બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Gautam Adani Net Worth Gautam Adani Wealth Adani Share Adani Stock Rise Adani Group MCap Bloomberg Billionaires Index Billionaires Wealth

હરણફાડ / એક દિવસમાં 15000 કરોડની કમાણી... ગૌતમ અદાણી અચાનક અમીરોની યાદીમાં આટલા ઉપર આવી ગયા!

Pravin Joshi

Last Updated: 01:24 PM, 8 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અદાણીના શેરમાં થયેલા વધારાને કારણે ગૌતમ અદાણીની નેટવર્થ વધીને $56.1 બિલિયન થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં તેમની સંપત્તિમાં $1.86 બિલિયન (15,223 કરોડ રૂપિયા)નો વધારો થયો છે.

  • અદાણી સ્ટોક્સમાં ફરી એકવાર શેરબજારમાં શાનદાર તેજી 
  • અબજોપતિઓની યાદીમાં 27મા સ્થાનેથી 23મા સ્થાને પહોંચી ગયા 
  • છેલ્લા 24 કલાકમાં તેમની સંપત્તિમાં $1.86 બિલિયનનો વધારો

અદાણી સ્ટોક્સમાં ફરી એકવાર શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. ગુરુવારે શેરબજારમાં કામકાજના અંતે અદાણી ગ્રૂપમાં સામેલ ચાર કંપનીઓના શેરમાં ઉપલી સર્કિટ લાગી હતી જ્યારે અન્ય તમામ શેરો પણ તેજી સાથે લીલા નિશાન પર બંધ થયા હતા. શેરમાં આવેલી આ તેજીને કારણે ગૌતમ અદાણીની નેટવર્થ પર પણ અસર પડી હતી અને તેઓ અબજોપતિઓની યાદીમાં 27મા સ્થાનેથી 23મા સ્થાને પહોંચી ગયા હતા.શેર માર્કેટમાં અદાણીના શેર અપર સર્કિટમાં હતા જો કે શુક્રવારે ગુડ ફ્રાઈડેમાં બ્રેક લાગી હતી. પરંતુ ગુરુવારે છેલ્લા ટ્રેડિંગ દિવસે ગૌતમ અદાણીની ચાર કંપનીઓના શેરમાં અપર સર્કિટ લાગી હતી. જેમાં અદાણી ગ્રીન, અદાણી ટોટલ ગેસ, અદાણી ટ્રાન્સમિશન અને એનડીટીવીનો સમાવેશ થાય છે.

અદાણીના શેરમાં વધારો

અદાણી ગ્રીનનો શેર 5 ટકાના વધારા સાથે રૂ. 856.35 પર બંધ રહ્યો હતો, જ્યારે અદાણી ટ્રાન્સમિશનનો શેર 5 ટકાના ઉછાળા સાથે રૂ. 953.20 પર બંધ થયો હતો. અદાણી ટોટલ ગેસનો શેર 4.99 ટકા વધીને રૂ. 863.00 પર બંધ થયો હતો, જ્યારે એનડીટીવીનો શેર 5 ટકા વધીને રૂ. 194.40 પર બંધ થયો હતો. શેરબજારમાં ટ્રેડિંગના અંતે અદાણી વિલ્મર લિમિટેડનો શેર 3.43 ટકા વધીને રૂ. 410.55, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડનો શેર 0.77 ટકા વધીને રૂ. 641.65, અદાણીની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડનો શેર રૂ. 1,752 પર બંધ થયો હતો. 

વિશ્વના અબજોપતિઓની યાદીમાં 23માં સ્થાને પહોંચ્યા

અદાણી પાવર લિમિટેડનો શેર 1.03 ટકા વધીને રૂ. 192.05 થયો હતો, જ્યારે તેની સિમેન્ટ કંપનીઓના શેર પણ વધ્યા હતા. ACC લિમિટેડનો શેર 1.42 ટકા વધીને રૂ. 1,712.00 પર બંધ થયો હતો અને અંબુજા સિમેન્ટ્સ લિમિટેડ 0.70 ટકા વધીને રૂ. 382.60 પર બંધ થયો હતો. ગૌતમ અદાણીની નેટવર્થ 56.1 અબજ ડોલર થઈ ગઈ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર છેલ્લા 24 કલાકમાં તેમની સંપત્તિમાં $1.86 બિલિયન (રૂ. 15,223 કરોડ)નો વધારો થયો છે. આટલી સંપત્તિ સાથે તે હવે વિશ્વના અબજોપતિઓની યાદીમાં ચાર સ્થાન ઉપર ચઢીને 23માં નંબરે પહોંચી ગયા છે. 

વર્ષ 2023માં 64.4 બિલિયન ડોલરનો ઘટાડો થયો

ઈન્ડેક્સ અનુસાર ગૌતમ અદાણીની સંપત્તિમાં વર્ષ 2023માં 64.4 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે. આ વર્ષે અમેરિકન શોર્ટ ફર્મ હિંડનબર્ગનો રિસર્ચ રિપોર્ટ તેમના માટે ભારે ખોટ સાબિત થયો છે. આ અહેવાલ 24 જાન્યુઆરી, 2023 ના રોજ પ્રકાશિત થયો હતો અને ત્યારથી અદાણીના શેરમાં સુનામી જોવા મળી હતી. આ રિપોર્ટમાં અદાણી ગ્રૂપ પર લોન અને શેર્સમાં હેરાફેરી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, જેના કારણે રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પ્રતિકૂળ અસર થઈ હતી કે તેમની કંપનીના શેર 85 ટકા ઘટી ગયા હતા અને અદાણી ગ્રુપનું માર્કેટ કેપિટલાઇઝેશન $100 બિલિયનની નીચે પહોંચી ગયું હતું. 

મુકેશ અંબાણી અદાણી કરતાં આગળ

એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની નેટવર્થમાં પણ તેજી જોવા મળી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેર પણ ગુરુવારે ટ્રેડિંગના અંતે રૂ. 2,340.15ના સ્તરે લીલા નિશાન પર બંધ થયા હતા. અંબાણીને એક દિવસમાં $641 મિલિયન એટલે કે લગભગ 524 કરોડ રૂપિયાનો નફો થયો. શેરના વધારા વચ્ચે મુકેશ અંબાણીની નેટવર્થ વધીને $81.1 બિલિયન થઈ ગઈ. આ આંકડો ગૌતમ અદાણીની નેટવર્થ કરતાં $25 બિલિયન વધુ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ