બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / Ghanshyam Landhawan the accused in the dummy scandal has been suspended

ભાવનગર / ડમીકાંડના આરોપી ઘનશ્યામ લાંધવાને શિક્ષકની ફરજમાંથી કરાયો સસ્પેન્ડ, પ્રાથમિક શિક્ષણાધિકારીનો આદેશ

Kishor

Last Updated: 11:53 PM, 27 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગર ડમીકાંડ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ મામલાની ગંભીરતાને ધ્યાને વધુ એક  શિક્ષક ઘનશ્યામ લાંધવાને સસ્પેન્ડ કરી દીધો છે.

  • ડમીકાંડના આરોપી ઘનશ્યામ લાંધવાને શિક્ષકની ફરજમાંથી કરાયો સસ્પેન્ડ
  • ઘનશ્યામ લાંધવાને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કર્યો સસ્પેન્ડ
  • પૈસાની લેતી-દેતી મામલે ઘનશ્યામની સામે થઈ છે ફરિયાદ

ભાવનગર ડમીકાંડ મામલે જેના પર આક્ષેપોના છાંટા ઉડી રહ્યા છે તેવા શિક્ષક સામે શિક્ષણ તંત્ર પણ આકરા પાણીએ થયું છે. 'બેદરકારી, ગેરરીતિ નહિ ચલાવી લેવાઇ'ની  માફક જિલ્લા શિક્ષણ અધિકારીએ મામલાની ગંભીરતાને ધ્યાને લઈએ  શિક્ષક ઘનશ્યામ લાંધવાને ઘર ભેગો કરી દીધો છે. ડમીકાંડના આરોપી ઘનશ્યામ લાંધવાને શિક્ષકની ફરજમાંથી સસ્પેન્ડ કરાતા કશૂરવારોમાં ફફડાટ ફેલાયો છે.


જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ શિક્ષક ઘનશ્યામ મહાશંકર લાધવા ઉર્ફે જોષીને હાલ પૂરતો ફરજ મોકૂફ કર્યો છે. નોંધનિય છે કે પૈસાની લેતી-દેતી મામલે ઘનશ્યામની સામે પોલીસ ફરિયાફ નોંધાઇ છે. જે હાલ તળાજાના બાપડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતો હોવાથી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તેને ઘરે બેસાડી દીધો છે.નોંધનીય છે કે આ આગાઉ ડમી કાંડ મામલે ભાવનગરમાં શિક્ષણ વિભાગે આરોપી શરદ પનોદને શિક્ષકના પદ પરથી સસ્પેન્ડ કર્યો હતો.  સરતાનપર પ્રાથમિક શાળામાં શરદ પનોદ શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો તેમજ પ્રકાશ ઉર્ફે પી.કે.દવેને BRC કો-ઓર્ડિનેટરમાંથી સસ્પેન્ડ કરાયો છે. ડમીકાંડમાં નામ સામે આવ્યા બાદ DEO કિશોર મૈયાણીએ કાર્યવાહી કરાઈ હતી.

57 આરોપીઓની ધરપકડ થઈ ચુકી છે

બીજી બાજુ આજે ભાવનગરમાં ડમીકાંડમાં વધુ 5 આરોપીઓની ધરપકડ કરાઈ છે.જેમા ગોપાલ લાંધવા, ઈકબાલ લોંધિયા, હનિષ લોંધિયા, પ્રવિણ સોલંકી, ઈન્દ્રજીતસિંહ ગોહિલની પોલીસે ધરપકડ કરી હતો. પોલીસ ઝપટે ચડેલા 5માંથી 3 આરોપી હાલમાં સરકારી નોકરી કરી રહ્યાં હોવાનું સામે આવ્યું છે. હાલ ડમીકાંડમાં અત્યાર સુધી 57 આરોપીઓની ધરપકડ થઈ ચુકી છે.

આરોપી રિમાન્ડ મંજૂર

આ ઉપરાંત ડમીકાંડમાં ગઈકાલે ઝડપાયેલા 3 આરોપીઓના રિમાન્ડ મંજૂર કરાયા છે. કોર્ટમાં રિમાન્ડની માંગ સાથે રજૂ કરાતા વિજય જાંબુચા, રિયાજ કાલાવાડીયા અને પ્રતિપાલસિંહ ગોહિલના રવિવાર બપોરના 12 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે. જ્યારે મુખ્ય આરોપીઓ શરદ પનોત,પ્રદીપ બારૈયા,બી. કે.દવે, બળદેવ રાઠોડ ના વધુ 2 દિવસના રિમાન્ડ મંજુર થયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ