બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Gemini and Sagittarius people will get money this month

લાભ / માર્ચમાં આ 2 રાશિઓના જાતકો પર લક્ષ્મીજી ખોબલે ખોબલે વરસશે, જાણો તમારા માટે કેટલો લકી સાબિત થશે આ મહિનો

Kishor

Last Updated: 11:43 PM, 27 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માર્ચ મહિનામાં હોળી અને ચૈત્રી નવરાત્રીને લઈ અને મિથુન તેમજ ધનુ રાશિને જાતકોને મોટા પાયે ધન લાભ થાય તેવું જ્યોતિષશાસ્ત્રીઓ જણાવી રહ્યા છે.

  • માર્ચ મહિનામાં આ બે રાશિઓને નાણાંકીય લાભ
  • આ મહિનો તમારા માટે કેટલો છે ભાગ્યશાળી
  • મિથુન અને ઘન રાશિના લોકો માટે સારો

આવતા મહિનામાં એટલે કે માર્ચ મહિનામાં હોળી અને ધુળેટીનો પવિત્ર તહેવાર આવી રહ્યા છે. માર્ચ મહિનામાં ચૈત્ર નવરાત્રી પણ આવી રહી છે. ત્યારે જ્યોતિષના મત પ્રમાણે આ મહિનો કન્યા રાશિના લોકો માટે ઉતાર - ચઢાવ ભરેલો છે. તેમજ આ મહિને મિથુન અને ઘન રાશિના લોકો માટે સારો ગણી શકાય કેમકે આ બે રાશિના લોકોને રૂપિયાની આવક એટલે કે રૂપિયા મળશે. જ્યારે અન્ય કેટલીક રાશિના લોકોને આવક તો નહીં પરંતુ જાવક વધી જશે એટલે કે ખર્ચથી પરેશાન રહેશે.આ વર્ષ ૨૦૨૩નો ત્રીજો મહિનો એટલે માર્ચ મહિનો અને હવે એક દિવસ બાદ તે શરૂ થવા જઈ રહ્યો છે. આ મહિનામાં હોળી, ચૈત્રી નવરાત્રિ જેવા પવિત્ર તહેવારો આવી રહ્યા છે. જેને લઈને આજે અમે તમને જણાવી શુ કે તમારા માટે માર્ચ મહિનો કેવો રહેશે.

બની રહ્યો મહાલક્ષ્મી યોગ, આ 4 રાશિના લોકો થઈ જશે માલામાલ, થોડા દિવસોમાં  મળશે ખુશખબરી | Mahalaxmi Yoga is special for these 4 zodiac signs

મેષ રાશિ
આ રાશિ માટે માર્ચ મહિનામાં કરવામાં આવેલી મહેનતના પરિણામ સરળતાથી નહીં મળે. આ રાશિના લોકોના અંગત જીવનમાં વધુ પૈસા મળવામાં અવરોધ તેમજ સંતાનની વૃદ્ધિમાં અવરોધો આવી શકે છે. તેમજ જે લોકો વેપાર કરે છે તેમના માટે લાભ કર્તા તો નહીં જ રહે. તેમજ વધુ વળતરની અપેક્ષા પણ રાખવી ન જોઈએ.
 
વૃષભ રાશિ
આ રાશિ માટે આવનાર માર્ચ મહિનો મિશ્ર ગણી શકાય, સારો પણ નહીં અને ખરાબ પણ નહીં એટલે કે મધ્યમ ગણી શકાય. મુખ્ય ગ્રહ શનિ દસમાં ભાવમાં મહિનાના શરૂઆતમાં રહેશે. જે સારા પરીણામ માટે સકારાત્મક પરીણામ છે. આ રાશિમાં જેમને પણ જન્મ લીધો હશે તે તેમની કારકિર્દીમાં સારૂ પ્રદર્શન કરવાની સ્થિતિ માં હશે. તેમજ આ રાશિના લોકોને મહિનાના અંતમાં સારો લાભ મળી શકે છે.

મિથુન રાશિ
આ રાશિના લોકોએ મહેનત કરવી જોઈએ. જો મહેનત કરશે તો આ રાશિના લોકોને પ્રમોશન મળી શકે છે. તેમજ જો લોકો વેપાર કરી રહ્યા હોય તો તમને મહિનાના મધ્યમાં સારો નફો મળી શકે છે. પરંતુ વ્યવસાયિક જીવનમાં ખૂબ જ મહેનત કરવી પડશે.

ધર્મ | VTV Gujarati

કર્ક રાશિ
આ રાશિના લોકો માટે થોડો મુશ્કેલ છે તેમજ જે લોકો કરિયરની દ્રશ્ટિએ જોઈ રહ્યા હોય તેમના કપરા ચઢાણ છે. આ ઉપરાંત કામના વધારા કે દબાણના કારણે ઘણી બધી અડચણોનો સામનો પણ કરી શકવો પડે છે. તેમજ નાણાકીય બાબતોની વાત કરીએ તો થોડી સાવચેતી રાખવી જરૂરી છે. અને જો તમે લોકો રોકાણ કરવા માંગો છો તો મહિનાની શરૂઆતમાં તો નહીં જ પરંતુ મધ્ય સુધી રાહ જોવી જોઈએ. તેમજ સ્વાસ્થ્યના મામલામાં જરા પણ બેદરકારી રાખવી જોઈએ નહીં.

સિંહ રાશિ
બહુ આનુકૂળ નહીં રહે આ રાશિના લોકો માટે. આ રાશિના લોકોએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે કાળજી રાખવી પડશે. તેમજ જો તમારે નોકરીમાં સફળતા મેળવવી હોય તો શરૂઆતમાં સારી એવી મહેનત કરવી પડી શકે છે. તેમજ ઉતાવળા કોઈ પણ કાર્યો તમારી સમસ્યા વધારી શકે છે. કેટલાક પડકારોનો પણ તમારે તમારી કરિયરમાં સામનો કરવો પડી શકે છે.

કન્યા રાશિ
આ રાશિ માટે માર્ચ મહિનો સારો રહેશે. નોકરીમાં સકારાત્મક પરીણામ તમને મળી શકે છે. તેમજ નોંધ પાત્ર નફો પણ મેળવી શકો છો. તેમજ આ રાશિના લોકો મહેનત કરીને પ્રતિષ્ઠા પણ મેળવી શકે છે.

મકર રાશિમાં શનિનું ગોચર: ત્રણ રાશિના જાતકોને થશે મહાધનલાભ, જાણો કોના પર  આવશે આફત | shani transit in makar rashi which zodiac signs will get maha  dhan labh

તુલા રાશિ
આ રાશિના લોકો માટે માર્ચ મહિનામાં સ્વાસ્થ્ય, આર્થિક અને પારિવારિક સંબંધોમાં સરેરાશ પરિણામ મળી શકે છે. તેમજ જો ખર્ચાઓની વાત કરીએ તો અચાનક વધી પણ શકે છે. તેમજ જો તમે વેપારમાં ભાગીદારી કરવા માગતા હોય તો વેપારની દ્રષ્ટિએ સારો રહેશે નહીં. સ્વાસ્થ્યને લઈને પણ સાનુકૂળ સમય દેખાતો નથી.

વૃશ્ચિક રાશિ
આ રાશિના લોકો માટે અનિચ્છનિય ખર્ચા આવી શકે છે. તેમજ મહેનતની કમાણી પણ વેડફાઈ જાય એટલે કે ખર્ચાઈ જઈ શકે છે. પરંતુ જો તમે વેપારી વર્ગ હોય તો વ્યવસાયમાં પણ નફો મેળવી શકો છો. આ ઉપરાંત વૈવાહિક જીવનમાં પ્રેમની ઉણપ પણ અનુભવી શકશો. તેમજ સબંધો જાળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે. 

ધન રાશીના જાતકોની આર્થિક સ્થિતિ આ મહિને મજબૂત રહી શકે છે અને ધનમાં પણ વધારો નોંધાઈ શકે છે. વધુમાં ધન, યાત્રા, કરિયર મામલે માર્ચ મહિનો અનુકૂળ રહી શકે છે. તો મકર રાશિ ને જાતકો માટે આ મહિનો ઉત્તર જણાવવાનું જોવા મળશે ખર્ચા વધી જશે તો બચતની સંભાવના ઓછી હોય તેવું નજરે પડી રહ્યો છે. જોકે સ્વાસ્થ બાબતે કોઈ મોટી સમસ્યા ન થાય તેવી શકયતા રહેલી છે. કુંભ રાશીના લોકોને કરિયર બાબતે વધુ ધ્યાન દેવું પડે તેમ છે. પરિવાર અને સ્વાર્થ તમામને ક્યાંક ચિંતા તો ક્યાંક ખુશી હોય તેવો માહોલ જોવા મળશે. કરિયર બાબતે આ જાતકોને મોટી મુશ્કેલીના સામનો કરવો પડે તેવું પણ વર્તાઈ રહે છે. મીન રાશિના લોકો માટે મહિનો કઠણાઈ ભર્યો છે. જેમાં નોકરી છૂટી જવા સુધીની ડરામણી સંભાવના જોવા મળી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ