Ganesh Chaturthi 2023: 19 સપ્ટેમ્બર એટલે કે આજથી દેશભરમાં ગણેશ મહોત્સવની શરૂઆત થઈ ગઈ છે. જણાવી દઈએ કે આજથી લઈને અનંત ચૌદસ સુધી ગણેશ સ્ત્રોતનો પાઠ કરવાથી વ્યક્તિને દેવામાંથી મુક્તિ મળે છે.
આજથી દેશભરમાં ગણેશ મહોત્સવની શરૂઆત
અનંત ચોદસ સુધી ગણેશ સ્ત્રોતનો કરો પાઠ
દેવામાંથી મળશે મુક્તિ
હિંદૂ ધર્મમાં ગણેશજીને પ્રથમ પુજનીય માનવામાં આવે છે. કહેવાય છે કે કોઈ પણ શુભ અને માંગલિક કાર્યની શરૂઆત જો ગણેશ પુજનથી કરવામાં આવે તો બધા કાર્ય નિર્વિધ્ન પુરા થઈ જાય છે. જણાવી દઈએ કે 10 દિવસીય ગણેશ મહોત્સવની શરૂઆત આજે 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ ચુકી છે.
આ 10 દિવસ ખૂબ જ ધૂમ-ધામની સાથે બાપ્પાની સ્થાપના કરવામાં આવે છે. પરંતુ કોઈ ડોઢ દિવસ, ત્રણ દિવસ અને સાત દિવસ સુધી ગણપતિ સ્થાપિત કરવા માંગે છે તો તે પોતાની શ્રદ્ધા અનુસાર કરી શકે છે. પરંતુ જણાવી દઈએ કે ઘરમાં ગણપતિને સ્થાપિત કરતી વખતે અમુક નિયમોને ધ્યાનમાં રાકવા ખૂબ જ જરૂરી છે.
આ કારણે કરવામાં આવે છે ગણપતિની સ્થાપના
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગણપતિને લઈને એવી માન્યતા છે કે ઘરમાં દુખ અને કષ્ટોથી મુક્તિ મેળવવા માટે ગણપતિની સ્થાપના કરવામાં આવે છે. ઘરમાં ગણપતિની સ્થાપના કરવાથી સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. જીવનમાં વ્યક્તિને ક્યારેય પણ ધનની કમી નથી થતી.
આ 10 દિવસોમાં ગણપતીને પ્રસન્ન કરવા માટે ઘણા જ્યોતિષીય ઉપાયો કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેની સાથે જ ગણેશ ચતુર્થીથી લઈને અનંત ચૌદસ સુધી ગણેશ સ્ત્રોતનો પાઠ કરવામાં આવે તો વ્યક્તિને ગણપતિ બાપ્પાના આશીર્વાદ પ્રાપ્ત થશે.
જો વ્યક્તિ દેવામાં છે તો તેને આ 10 દિવસ નિયમિત રીતે ગણેશ ઋણમુક્તિ સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ. તેનાથી જલ્દી દેવામાંથી મુક્તિ મળે છે અને જીવનમાં સુખોની એન્ટ્રી થાય છે.