બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ganesh chaturthi lord ganesha to get success in life

વિધ્નહર્તા / જીવનમાં સફળતા અને સુખ-શાંતિ મેળવવા ભગવાન ગણેશજી પાસેથી આ 10 વાતો શીખવી જરૂરી, દૂર થશે તમામ વિધ્નો

Manisha Jogi

Last Updated: 08:25 AM, 19 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભગવાન ગણેશે શીખવેલ બાબતો અનુસાર જીવન જીવવાથી તમામ વિધ્ન દૂર થાય છે. આવો ગણેશ ચતુર્થીના પર્વ પર જાણીએ ભગવાન ગણેશના પરિવાર, સંબંધો, ભોજન, શસ્ત્રો, વાહન વિશે.

  • ભગવાન ગણેશની સ્થાપના કરવાથી સુખ અને શાંતિ રહે છે
  • ભગવાન ગણેશ પાસેથી શીખો આ ખાસ 10 વાતો
  • જીવનની તમામ સમસ્યા થશે દૂર 

આજે ગણેશ ચતુર્થી છે. ઘરમાં ભગવાન ગણેશની સ્થાપના કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે. 10 દિવસ સુધી ભગવાન ગણેશની ધામધૂમથી પૂજા કરવામાં આવે છે, 10 દિવસ પછી તેમનું વિસર્જન કરવામાં આવે છે, ત્યારે ભગવાન ગણેશ બધી નકારાત્મકતા સાથે લઈને જાય છે. ભગવાન ગણેશે શીખવેલ બાબતો અનુસાર જીવન જીવવાથી તમામ વિધ્ન દૂર થાય છે. આવો ગણેશ ચતુર્થીના પર્વ પર જાણીએ ભગવાન ગણેશના પરિવાર, સંબંધો, ભોજન, શસ્ત્રો, વાહન વિશે. જેનું અનુસરણ કરવાથી તમામ સમસ્યા આપમેળે દૂર થઈ જશે. 

પરિવાર સાથે હોય તો તમામ દુ:ખ દૂર થાય છે
સર્વ દેવતાઓમાં ભગવાન ગણેશજીનું કુટુંબ સામુહિક છે. માતા-પિતા શિવ-પાર્વતી, ભાઈ કાર્તિકેય, પત્નીઓ રિદ્ધિ-સિદ્ધિ અને બે પુત્રો યોગ-ક્ષેમ. જે પરિવારમાં એકતા હોય ત્યાં ભગવાન ગણેશનો વાસ રહે છે. કોઈ મતભેદ કે પણ મનભેદ થતો નથી. જો પરિવાર સાથે હોય તો વ્યક્તિ તેને મોટી સમસ્યાઓનો સામનો કરી શકે છે. 

કમાણીમાંથી બચત પણ જરૂરી
ભગવાન ગણપતિને બે પુત્રો છે યોગ (લાભ) અને ક્ષેમ (શુભ). જે જીવન માટે ખૂબ જ જરૂરી છે. ભગવાન ગણેશના બંને પુત્રો બોધ આપે છે કે, કમાણીમાંથી અમુક ભાગ બચાવવો જોઈએ. યોગ (નફો) કમાણીના દેવ છે અને ક્ષેમ (શુભ) બચતના દેવ છે. મહેનતથી અને પ્રામાણિકપણે કમાણી કરો અને તેમાંથી બચત કરો. 

સફળતા અને સમૃદ્ધિ એકબીજાના પૂરક
ભગવાન ગણેશને બે પત્નીઓ છે, રિદ્ધિ (સમૃદ્ધિ) અને સિદ્ધિ (સફળતા). જો તમારી સફળતા મહેનત અને પ્રામાણિકતા પર આધારિત છે, તો નિશ્ચિતપણે સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. જે એકબીજાના પૂરક છે. અલગ રહી શકતા નથી. જો તમે સફળતા મેળવવાનો પ્રયાસ કરો છો તો તેની સાથે સમૃદ્ધિ પણ આવે છે

સંતોષ જરૂરી છે, વધુ ઈચ્છાઓ ના રાખવી
માતા સંતોષી ભગવાન ગણપતિનાં પુત્રી છે. જો પરિવારમાં સુખ-શાંતિ હોય તો પરિવારના સભ્યોમાં સંતોષની લાગણી હોવી જરૂરી છે. વધુપડતી ઇચ્છાઓને કારણે પરિવારમાં વિખવાદ ઊભો થાય છે. પરિવારમાં એક પણ વ્યક્તિ સંતુષ્ટ ના હોય તો વિવાદ થાય. જ્યાં વિવાદ હોય ત્યાં ભગવાન ગણેશનો વાસ થતો નથી. સંતુષ્ટિ ના હોય તો ક્યારેય સુખ અને શાંતિ પ્રાપ્ત થતા નથી. 

અંકુશ જરૂરી છે
ભગવાન ગણેશનું શસ્ત્ર અંકુશ છે. આ જ અંકુશથી મહાવત હાથીને નિયંત્રિત કરે છે. અંકુશનો અર્થ અટકાવવું-નિયંત્રિત કરવું છે. જો મનુષ્યનું મન, ઈચ્છાઓ અને પરિવાર અનિયંત્રિત હશે તો વિવાદ થશે અને અશાંતિ વધશે. વિવાદો હોય ત્યાં ભગવાન ગણેશનો વાસ થતો નથી. સૌથી પહેલા મન પર અંકુશ હોવો જરૂરી છે, જેથી બધું જ નિયંત્રણમાં રહેશે. 

કોતરવું ના જોઈએ
ગણેશજી ઉંદર પર સવારી કરે છે. જેમ ઉંદર સારાં કપડાં કોતરીને ખરાબ કરે છે, તેવી જ રીતે કુતર્ક સારા વિચારો અને શબ્દોને બગાડી મુકે છે. સારી બાબતોમાં તર્ક-વિતર્ક કરવો જરૂરી છે, પરંતુ કુતર્કથી હંમેશા નુકસાન થાય છે. જ્યાં બુદ્ધિથી તર્ક-વિતર્ક થતા હોય છે, ત્યાં જ ભગવાન ગણેશનો વાસ રહે છે. 

મોદક અને દુર્વા જરૂરી
ગણપતિના બે પ્રિય ખોરાક મોદક અને દુર્વા છે. મોદક મિઠાશ અને દુર્વા કડવો સ્વાદ ધરાવે છે. જે સ્વસ્થ આરોગ્યનો સંકેત આપે છે. મોદકમાં ઘી હોવાથી શરીરને શક્તિ આપે છે અને દુર્વા તેને પચાવવાની શક્તિ આપે છે. આયુર્વેદમાં દુર્વાને સ્વસ્થ પેટ માટે ગુણકારી માનવામાં આવે છે.

વિચારોમાં સંવેદનશીલતા જરૂરી
ભગવાન ગણેશ બુદ્ધિના દેવતા છે. ભગવાન શિવે ગણપતિજીનું મસ્તક કાપીને હાથીનું માથું જોડ્યું ત્યારે દેવતાઓ તરફથી બુદ્ધિના દેવતા હોવાનું વરદાન આપવામાં આવ્યું હતું. હૃદયથી લીધેલ નિર્ણયો દૂરંદેશી હોતા નથી. આ કારણોસર વિચારોમાં સંવેદનશીલતા અને નિર્ણયોમાં કઠોરતા જરૂરી છે. 

સુંદરતા વિચારોમાં છે
ભગવાન શિવે હાથીનું માથું બાળ ગણેશના ધડ સાથે જોડી દીધું હતું. ત્યારપથી ગણેશજીએ જીવિત થઈને સૌ પ્રથમ ભગવાન શિવને પ્રણામ કરીને પોતાની જીદ માટે માફી માંગી. હાથીના મસ્તકવાળા બાળકનું આટલું સારું વર્તન જોઈને તમામ દેવતાનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો. જેથી સુંદરતા ચહેરામાં નહીં, પરંતુ વિચારો અને વર્તનમાં છે. 

ફરજ પૂર્ણ કરવી જરૂરી
ભગવાન પરશુરામ તેમના ગુરુ ભગવાન શિવના દર્શન માટે કૈલાશ ગયા. ભગવાન શિવ તપસ્યામાં હતા, જેથી ભગવાન ગણેશે પરશુરામજીને રોક્યા, બંને વચ્ચે વિવાદ થયો. પરશુરામે ભગવાન ગણેશ પર પ્રહાર કરતા એક દાંત તૂટી ગયો. તેમ છતાં ગણેશજીએ પરશુરામજીને જવા દીધા ન હતા. મનુષ્ય શક્તિશાળીના પ્રભાવને કારણે ફરજો સાથે સમાધાન કરે છે. ક્યારેય ફરજો અને જવાબદારીઓથી દૂર ન થવું જોઈએ. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ