Ganesh Chaturthi Celebrations At Ambani House shah rukh khan aishwarya rai moni roy
મનોરંજન /
VIDEO: અંબાણીના ઘરે બાપ્પાનું આગમન: દર્શન કરવા માટે પહોંચ્યા બોલિવૂડ સ્ટાર્સ, પરિવાર સંગ પહોંચ્યો કિંગ ખાન તો ઐશ્વર્યા-આરાધ્યાએ એક જેવા કપડાં પહેર્યા
Ganesh Chaturthi At Ambani House: ગણેશ ચતુર્થીની આખા દેશમાં ધૂમ છે. દરેક વર્ષની જેમ આ વખતે પણ અંબાણી પરિવાર ગણેશ ચતુર્થીનું ધુમધામથી સેલિબ્રેશન કરી રહ્યો છે.
અંબાણી પરિવારે કર્યું ગણેશ ચતુર્થીનું સેલિબ્રેશન
દર્શન કરવા ઘરે પહોંચ્યા બોલિવૂડ સ્ટાર્સ
જુઓ કોણે કોણે આપી હાજરી
ગણેશ ચતુર્થીનો પર્વ હિંદુઓ માટે એક ખાસ તહેવાર છે જેની ધૂમ મહારાષ્ટ્ર સહિત દેશભરમાં હોય છે. ગણેશ ચતુર્થીની ધૂમ આખા દેશમાં છે અને દર વખતની જેમ અંબાણી પરિવાર પણ આ સેલિબ્રેશનમાં સૌથી આગળ છે. તેમના શાનદાર નિવાસ એન્ટીલિયામાં ગણેશ ઉત્સવની ધૂમ દેખાઈ રહી છે.
દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું એન્ટિલિયા
આ ખાસ આયોજન પર એન્ટીલિયાને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું. ગણપતિ પૂજનમાં બોલિવુડના ઘણા મોટા સ્ટાર્સ પણ શામેલ થયા. જણાવી દઈએ કે મુકેશ અંબાણીના ઘરે પણ ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ ધૂમધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ અંબાણી પરિવારમાં ગણપતિનું ધૂમધામથી સ્વાગત થયું.
નીતા અંબાણી ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા હતા. ઘરના દરેક સભ્ય અને આવનાર મહેમાનોએ ટ્રેડિશનલ લુક કેરી કર્યો હતો. જુઓ ગણેશ ચતુર્થીની અમુક ખાસ તસવીરો અને વીડિયો...