બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / gautam raghavan is now top white house official know who is gautam raghavan

વ્યક્તિત્વ / ભારતીય અમેરિકન ગૌતમ રાઘવનને જો બાયડને બનાવ્યા વ્હાઈટ હાઉસના ટોપ અધિકારી, જાણો કોણ છે ગૌતમ

Dharmishtha

Last Updated: 02:12 PM, 11 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો બાયડને ભારતીય અમેરિકન ગૌતમ રાઘવનને પ્રમોશન આપતા તેમને શુક્રવારે વ્હાઈટ હાઉસમાં રાષ્ટ્રપતિના કાર્મિકોના કાર્યાલયના પ્રમુખ બનાવાયા છે. જાણો કોણ ગૌતમ છે?

  • ગૌતમ રાઘવન PPO ના નવા ડિરેક્ટર હશે
  • ભારતમાં જન્મેલા રાઘવનનું પાલન પોષણ સિએટલમાં થયું
  • રાઘવન બાયડન હેરિસ ટ્રાન્જિશન ટીમ દ્વારા નિયુક્ત પહેલા કર્મચારી હતા


અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને ભારતીય અમેરિકન ગૌતમ રાઘવનને પ્રમોશન આપતા તેમને શુક્રવારે વ્હાઈટ હાઉસમાં રાષ્ટ્રપતિના કાર્મિકોના કાર્યાલયના પ્રમુખ બનાવાયા છે. બાયડને રાઘવનના પ્રમોશન કરવાની જાહેરાત પહેલા સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્તોનિયો ગુતારેસે વ્હાઈટ હાઉસમાં રાષ્ટ્રપતિના કાર્મિક કાર્યાલયના નિર્દેશક (WH PPO) કૈથી રસેલને સંયુક્ત રાષ્ટ્ર બાળ કોષની આગલી કાર્યકારી નિર્દેશક નિયુક્ત કરવાના ઈરાદાની જાહેરાત કરી.
 

ગૌતમ રાઘવન PPO ના નવા ડિરેક્ટર હશે

જો બાયડને કહ્યું કે કૈથી રસેલના નેતૃત્વમાં વ્હાઈટ હાઉસ PPO એ લોકોની નિયુક્તિમાં વિવિધતા તથા તેજીથી રેકોર્ડ તોડ્યા અને આ સુનિશ્ચિત કરવા માટે નિરંતર કામ કર્યુ કે દેશની સંઘીય સરકાર અમેરિકાના પ્રતિબિંબિત કર્યા. તેમણે એક નિવેદનમાં કહ્યું કે મને ખુશી છે કે પહેલા દિવસથી કૈથીની સાથે મળીને કામ કરી રહેલા ગૌતમ રાઘવન PPO ના નવા ડિરેક્ટર હશે અને આ ફેરફારથી અમે એર દક્ષ, અસરકારક, ભરોસામંદ અને વિવિધ સંઘીય કાર્યદળનું નિર્માણ કરવામાં સક્ષમ કહશે. આ રીતે રાઘવન જો બાયડન પ્રશાસનમાં શીર્ષ પદ પર પહોંચનારા વધુ એક ભારતીય - અમેરિકન બન્યા છે.

કોણ છે ગૌતમ રાઘવન?

ભારતમાં જન્મેલા રાઘવનનું પાલન પોષણ સિએટલમાં થયું. આ પહેલી પેઢીના પ્રવાસી છે. તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીથી ગ્રેજ્યૂએશન કર્યુ છે. તે વેસ્ટ વિંગર્સઃ સ્ટોરીઝ ફ્રોમ ધ ડ્રીમ ચેન્જર, ચેન્જર મેકર્સ, એન્ડ હોપ ક્રિએટર્સ ઈનસાઈડ ધ ઓબામા વ્હાઈટ હાઉસ’ના સંપાદક છે. ગૌતમ રાઘવને 2011- 2014 સુધી પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાના LGBTQ સમુદાયની સાથે સાથે એશિયાઈ અમેરિકન અને પ્રશાંત દ્વીપ ગ્રુપના સંપર્કના રુપમાં કાર્ય કર્યુ.

રાઘવન બાયડન હેરિસ ટ્રાન્જિશન ટીમ દ્વારા નિયુક્ત પહેલા કર્મચારી હતા

રાઘવને રક્ષા વિભાગ 2008 ઓબામાના રાષ્ટ્રપતિ અભિયાન અને ડેમોક્રેટિક નેશનલ કમિટી માટે કામ કર્યુ. ગૌતમ રાઘવને 20 જાન્યુઆરી 2020થી રાષ્ટ્રપતિના ઉપ સહાયક અને રાષ્ટ્રપતિના કર્મચારીઓના વ્હાઈટ હાઉટ કાર્યાલયના ઉપ નિર્દેશક તરીકે કામ કર્યુ  છે. તે બાયડન હેરિસ ટ્રાન્જિશન ટીમ દ્વારા નિયુક્ત પહેલા કર્મચારી હતા. જ્યાં તેમણે રાષ્ટ્રપતિ નિયુક્તિયોના ઉપ પ્રમુખના રુપમાં કાર્ય કર્યુ છે. તે સમલૈંગિક છે અને તે સમલૈંગિક છે અને પોતાના પતિ તથા એક દીકરી સાથે વોશિંગ્ટન ડીસીમાં રહે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ