બ્રેકિંગ ન્યુઝ
Bijal Vyas
Last Updated: 01:32 PM, 16 August 2023
ADVERTISEMENT
Why Do Pulses Cause Gas: ખરાબ લાઇફસ્ટાઇલ અને ખોરાકમાં બેદરકારીને કારણે, આ દિવસોમાં ઘણા લોકો પેટની સમસ્યાઓથી સંઘર્ષ કરવા માટે મજબૂર છે. ગેસ-એસીડીટી થવા પર વ્યક્તિ થાકી જાય છે અને તે હંમેશા બીમાર રહે છે. દાળની વાત કરીએ તો તે પ્રોટીનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો કે, 4 દાળ એવી છે જેનું સેવન ઓછું કરવું જોઈએ, નહીં તો ગેસ-એસીડીટી અને બ્લોટિંગની સમસ્યા પહેલા કરતા વધુ વધી શકે છે. આવો જાણીએ એ 4 કઠોળ કઈ છે.
ગેસનું કારણ બનનારી દાળઃ
1. મગની દાળ
ડોકટરોના મતે, મગની દાળ પાચન શક્તિ માટે સારી માનવામાં આવે છે, પરંતુ સારી પાચનક્રિયા માટે તેને યોગ્ય રીતે રાંધીને ખાવી જોઈએ. સારી પાચનક્રિયા માટે મગની દાળની ખીચડી તૈયાર કરીને એક ગ્લાસ લસ્સી સાથે ખાવી જોઈએ.
ADVERTISEMENT
2. તુવેર દાળ
તુવેરની દાળ ખાવાથી ઘણા લોકોને ગેસ-એસીડીટીની સમસ્યા વધી જાય છે જે ગેસનું કારણ બને છે. આ સાથે પેટ ફૂલેલું લાગે છે. આવી સ્થિતિમાં, જો શક્ય હોય તો, આ દાળ ઓછી ખાઓ, જેથી તમારું સ્વાસ્થ્ય સારું રહે.
3. ચણાની દાળ
ચણાની દાળમાં કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ્સ અને ફાઇબર મોટી માત્રામાં હોય છે. ઘણા લોકો માટે તેને પચાવવું મુશ્કેલ બની જાય છે. તેથી તમારે આ ચણાની દાળ ખાવાનું ટાળવુ જોઈએ પરંતુ તેની માત્રા મર્યાદિત રાખો.
4. રાજમા
રાજમા ખાવાનું દરેકને પસંદ હોય છે, પરંતુ તેના સેવનથી ગેસ-એસીડીટીની સમસ્યા પણ વધી શકે છે. ક્યારેક ક્યારેક તેનું સેવન કરવું વધુ સારું છે. ઉપરાંત, તેને રાંધતા પહેલા સારી રીતે પલાળવા જોઈએ.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.