બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Get the benefit of opening FD at Post Office

ઇન્વેસ્ટમેન્ટ / રોકાણ કરવાનો સૌથી સુરક્ષિત વિકલ્પ, સરકારી ગેરંટીના સાથે બમણો ફાયદો, જાણો વિગત

Last Updated: 04:32 PM, 30 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દરેક વ્યક્તિ નફો કેવી રીતે થાય તે જુએ છે ત્યારે જો તમે પણ ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોવ તો પોસ્ટમાં છે સૌથી સારો વિકલ્પ

  • રોકાણકારો માટે સૌથી સારો વિકલ્પ
  • પોસ્ટ ઑફિસમાં ખોલાવી શકાય છે FD
  • રોકાણકારોને મળશે નફાની સાથે અન્ય સુવિધાઓ 

પૈસા કમાવવાની સાથે સાથે બચત કરવી પણ જરૂરી છે.  લોકો વધારે નફો મેળવવા માટે એફડી, શેર બજાર તથા મુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે. આ ઉપરાંત પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે.જો કે ઘણા સ્ત્રોત એવા છે જેમાં તમને નુકસાન પણ જઇ શકે છે.ત્યારે આપણે આજે એવા રોકાણ વિશે વાત કરીશું જેમાં તમને નફો થશે જ.  

પોસ્ટઑફિસમાં FDમાં કરો રોકાણ 

પોસ્ટ ઑફિસમાં રોકાણ કરવા ફાયદાકારક સાબિત થઇ શકે છે. કારણ કે જો તમે સારો નફો મેળવવા ઇચ્છો છો તો પોસ્ટ ઑફિસમાં એફડીમાં  રોકાણ કરી શકો છો. પોસ્ટ ઑફિસમાં એફડી કરવાથી તમને નફાની સાથે સાથે બીજી અન્ય સુવિધાઓ પણ મળે છે.  આ સાથે તમે નફાની જોડે જોડે ગેરંટી પણ  મળશે. જેમાં તમને ત્રિમાસિક ધોરણે વ્યાજની સુવિધા (પોસ્ટ ઓફિસ એફડી વ્યાજ દર 2022) મળે છે.

પોસ્ટ ઓફિસમાં FD મેળવવી સરળ

પોસ્ટ ઓફિસમાં FD મેળવવી પણ ખૂબ જ સરળ છે. ઈન્ડિયા પોસ્ટે તેની વેબસાઈટ પર આ જાણકારી આપી છે. આ માહિતી અનુસાર, તમે પોસ્ટ ઓફિસમાં અલગ-અલગ 1,2, 3, 5 વર્ષ માટે FD મેળવી શકો છો. ત્યારે આવો જાણીએ આ યોજનામાં કયા કયા ફાયદાઓ મળે છે.

1. ભારત સરકાર તમને પોસ્ટ ઓફિસમાં FD કરવા પર ગેરંટી આપે છે.
2. આમાં રોકાણકારોના પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત છે.
3. આમાં એફડી ઑફલાઇન (રોકડ, ચેક) અથવા ઑનલાઇન (નેટ બેંકિંગ/મોબાઇલ બેંકિંગ) દ્વારા કરી શકાય છે.
4. આમાં તમે 1 થી વધુ FD કરી શકો છો.
5. આ સિવાય FD એકાઉન્ટ જોઈન્ટ થઈ શકે છે.
6. આમાં, 5 વર્ષ માટે ફિક્સ ડિપોઝિટ કરીને, તમને ITR ફાઇલ કરતી વખતે ટેક્સમાં છૂટ મળશે.
7. એક પોસ્ટ ઓફિસથી બીજી પોસ્ટ ઓફિસમાં સરળતાથી FD ટ્રાન્સફર કરી શકાય છે.

આ રીતે FD ખોલો

પોસ્ટ ઓફિસમાં FD મેળવવા માટે ચેક અથવા રોકડ ચૂકવીને ખાતું ખોલાવી શકો છો. જેમાં ઓછામાં ઓછા 1000 રૂપિયાથી ખાતું ખોલાવી શકાય છે અને મહત્તમ રકમ જમા કરવાની કોઈ મર્યાદા હોતી નથી. 
 

સંકળાયેલા મુદ્દાઓ

INDIAN POST પોસ્ટ ઑફિ્સ પોસ્ટ ઓફીસમાં ફિક્સ ડિપોઝીટ રોકાણકારો indian post
Khyati
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ