બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Gas-Acidity home remedies, how to get rid of gas acidity stomach ache

તકલીફોને નોતરૂ / ફાસ્ટ ફૂડના ચટાકાથી ગેસ અને એસિડિટીના થયા છો શિકાર, એક ક્લિકમાં જાણી લો તેનો સરળ અને અક્સીર ઉપાય

Vaidehi

Last Updated: 07:53 PM, 11 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલ જંક ફુડ ખાવાને લીધે લોકોને ગેસ-એસિડિટી જેવી તકલીફો ઊભી થતી હોય છે ત્યારે એસિડિટી મટાડવાના સરળ પણ અક્સીર અને ઘરેલૂ ઉપાય જાણી લો.

  • લોકોમાં વધી રહી છે ગેસ-એસિડિટીની તકલીફ
  • પેટ અને છાતીમાં દુ:ખાવો થાય છે
  • સમસ્યાનો ઘરેલૂ ઉપાય ઉપયોગી સાબિત થઈ શકે 

ભારે ખોરાક અને બેઠાડું જીવન ગેસ, આફરો અને અપચા જેવી તકલીફોને નોતરે છે. કસરત ન કરવી, પૌષ્ટિક ભોજન ન ખાવું અને ફાસ્ટ ફૂડના ચટાકાના કારણે આજકાલ મોટા ભાગના લોકો ગેસની સમસ્યાથી પરેશાન જોવા મળે છે. ગેસની તકલીફ પોતાની સાથે અનેક રોગોને નિમંત્રણ આપે છે. તેના કારણે અપચો થાય છે, માથું દુખવા લાગે છે અને ખાટા ઓડકાર પણ આવે છે. પેટમાં દુખાવો પણ થાય છે. કોઇ કામમાં મન લાગતું નથી, એલોપથી દવાઓથી તેનું કાયમી નિદાન થઈ શકતું નથી. જ્યારે ખાધા પછી ખાટા ઓડકાર આવે અને છાતીમાં બળતરા થાય ત્યારે પેટમાં ગેસ ભરાતો હોય છે. 

શું છે ઘરેલુ ઉપાય?
આવું ત્યારે થાય છે જ્યારે જઠરની અંદર રહેલો એસિડ અને ખોરાક જઠરમાંથી અન્નનળી તરફ ધકેલાય છે. જેમને વારંવાર આવી તકલીફ થતી હોય એમણે આ તકલીફમાંથી છુટકારો મેળવવા કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઇએ અને ઘરે જ તેનો દેશી ઈલાજ કરવો જોઇએ.

  1. - અનાનસના ટુકડા પર સાકર અને મરી ભભરાવીને ખાવાથી એસિડિટી મટે છે.
  2. - સફેદ કાંદાના રસમાં સાકર નાખીને પીવાથી એસિડિટી મટે છે.
  3. - સફેદ કાંદાને પીસી તેમાં સાકર અને દહીં મેળવીને ખાવાથી એસિડિટી મટે છે.
  4. - આમળાંનો રસ એક ચમચી, કાળી દ્રાક્ષ એક તોલો અને મધ અડધી ચમચી ભેગું કરી ખાવાથી એસિડિટી મટે છે.
  5. - એલચી, સાકર અને કોકમની ચટણી બનાવીને ખાવાથી એસિડિટી મટે છે.
  6. - કોળાના રસમાં સાકર નાખીને પીવાથી એસિડિટી મટે છે.
  7. - સૂંઠ, ખડી સાકર અને આમળાંનું ચૂર્ણ લેવાથી એસિડિટી મટે છે.
  8. - અડધો લિટર પાણીમાં એક લીંબુનો રસ નાખી, અડધી ચમચી સાકર નાખી, બપોરના જમવાના અડધા કલાક પહેલાં લેવાથી એસિડિટી મટે છે.
  9. - ધાણા-જીરાનું ચૂર્ણ ખાંડ સાથે લેવાથી એસિડિટી મટે છે. જમ્યા પછી છાતીમાં બળતરા થતી હોય તો તે પણ મટે છે.
  10. - લીમડાનાં પાન અને આમળાંનો ઉકાળો બનાવી પીવાથી એસિડિટી મટે છે. ધાણા અને સૂંઠનું ચૂર્ણ પાણી સાથે લેવાથી એસિડિટી મટે છે.
  11. - તુલસીનાં પાનને દહીં કે છાશ સાથે લેવાથી એસિડિટી મટે છે. આમળાંનું ચૂર્ણ રોજ સવારે અને રાતે એક-એક ચમચી લેવાથી એસિડિટી મટે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Health Home Remedies Stomach ache gas acidity ગેસ-એસિડિટી ઘરેલૂ ઉપાય હેલ્થ ટિપ્સ Health Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ