બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Get me married! When the middle road girl ran and nabbed the groom, high voltage drama video

મજાની ઘટના / VIDEO : છોકરીને પરણ'વા' ઉપડ્યો, રસ્તા વચ્ચે છોકરાને પકડીને કર્યો હાઈ વોલ્ટેજ ડ્રામા, જુઓ વીડિયો

Hiralal

Last Updated: 10:29 PM, 29 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારના નવાદા જિલ્લામાં બનેલી એક ઘટનામાં એક છોકરીએ લગ્ન કરવાની જીદે ચડતા દોડીને છોકરાને પકડી પાડ્યો હતો.

  • બિહારના નવાદા જિલ્લામાં જાહેર રોડ પર છોકરીનો ડ્રામા 
  • છોકરો વારંવાર ટાળી રહ્યો હતો લગ્ન
  • છોકરો બજારમાં જોવા મળતા છોકરીએ દોડીને પકડ્યો
  • જાહેર રોડ પર એક કલાક સુધી ચાલ્યો ડ્રામા
  • આખરે પોલીસે વચ્ચે પડીને બન્નેના લગ્ન કરાવી આપ્યાં 

બિહારના નવાદા જિલ્લામાં જાહેર રસ્તા પર એક છોકરીએ લગભગ એક કલાક સુધી એવો ઉપાડો લીધો કે લોકોને પણ નવાઈ લાગી કે આખરે છોકરી શું કરવા માગે છે. છોકરીએ તેના થનારા પતિની પાછળ દોડતા દોડતાં કહેતી હતી કે કોઈ મારા લગ્ન કરાવો. 

છોકરો વારંવાર લગ્ન ટાળતો હતો 
 છોકરીના લગ્ન એક છોકરા સાથે ત્રણ મહિના પહેલા નક્કી થયા હતા, પરંતુ છોકરો વારંવાર લગ્નની તારીખ આગળ વધારી રહ્યો હતો. સોમવારે પરિવાર સાથે બજારમાંથી બહાર આવેલી યુવતીએ અચાનક જ છોકરાને જોયો હતો. છોકરી દોડી ગઈ અને પરિવારના સભ્યોની મદદથી છોકરાને પકડ્યો. આ દરમિયાન છોકરાએ પણ છટકવાની ઘણી કોશિશ કરી હતી પરંતુ તે સફળ થયો નહોતો. છોકરાને પકડીને રસ્તા વચ્ચે છોકરી વારંવાર 'મને પરણાવી દે' કહેવાનો આગ્રહ રાખતી હતી. આવી સ્થિતિમાં લોકોની ભીડ પણ એકઠી થઈ ગઈ હતી. પોલીસની દરમિયાનગીરી બાદ મામલો કાબૂમાં આવ્યો હતો. ઘટનાસ્થળે હાજર કોઇએ આ કેસનો વીડિયો રેકોર્ડ કર્યો હતો, જે હવે સોશિયલ મીડિયામાં છવાઇ ગયો છે.

દહેજ લઈને લગ્ન મુલતવી રાખતો હતો યુવક
આ મામલો રોહ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા મહકર ગામનો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર નગર પોલીસ સ્ટેશન વિસ્તારના માહુલી વિસ્તારની છોકરીના લગ્ન આ વિસ્તારના એક છોકરા સાથે થયા હતા. યુવતીના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે આ યુવક સાથે યુવતીના લગ્ન ત્રણ મહિના પહેલા નક્કી થયા હતા. પલ્સર બાઇક અને 50 હજાર રૂપિયાની રોકડ પણ દહેજમાં આપવામાં આવી હતી. જ્યારે પણ લગ્નનો સમય નજીક આવતો ત્યારે યુવક અત્યારે લગ્ન ન કરવાની તારીખ મુલતવી રાખતો હતો. ત્યારથી આ યુવક કેટલાય મહિનાઓથી ભાગી રહ્યો હતો.

પોલીસે વચ્ચે પડીને લગ્ન કરાવ્યાં 
 મામલો સામે આવતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. ટોળાને વિખેરી નાખ્યા અને છોકરીનો પક્ષ સાંભળ્યો. આ પછી, પોલીસે આ મામલે દખલ કરી હતી અને મહિલા પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા મંદિરમાં બંનેના લગ્ન કરાવ્યા હતા. યુવતી પક્ષનું કહેવું છે કે, પોલીસની મદદથી દીકરીનું ઘર વસાવી શકાયું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ