વધી રહેલી ગરમીની અસર શરીરનાં સ્વાસ્થ્ય પર થાય છે. ઊનાળા દરમિયાન પેટમાં ગેસ થવો, બળતરા થવી કે ઊલટી થવા જેવી અનેક સમસ્યાઓ થાય છે. જાણો કારણ અને તેનો ઈલાજ.
પેટમાં ગેસ થવો, ઊલટી થવી વગેરેનું કારણ શરીરની ગરમી
પેટની ગરમીનું કારણ અને ઘરેલૂ ઉપાય જાણવો જરૂરી
અજમો ખાવાથી પણ પેટની ગરમી થાય છે શાંત
ગરમીના દિવસોમાં પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ થવી ખૂબ સામાન્ય છે. જેમ જેમ શરીરનું તાપમાન વધે છે તેમ તેમ તમે પેટ સાથે જોડાયેલી સમસ્યાઓનો અનુભવ કરો છો. આ કારણે દરેક વ્યક્તિએ ખૂબ જ અસહજતાનો સામનો કરવો પડે છે. પેટમાં દુખાવો, બળતરા જેવી સમસ્યાઓ જોવા મળે છે. કેટલાક લોકો સમજી શકતા નથી કે આવું કેમ થઈ રહ્યું છે. આવી સ્થિતિ ત્યારે ઉત્પન્ન થતી હોય છે, જ્યારે પેટની ગરમી વધી જાય છે. જ્યારે પેટમાં ગરમીનું પ્રમાણ વધી જાય છે ત્યારે આવાં અનેક લક્ષણો જોવા મળે છે.
જાણો તેનાં લક્ષણો વિશે
પેટમાં ગેસ થવો
બળતરા થવી
બ્લોટિંગ
ઊલટી થવી કે ઊબકા આવવા
ભૂખ ઓછી લાગવી
પેટમાં દુખાવો થવો
પેટમાં જોરદાર ચૂંક આવવી
ઝાડા થઈ જવા
શા કારણે વધી જાય છે ગરમી?
પાણી ઓછું પીવું
વધુ પડતું નોનવેજ ખાવું
વધુ મસાલેદાર ભોજન ખાવું
તળેલું વધુ ખાવું
ધૂમ્રપાન અને આલ્કોહોલનું સેવન
હાઈ પાવરની દવાઓનું સેવન
લાંબા સમય સુધી ભૂખ્યા રહેવું
ચા-કોફી વધુ પીવાં
પેટની ગરમીના આ છે અક્સીર ઈલાજ
ઠંડી તાસીરવાળાં ફ્રૂટ્સ ખાઓ
ખૂબ પાણી પીઓ
સિઝનલ ફ્રૂટ્સ જ્યૂસ પીઓ
કેળાં, ખીરા, દહીંનું સેવન
મસાલેદાર ખોરાકથી બચો
વરિયાળીનું પાણી પીઓ
આ પીવાથી સમસ્યા દૂર થશે
એલોવીરા જ્યૂસ પણ પી શકો
નારિયેળ પાણીનું સેવન કરો
આંબળાનો રસ પેટની ગરમીને દૂર કરશે
ફુદીનાનો રસ પણ પેટની ગરમીને દૂર કરશે.
બદલાતા વાતાવરણમાં આ રીતે કરો અજમાનું સેવન
આમ તો હાલ ઉનાળાની ઋતુ ચાલે છે. તેથી સામાન્ય રીતે તો ગરમીનું વાતાવરણ હોય, પરંતુ બદલાતા વાતાવરણના કારણે હાલ વરસાદી વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે. સતત બદલાતી આ ઋતુમાં શરદી, ઉધરસ, તાવ, વાઈરલ ઈન્ફેક્શનના કેસ પણ વધી રહ્યા છે. આ વાતાવરણમાં જો આમાંથી કોઈ સમસ્યા થાય તો વ્યક્તિને સ્વસ્થ થવામાં અઠવાડિયાનો સમય લાગી જાય છે. બદલાતા વાતાવરણમાં સાવચેત રહેવું પણ જરૂરી છે. અજમાનો ઉપયોગ તમે રસોઈમાં કરી શકો છો. આ ઉપરાંત અજમાની ચા બનાવીને પણ પી શકાય છે. અજમાની ચા પીવાથી શરદી, તાવ જેવી સમસ્યામાં તુરંત રાહત મળે છે. અજમાની ચા બનાવવા માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી અજમાે મિક્સ કરી તેને બરાબર ઉકાળો, પછી તેને ગાળીને પી લો. તમે તેમાં મધ અને લીંબુ પણ ઉમેરી શકો છો. તેનાથી શરીરમાં ગરમી આવે છે. આ ઉપરાંત અજમાનો ઉપયોગ કરવાથી પેટના દુખાવા, કબજિયાત જેવી તકલીફમાં પણ રાહત મળે છે.