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે અને હવે તેમાં આદુ મિક્સ કરો તો તેના ફાયદા બમણા થઈ જાય છે.

આદું વાળું દૂધ બનાવવાની રીત:

સૌથી પહેલા આદુંને પાણીથી ધોઈને નાના-નાના ટુકડાંઓ કાપી લો અને પછી એક તપેલીમાં દૂધ ગરમ કરો. જ્યારે દૂધ ઉકળવા લાગે ત્યારે તેમાં આદુંના ટુકડાં નાખીને વધારે ઉકળવા દો. ત્યાર પછી દૂધ ગાળી લો અને થોડું હુફાળું થાય તો પી લો.

શું છે ફાયદા:

નિયમિત રૂપથી દૂધમાં આદું નાખીને પીવાની સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે આ પીણું અનેક પ્રકારના રોગથી બચાવે છે. જાણો તેના મુખ્ય ફાયદાઓ વિશે..

- જો તમે સતત કબજિયાત ગેસ અને એસિડિટી જેવી પેટથી જોડાયેલી સમસ્યાથી પરેશાન છો તો આદું અને દૂધનું આ મિશ્રણ તમારા માટે સૌથી ઉપાય સાબિત થશે. આદુંમાં એન્ટી-ઇન્ફલેમેટરી ગુણ પાચનતંત્રને ઠીક કરી દે છે અને દૂધ કબજિયાત જેવી સમસ્યાને દૂર કરે છે. તમે સવારે નાસ્તામાં આ દૂધ પી શકો છો.

- ઋતુ બદલવાથી કેટલાક લોકોને તરત શરદી-ખાંસી થઇ જાય છે.વાસ્તવમાં  રોગપ્રતિકારક શક્તિ નબળી હોવાને કારણે આમ થાય છે. માટે તેમણે આદું વાળા દૂધનું સેવન ચોક્કસપણે કરવું જોઈએ. આદુના એન્ટી-બેક્ટેરિયલ ગુણ શરીરમાં રહેલા હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરે છે અને શરીરને સંક્રામક બીમારીઓથી બચાવે છે.

- ગળાની ખરાશ દૂર કરવા માટે આદુંવાળું દૂધ ફાયદાકારક સાબિત થાય છે. જે ન તો માત્ર ગળાની ખરાશ દૂર કરે છે અને સાથે જ ગળાના ઇન્ફેક્શનને પણ જલ્દીથી ઠીક કરે છે. જો તમે પણ ગળાની ખરાશની સમસ્યાથી પરેશાન છો તો રાતે સૂઇ જતા પહેલા આદુંવાળું દૂધ પીવો અને તેના એક કલાક સુધી પાણી ના પીવો.

- દૂધમાં રહેલા કેલ્શિયમ અને પોટેશિયમના તત્વો હાડકાં મજબૂત કરવામાં મદદ કરે છે. આદુમાં રહેલા એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હાડકાના સોજા દૂર કરે છે. માટે આ ડ્રિન્ક ઓસ્ટિયોપોરોસિસના દર્દીઓ માટે ઘણું ફાયદાકારક છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ