બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Ghulam Nabi Azad can return to Congress!

રાજકારણ / કોંગ્રેસમાં વાપસી કરી શકે છે ગુલામ નબી આઝાદ! 4 મહિના પહેલા રાહુલ ગાંધી પર ગંભીર આક્ષેપો લગાવી છોડી હતી પાર્ટી

Malay

Last Updated: 08:17 PM, 30 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસના પૂર્વ વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદને કોંગ્રેસ પાર્ટીમાં પરત લાવવાના પ્રયાસો તેજ થયા છે. સોનિયા ગાંધીની નજીકના અંબિકા સોનીને આ માટે જવાબદારી સોંપવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે.

  • ગુલામ નબી આઝાદ કોંગ્રેસમાં કરી શકે છે વાપસી! 
  • આઝાદ અને કોંગ્રેસ પાર્ટીના હાઈકમાન્ડ વચ્ચે વાતચીત ચાલુઃ સૂત્રો
  • વરિષ્ઠ નેતા અંબિકા સોનીને સોંપાઈ છે જવાબદારીઃ સૂત્રો

લગભગ ચાર મહિના પહેલા કોંગ્રેસને છોડી ચૂકેલા ગુલામ નબી આઝાદ કોંગ્રેસમાં વાપસી કરી શકે છે. ANIના અહેવાલ મુજબ, ગુલામ નબી આઝાદ અને કોંગ્રેસ પાર્ટીના હાઈકમાન્ડ વચ્ચે વાતચીત ચાલી રહી છે. આ અંગે ગુલામ નબી આઝાદ ટૂંક સમયમાં નિર્ણય લઈ શકે છે. જોકે,  ગુલામ નબી આઝાદ ક્યારે ફરી કોંગ્રેસમાં જોડાશે, તે અંગે કોઈ પણ પ્રકારના સમાચાર સામે આવ્યા નથી. આ મામલે કોંગ્રેસના નેતાઓનું માનવું છે કે જો આવું થશે તો તે ખૂબ જ આશ્ચર્યજનક હશે.

આઝાદના સમર્થનમાં ઘણા નેતાઓએ આપ્યા હતા રાજીનામા
હાલમાં આ સમગ્ર મામલે ગુલામ નબી આઝાદ અને કોંગ્રેસ પાર્ટી તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી. જણાવી દઈએ કે, જ્યારે આઝાદે પાર્ટી છોડી હતી ત્યારે તેમણે પોતાના રાજીનામામાં રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતૃત્વ પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. જણાવી દઈએ કે, કોંગ્રેસ છોડ્યા બાદ ગુલામ નબી આઝાદે પોતાની રાજકીય પાર્ટી શરૂ કરી છે. તેમણે જમ્મુ-કાશ્મીરમાં યોજાનારી ચૂંટણીમાં ભાગ લેવાની પણ વાત કરી છે. તેમને કેટલાક સ્થાનિક રાજકીય પક્ષોનું સમર્થન પણ છે. જ્યારે ગુલામ નબી આઝાદે પાર્ટી છોડી હતી, ત્યારે તેમના સમર્થનમાં જમ્મુ-કાશ્મીરના ઘણા યુવાનો અને વરિષ્ઠ નેતાઓએ પણ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું.

આઝાદને ફરીથી પાર્ટીમાં લાવવાની તૈયારીઓ તેજ
સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટીના વરિષ્ઠ નેતા અંબિકા સોનીને આઝાદને પરત લાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ સતત તેમના સંપર્કમાં છે. એટલું જ નહીં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા જમ્મુ-કાશ્મીર પહોંચે તે પહેલા ગુલામ નબી આઝાદને ફરીથી પાર્ટીમાં લાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. વાસ્તવમાં આઝાદના સમર્થનમાં જમ્મુ-કાશ્મીરમાં ઘણા કોંગ્રેસીઓએ રાજીનામું આપી દીધું હતું. જેના કારણે રાજ્યમાં પાર્ટીને ઘણું નુકસાન થયું છે. તમને જણાવી દઈએ કે, ભારત જોડો યાત્રા 20 જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીર પહોંચશે. અહીં યાત્રા પહેલા લખનપુર જશે. આ કારણથી કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ ઈચ્છે છે કે આઝાદ તે પહેલા પાર્ટીમાં પરત લાવવામાં આવે.

26 ઓગસ્ટે થયા હતા 'આઝાદ'
ગુલામ નબી આઝાદે 26 ઓગસ્ટે કોંગ્રેસ પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું હતું. તેઓ છેલ્લા 52 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. આ વર્ષે જ રાજ્યસભામાં આઝાદનો કાર્યકાળ પણ પૂરો થયો હતો. આ પછી કોંગ્રેસે તેમને ફરીથી રાજ્યસભામાં નથી મોકલ્યા. આ પણ તેમની નારાજગીનું એક કારણ હતું. જોકે, જ્યારે તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું ત્યારે એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. પરંતુ તેમણે પોતાની રાજકીય પાર્ટી શરૂ કરીને સૌને ચોંકાવી દીધા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ